Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણા આરોગ્ય વિભાગ એક્શન મોડમાં:પ્રિ-મોન્સૂન ચેકિંગમાં 1292 એકમોને નોટિસ; મચ્છરોનો નાશ કરવા જળાશયોમાં ગપ્પી માછલીઓ છોડાશે

    1 day ago

    ચોમાસાની ઋતુ નજીક આવતાં જ મચ્છરજન્ય રોગચાળો માથું ન ઉચકે તે માટે મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પ્રી-મોન્સૂન કામગીરી સઘન બનાવવામાં આવી છે. જૂન મહિનાને 'મેલેરિયા માસ' તરીકે ઉજવવામાં આવી રહ્યો છે, જેના ભાગરૂપે આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ખાસ ડ્રાઇવ શરૂ કરાઈ છે. તાજેતરમાં જિલ્લાની કન્સ્ટ્રક્શન સાઇટ્સ અને જૂના ટાયરો રાખવાના ગોડાઉન સહિત કુલ 1348 એકમોમાં ઓચિંતું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન ચોંકાવનારી બેદરકારી સામે આવી છે, જેમાં 1292 જેટલા એકમોમાં મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો (લાર્વા) મળી આવતા આરોગ્ય તંત્રએ તમામ એકમોને કડક નોટિસો ફટકારી છે. આગામી સપ્તાહમાં વિશેષ ડ્રાઇવ; પાણી ભરાતા સ્ત્રોતોમાં પોરાભક્ષક માછલીઓ મુકાશે ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી સુહાગ શ્રીમાળીએ જણાવ્યું હતું કે, ચોમાસા દરમિયાન અને તે પછીની રોગચાળાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સતત કાર્યરત છે. ગયા અઠવાડિયાની કડક કાર્યવાહી બાદ હવે આગામી સપ્તાહમાં પણ એક મોટી વિશેષ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. વરસાદી પાણી ભરાવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ ન વધે તે માટે જાહેર સ્થળો અને જળાશયોમાં પોરાભક્ષક 'ગપ્પી માછલીઓ' છોડવાનો નિર્ણય લેવાયો છે, જે મચ્છરોના પોરાને શરૂઆતમાં જ ખાઈને તેનો નાશ કરે છે. આરોગ્ય વિભાગની કામગીરી અને રોગચાળા નિયંત્રણના મુખ્ય આંકડા જિલ્લામાં હાલ રોગચાળાને નિયંત્રણમાં રાખવા માટે રૂટીન કામગીરી પણ વેગવંતી બનાવવામાં આવી છે. આરોગ્ય વિભાગની ટીમો દ્વારા દરરોજ પોરાનાશક કામગીરી કરવાની સાથે-સાથે શંકાસ્પદ દર્દીઓના બ્લડ સ્લાઇડ લેવાની કામગીરી અને ઘેર-ઘેર સર્વેલન્સ હાથ ધરવામાં આવી રહ્યું છે. જો કોઈ વિસ્તારમાં કોઈ નાગરિકને તાવ આવ્યો હોય તો તેને તુરંત ઓળખી કાઢીને જરૂરી સારવાર આપવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.રોજિંદી કામગીરીની સાથોસાથ દર અઠવાડિયે આવી વિશેષ ડ્રાઇવ યોજીને મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગ ચોમાસા પહેલાં જ મચ્છરોના નાશ માટે કવાયત કરી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતના 50 પ્રભાવશાળી ચહેરા!:રાજ્યના ઈતિહાસમાં પ્રથમવાર 25 પ્રભાવશાળી વ્યક્તિએ અન્ય 25 પ્રભાવશાળી વ્યક્તિત્વોના અજાણ્યા અને પ્રેરણાદાયી પાસા રજૂ કર્યા
    Next Article
    જામનગર બાયપાસ પર વીજ પોલ રસ્તા પર પડ્યો:લાલપુર ચોકડી-ખંભાળિયા હાઇવે પર અકસ્માતનું જોખમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment