Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગર બાયપાસ પર વીજ પોલ રસ્તા પર પડ્યો:લાલપુર ચોકડી-ખંભાળિયા હાઇવે પર અકસ્માતનું જોખમ

    एक दिन पहले

    જામનગરના લાલપુર ચોકડીથી ખંભાળિયા બાયપાસ હાઇવે પર એક વીજ પોલ રસ્તા પર ઢળી પડ્યો છે. આ ઘટનાને કારણે વાહનચાલકો માટે અકસ્માતનું જોખમ ઊભું થયું છે અને વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. હાઇવેના ડિવાઈડર પર આવેલો આ વિશાળ વીજ પોલ અચાનક રસ્તાની વચ્ચે આવી ગયો છે. જેના પરિણામે આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.ખાસ કરીને રાત્રિના સમયે અજાણ્યા વાહનચાલકો માટે આ ઢળી પડેલો પોલ જીવલેણ સાબિત થઈ શકે છે. અકસ્માત થવાની પૂરેપૂરી સંભાવના હોવા છતાં, હજુ સુધી સંબંધિત તંત્ર દ્વારા તેને હટાવવા માટે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.સ્થાનિક વાહનચાલકો અને રાહદારીઓમાં આ બાબતે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોની માંગ છે કે, વહીવટી તંત્ર અને વીજ કંપની દ્વારા તાત્કાલિક ધોરણે આ વીજ પોલને રસ્તા પરથી દૂર કરવામાં આવે, જેથી કોઈ મોટી દુર્ઘટનાને ટાળી શકાય.આ સ્થિતિમાં, શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે તેવો પ્રશ્ન ઊભો થયો છે. જવાબદાર સત્તાધીશો વહેલી તકે આ મામલે પગલાં લે તેવી અપેક્ષા છે.
    Click here to Read More
    Previous Article
    મહેસાણા આરોગ્ય વિભાગ એક્શન મોડમાં:પ્રિ-મોન્સૂન ચેકિંગમાં 1292 એકમોને નોટિસ; મચ્છરોનો નાશ કરવા જળાશયોમાં ગપ્પી માછલીઓ છોડાશે
    Next Article
    વેરાવળમાં ખુલ્લી ગટરમાં ગાય ખાબકી:પાલિકાની બેદરકારીથી દસ દિવસથી ખુલ્લી ગટર, સ્થાનિકોએ બચાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment