Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતના 50 પ્રભાવશાળી ચહેરા!:રાજ્યના ઈતિહાસમાં પ્રથમવાર 25 પ્રભાવશાળી વ્યક્તિએ અન્ય 25 પ્રભાવશાળી વ્યક્તિત્વોના અજાણ્યા અને પ્રેરણાદાયી પાસા રજૂ કર્યા

    1 day ago

    ગુજરાતના ઇતિહાસમાં કદાચ પહેલીવાર એવું બન્યું છે કે રાજ્યના 50 સૌથી પ્રભાવશાળી વ્યક્તિત્વ એક જ દિવસે, એક જ મંચ પર અને એક જ અખબારના પાનાં પર સાથે આવ્યા છે. ઉદ્યોગ, શિક્ષણ, રમતગમત, અધ્યાત્મ, કળા, વહીવટ અને જાહેર જીવનના આ ચહેરાએ માત્ર ગુજરાત જ નહીં, દેશની દિશા ઘડવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ 50 વ્યક્તિત્વને એકસાથે લાવવું સહેલું નહોતું. દિવ્ય ભાસ્કરે આ અનોખી પહેલને સાકાર કરવા માટે સતત 50 દિવસ સુધી પ્રયત્નો કર્યા. પહેલાં પસંદગી, પછી સંવાદ, ત્યારબાદ વિશ્વાસનું નિર્માણ અને અંતે એક અનોખા વિચાર પર સહમતિ. આ પ્રયત્નોનું પરિણામ છે આ વિશેષાંક, જેમાં 25 પ્રભાવશાળી વ્યક્તિએ અન્ય 25 પ્રભાવશાળી વ્યક્તિત્વોના એવા અજાણ્યા, અણકહ્યા અને પ્રેરણાદાયી પાસાં રજૂ કર્યા છે, જે જાહેર મંચ પર ભાગ્યે જ ક્યારેય સામે આવ્યા હોય. આ વિશેષાંક દ્વારા દિવ્ય ભાસ્કરે ફરી એકવાર અસંભવ લાગતા કાર્યને સંભવ બનાવવાનો પ્રયાસ કર્યો છે. 16 વર્ષની વયે અભ્યાસ છોડ્યો, ભાડાના રુમથી કરિયર શરૂ કરી અને 60ની વય સુધીમાં દેશનું આર્થિક ચિત્ર બદલનાર ઉદ્યોગપતિ બન્યા. વાત વર્ષો પહેલાંની છે. શાળા પ્રવાસ દરમિયાન બાળકોને કંડલા બંદર બતાવવામાં આવી રહ્યું હતું. ત્યારે બંદરને નિહાળ્યા બાદ એક બાળકે જાતને વચન આપ્યું કે ‘એક દિવસ હું પણ આવા વિશાળ પ્રોજેક્ટનું નિર્માણ કરીશ.’ વર્ષો વિત્યા બાદ આ ઘટના આજે ભારતીય કોર્પોરેટ જગતની પ્રેરણાદાયી દંતકથા બની ચૂકી છે. કંડલા બંદરની સામે જાતને પ્રોમિસ આપનાર એ બાળ‌ક એટલે ગૌતમ અદાણી. જેમને આપણે ‘ગૌતમભાઈ ’ તરીકે ઓળખીએ છીએ. આજે તેઓ ઉદ્યોગસાહસિકતા અને સ્થિતિસ્થાપકતાની ભાવનાનું પ્રતીક બની ગયા છે. ગૌતમભાઈની સફર એ પુરવાર કરે છે કે જ્યારે કોઈ મોટા હેતુ સાથે દ્રઢ સંકલ્પશક્તિ, ભવ્ય મહત્વકાંક્ષા અને શિસ્તબદ્ધ અમલીકરણ જોડાય છે ત્યારે મહાન સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકાય છે. ભવિષ્યને પારખવાની અસાધારણ ક્ષમતા અને લાંબા ગાળાનું મૂલ્ય પેદા કરી શકે તેવા મજબૂત સંસ્થાનોનું નિર્માણ ગૌતમભાઈની સૌથી મોટી તાકાત છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ કોઈપણ દેશની પ્રગતિની કરોડરજ્જુ છે. ભારતના વિવિધ રાજ્યોમાં પથરાયેલા અદ્યતન પોર્ટ્સ, આધુનિક એરપોર્ટ્સ, વિશાળ લોજિસ્ટિક્સ નેટવર્ક, પાવર, ડિફેન્સ અને ગ્રીન એનર્જી ક્ષેત્રે તેમનું યોગદાન ભારતની આર્થિક ગતિને સુપરચાર્જ કરી રહ્યું છે. આ માત્ર વ્યવસાય નથી, પરંતુ રાષ્ટ્રના વિકાસની લાઈફલાઈન છે. કેટલું મોટું નિર્માણ નહીં કેટલો મોટો વારસો આપ્યો એ ખરું મૂલ્યાંકન, ગૌતમભાઈની સફર ભારતની વિકાસગાથાનો અવિભાજ્ય હિસ્સો ઉદ્યોગસાહસિકતા એ માત્ર સફળ ઉદ્યોગો ઊભા કરવા કરતાં ઘણું વધુ છે તે સાહસિક વિચારોને આગળ વધારવાની હિંમત વિશે છે. ખાસ કરીને એવા ક્ષેત્રોમાં, જ્યાં લાંબા ગાળાની તૈયારી, નોંધપાત્ર મૂડી રોકાણ અને અનિશ્ચિતતાઓ વચ્ચે સ્થિતિસ્થાપકતા જરૂરી હોય છે. આટલા વિશાળ સ્તરે નિર્માણ કરવા માટે સ્પષ્ટ દૃષ્ટિકોણ, પડકારો વચ્ચે અડગતા અને માર્ગ હંમેશા સરળ ન હોય ત્યારે પણ ભવિષ્યમાં રોકાણ ચાલુ રાખવાનો આત્મવિશ્વાસ જરૂરી છે. ગૌતમભાઈએ સમયની દરેક કસોટી પર આ ગુણોને અણીશુદ્ધ સાબિત કર્યા છે. તેમનું કાર્ય આજના બદલાતા, આકાંક્ષી અને આત્મવિશ્વાસુ ભારતનું આબેહૂબ પ્રતિબિંબ છે. એક એવું ભારત જે હવે વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવા સક્ષમ છે. એક સમય હતો જ્યારે વિશ્વકક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું એ ભારત માટે માત્ર એક સ્વપ્ન હતું. આજે ગૌતમભાઈએ એવું વિઝનરી નેતૃત્વ પૂરું પાડ્યું છે કે તેમના દ્વારા સ્થાપિત સંસ્થાઓ દુનિયાની શ્રેષ્ઠ કંપનીઓની હરોળમાં ગર્વભેર ઊભી છે. આજના ગ્લોબલ ક્લાયમેટ ચેન્જના યુગમાં તેમનું ગ્રીન એનર્જી પરનું ફોકસ દીર્ઘદૃષ્ટિનો ઉત્તમ નમૂનો છે. વર્તમાન ઊર્જા જરૂરિયાતોને સંતોષવાની સાથે દેશને ગ્રીન ટ્રાન્ઝિશન તરફ લઈ જવા માટે રોકાણ સાબિત કરે છે કે તેમના મતે આર્થિક વિકાસ અને પર્યાવરણનું ટકાઉપણું સિક્કાની બે બાજુઓ છે. કોઈપણ સફર ક્યારેય સીધી કે સરળ હોતી નથી. તેમાં વાવાઝોડાં પણ આવે, મુશ્કેલ નિર્ણયો લેવા પડે અને લીડરની અખંડિતતાની કસોટી પણ થાય. ગૌતમભાઈએ વર્ષોથી મહત્વાકાંક્ષા અને ગંભીર ધૈર્ય વચ્ચે જે સંતુલન જાળવી રાખ્યું છે, તે નેતૃત્વનો સર્વોચ્ચ માપદંડ છે. ઉદ્યોગ પોતાની સાથે એક મોટી જવાબદારી પણ લઈને આવે છે. ઉદ્યોગો રોજગારીનું સર્જન કરે છે, નવીનતાને વેગ આપે છે, ભવિષ્યના ઉદ્યોગસાહસિકોને પ્રેરણા આપે છે અને સૌથી મહત્વપૂર્ણ, સમાજને પરત આપે છે. ગૌતમભાઈએ અદાણી ફાઉન્ડેશન અને વિવિધ પરોપકારી પહેલો દ્વારા શિક્ષણ, સ્વાસ્થ્ય અને ગ્રામીણ વિકાસ ક્ષેત્રે પાયાનું કામ કરીને સાબિત કર્યું છે કે વ્યાપારિક સફળતાનો અંતિમ હેતુ સમાજનું કલ્યાણ હોવો જોઈએ. ભારતના વિકાસનો આગામી સુવર્ણકાળ એવા લીડર્સ દ્વારા લખાશે જેઓ મોટું વિચારવાની હિંમત રાખે છે, અડગ વિશ્વાસ સાથે દેશમાં જ રોકાણ કરે છે. ગૌતમભાઈ અદાણી એ જ ચેતનાનું પ્રતિનિધિત્વ કરે છે. તેમની સફર એ વાતની પ્રતીતિ કરાવે છે કે જો સપનાઓને શિસ્ત, સમર્પણ અને રાષ્ટ્રપ્રેમ સાથે જીવવામાં આવે, તો તે વૈશ્વિક વાસ્તવિકતા બની શકે છે. સફળ નેતૃત્વનું મૂલ્યાંકન માત્ર એ વાત પરથી નથી થતું કે તેમણે કેટલા મોટા પાયે નિર્માણ કાર્ય કર્યું છે, પરંતુ તેના દ્વારા કેવો વારસો ઊભો કરાયો છે તેના પરથી થાય છે. જે સંસ્થાઓ રાષ્ટ્રની ક્ષમતાઓને મજબૂત કરે છે, લોકોના જીવનધોરણમાં સુધારો લાવે છે અને પ્રગતિની નવી તકોનો વિસ્તાર કરે છે, તે કાયમી છાપ છોડી જાય છે. એ દૃષ્ટિએ ગૌતમભાઈની સફર ભારતના વિકાસની ભવ્ય ગાથાનો એક અવિભાજ્ય હિસ્સો છે. એક તબક્કે સંપત્તિ વેચીને કંપની બચાવી, આજે 30 હજાર કરોડ નેટવર્થ, 8 વર્ષની વયે પંકજભાઈએ પિતાની દવા ફેક્ટરીમાંથી બિઝનેસ શીખ્યા આઝાદી પછી લાંબા સમય સુધી દેશનો ફાર્મા ઉદ્યોગ માત્ર ઓછી કિંમતની જેનરિક દવાઓ બનાવવા અને તેના માર્કેટિંગ મોડલ પર જ નભતો હતો. વિકાસની તકો મર્યાદિત હતી. ટેલેન્ટથી લઈને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધીના મોરચે સંસાધનોની અછત હતી. એવા કપરા સમયમાં પંકજભાઈ જેવા વિઝનરી ઉદ્યોગસાહસિકે વિકાસના એવા નવા દ્વાર ખોલ્યા, જેનાથી માત્ર એક કંપનીને જ નહીં, પરંતુ સમગ્ર ભારતીય ફાર્મા સેક્ટરને એક નવી ઊંચાઈ મળી. રિસર્ચ અને ઈનોવેશનને એક સંસ્થાકીય સ્વરૂપ આપીને પંકજભાઈએ સંશોધન, બાયોલોજિક્સ અને વેક્સિન જેવા ક્ષેત્રોમાં સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે રોકાણ કર્યું. પરિણામે, ઝાયડસે હેલ્થકેર ક્ષેત્રે વ્યાપ વિસ્તાર્યો અને સફળતાના શિખરો સર કર્યા. આ સિદ્ધિઓએ માત્ર પંકજભાઈની દૂરદર્શિતાને જ સાબિત નથી કરી, પરંતુ વૈશ્વિક ફલક પર ભારતીય ફાર્મા ઉદ્યોગની તાકાતનો અહેસાસ પણ કરાવ્યો છે. અગ્રણી ઉદ્યોગપતિ હોવા છતાં તેઓ દરેક વ્યક્તિ માટે અત્યંત સહજતાથી ઉપલબ્ધ હોય છે. તેમની સાથે વર્ષોથી કૌટુંબિક અને વ્યવસાયિક સંબંધો દરમિયાન મેં તેમને હંમેશાં ઊર્જાવાન અને સકારાત્મક જોયા છે. તેમની અજોડ બિઝનેસ સ્પિરિટ, વૈજ્ઞાનિક જિજ્ઞાસા અને સતત શીખતા રહેવાનો ખુલ્લો અભિગમ અન્યો માટે પ્રેરણારૂપ છે. પંકજભાઈ માત્ર બિઝનેસમેન નથી, પરંતુ એવા લીડર છે જેમના વ્યક્તિત્વમાં સર્વસમાવેશકતા છલકાય છે. મહંત સ્વામી કૃષિ વિજ્ઞાનમાં સ્નાતકની પદવી ધારક છે. મારે બ્રહ્મલીન પ્રમુખસ્વામી બાપાનો ઘણો અનુભવ રહ્યો. પ્રસંગોપાત મળવાનું થતું. ‘BAPS' સંસ્થાને આટલી ઊંચાઈ આપ્યા પછી પણ સાવ વિનમ્ર રહેવું એ ભગવદ્કૃપા છે. પૂ. પ્રમુખસ્વામી બાપાના નિર્વાણ પછી પૂ. મહંતસ્વામી બાપા એ સ્થાન પર બિરાજ્યાં. પૂ. બાપાને અવારનવાર મળવાનું થતું. તેઓ પણ સાવ સહજ અને મૌન તથા અસાધારણ હોવા છતાં સાવ સાધારણ જીવનના મહાપુરુષ જણાયાં. મહુવા પધાર્યાં ત્યારે મળવા ગયેલો. ખૂબ જ પ્રેમથી બધાને મળે અને ખબર-અંતર પૂછે, શુભભાવના પ્રગટ કરે. આવા મહાપુરુષ વિશે કંઈ લખવું પરંતુ કોઈ પણ મહાપુરુષ ‘લખવા' જોઈએ એટલે કે જાણી લેવા જોઈએ. એમનાં વિશે કલમથી શું લખી શકાય? આ બહાને પૂજ્ય મહંત સ્વામી બાપાને યાદ કરવાનો અવસર મળ્યો એનો આનંદ. પૂ. બાપાને પ્રણામ! દિવ્ય ભાસ્કર અખબારના આ વિચાર માટે અભિનંદન! સર્વભૂત હિતાય, સર્વભૂત સુખાય અને સર્વભૂત પ્રિતાય. જે જે સદ્પ્રવૃત્તિ થાય એ માટે મારી સદૈવ પ્રસન્નતા અને પ્રભુ પ્રાર્થના. બિમલ પટેલ આર્કિટેક્ટ નહીં વિજ્ઞાની બનવા માગતા હતા. શહેરી આયોજનની વાતોનો પાર નથી. એકની એક વાતો વારંવાર થાય છે. પણ અમુક એવા પણ હોય છે જેમની પાસે સમસ્યાની સમજ ઉપરાંત સ્થિતિ સુધારવા શું કરી શકાય એનો સ્પષ્ટ જવાબ હોય છે. અને એમાં પણ અમુક એવા હોય છે જે વિચારોને વાસ્તવિકતામાં ફેરવી શકે છે. મોટા શહેરી પ્રોજેક્ટ્સને જમીની સ્તરે ઉતારી શકે છે. રસ્તા પર ટ્રાફિક જામ થાય ત્યારે એક જણ કારમાંથી બહાર આવીને ટ્રાફિક મેનેજ કરે છે. આવી જ સ્થિતિ યુનિવર્સિટીઓમાં પણ હોય છે. પરંપરાઓ, વર્ષો જૂની પદ્ધતિનો જામ હોય છે. શિક્ષણને નવી દિશા આપવી સામાન્ય માણસનું કામ નથી. આવી ક્ષમતા ક્યારે આવે? કાબેલિયતનો મોટો હિસ્સો જન્મજાત હોય છે. સારું શિક્ષણ, વ્યાવસાયિક અનુભવ પણ મહત્ત્વનો. સાથે જિજ્ઞાસા અને સર્જનાત્મકતાના બીજ માતા-પિતાના વારસામાંથી મળે છે. જીવનસાથી પણ એટલા જ સમજુ હોય. જ્યારે સંતાનો પણ તમારા જુસ્સાને પારખીને પડખે ઉભા રહે તો એનાથી મૂલ્યવાન બીજું કશું નહીં. આવી જ એક પ્રતિભા છે - બિમલ પટેલ. બુમરાહ બોલર નહીં બેટ્સમેન બનવા માગતો હતો. જસપ્રિત ઘરની દિવાલોના ખૂણે બોલિંગ કરીને યોર્કરની પ્રેક્ટિસ કરતો હતો વર્ષ 2016-17ની રણજી ટ્રોફી સિઝનની ગુજરાત અને ઝારખંડ વચ્ચેની સેમિફાઇનલ મેચ હતી. ઝારખંડે જીતવા માટે 235 રન કરવાના હતા. હું ટેન્શનમાં હતો. ત્યારે એ મારી પાસે આવ્યો અને કહ્યું, ‘ભાઈ આપ ટેન્શન મત લો, મુઝ પર છોડ દો.’ એ પછી 14 ઓવરમાં 6 વિકેટ ખેરવીને તેણે ગુજરાતને જીત અપાવી. એ બોલર એટલે જસપ્રિત બુમરાહ. જસપ્રિત જ્યારે MRF પેસ ફાઉન્ડેશનમાં ગયો ત્યારે ત્યાં બધા એક સરખી એક્શન સાથે પ્રેક્ટિસ કરી રહ્યા હતા. જસપ્રિતની એક્શન સાવ અલગ હતી. આ યુનિક એક્શનના કારણે શરીર પર વધારે ભાર પડે છે અને ઇન્જરીના ચાન્સ વધી જાય છે. તેના કારણે ફાઉન્ડેશનમાં તેને પોતાની એક્શન બદલવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારે એણે મને ફોન કર્યો અને આખી વાત કહી. મેં માત્ર એક સવાલ પૂછ્યો, શું તને તારા એક્શન પર ભરોસો છે? અને તેણે સહેજ પણ વિચાર્યા વગર 'હા' પાડી. બસ, અમારી વચ્ચે આટલી જ વાત થઈ અને મેં તેને પાછા આવી જવા કહ્યું. પરત આવીને તેણે પોતાની એ જ એક્શન સાથે પ્રેક્ટિસ ચાલુ રાખી અને તેમાં સુધાર લાવતો ગયો. ઈજાના જોખમ છતાં તેણે એક્શન બદલી નહીં. આજે એ તેની સૌથી મોટી તાકાત છે. ગુજરાતના ઉદ્યોગ જગતમાં કેટલાક નામ ઉત્પાદન ક્ષમતાથી ઓળખાય છે, કેટલાક નિકાસથી અને કેટલાક એવા હોય છે જેમની અસર સમગ્ર સેક્ટરની દિશા, બ્રાન્ડ વિચાર અને ઇન્ડસ્ટ્રીઅલ કલ્ચર પર દેખાય છે. અરવિંદ લિમિટેડના સંજય લાલભાઈ આવા જ એક ઉદ્યોગપતિ છે, જેમની ઓળખ માત્ર એક ટેક્સટાઈલ કંપનીના પ્રમુખ પૂરતી મર્યાદિત નથી, પરંતુ ભારતના ટેક્સટાઈલ અને અપેરેલ સેક્ટરને વૈશ્વિક સ્પર્ધાની દિશા આપવા સાથે જોડાયેલી છે. તેમણે અરવિંદ કંપનીને પરંપરાગત કાપડ ઉદ્યોગથી આગળ વધારીને ટેક્સટાઈલ, ડેનિમ, અપેરેલ, બ્રાન્ડ રિટેલ અને એડવાન્સ્ડ મટીરિયલ્સ આધારિત વૈવિધ્યસભર સમૂહ તરીકે મજબૂત કર્યું છે. તેમની લીડરશીપમાં સ્પષ્ટ દેખાયું છે કે તેમનું વિઝન માત્ર મેન્યુફેક્ચરિંગ પૂરતું મર્યાદિત નથી, પરંતુ વેલ્યુ એડિશન, બ્રાન્ડિંગ અને વૈશ્વિક સ્કેલ પર આધારિત છે. તેમની સેન્સના કારણે આજે ડેનિમ ઉત્પાદનમાં અમદાવાદ મોખરે છે, 90ના દસકામાં કંપની દેવામાં હતી, આજે 13 હજાર કરોડથી વધારે નેટવર્થ સંજયભાઇના નેતૃત્વમાં કંપનીએ ડેનિમ ઉત્પાદન મોટા પાયે શરૂ કરી ભારતને વૈશ્વિક ટેક્સટાઈલ સપ્લાય ચેનમાં ઓળખ અપાવી. તેનાથી અરવિંદની છબી માત્ર મિલ તરીકે નહીં, પરંતુ એક ગ્લોબલ ટેક્સટાઈલ પ્લેયર તરીકે બની.માત્ર મેન્યુફેક્ચરિંગ સુધી મર્યાદિત ન રહેતા સંજયભાઇએ ફેશન બ્રાન્ડ્સ, રિટેલ નેટવર્ક પર ભાર મૂક્યો. અમદાવાદને ભારતનું ઐતિહાસિક ટેક્સટાઈલ હબ કહેવાતું રહ્યું છે. અરવિંદ જેવી કંપનીએ આ ઓળખને નવી મજબૂતી આપી. ખૂબ ઓછા ઉદ્યોગપતિઓ એવા હોય છે જે ફેક્ટરી અને ફેશન બંનેની ભાષા સમજતા હોય. તેમણે ટેક્સટાઈલ એન્જિનિયરિંગ, ડિઝાઇન થિંકિંગ અને ગ્રાહકોના ટ્રેન્ડ્સને સાથે રાખ્યા, એ જ સંજયભાઇની તાકાત રહી છે. આના કારણે અરવિંદ માત્ર એક ઉત્પાદક કંપની તરીકે નહીં, પરંતુ લાઇફસ્ટાઇલ અને ફેબ્રિક ઇનોવેશન બ્રાન્ડ તરીકે ઉભરી આવી છે. તેમની ભૂમિકા માત્ર કોર્પોરેટ લીડર પૂરતી નથી રહી, શિક્ષણ, ઔદ્યોગિક સંસ્થાઓ અને નીતિ વિષયક ચર્ચાઓમાં તેમની ભાગીદારીએ ઔદ્યોગિક નેતૃત્વની ઓળખ આપી. ગુજરાતના ઉદ્યોગ જગતમાં સંજય લાલભાઈની છબી પ્રભાવશાળી રહી છે કારણ કે તેમનું યોગદાન માત્ર કંપનીના વિસ્તરણ પૂરતું સીમિત નથી રહ્યું. ઇન્ડસ્ટ્રીઅલ સ્કેલ, ડિઝાઇન-ડ્રિવન વિચારસરણી અને સંસ્થાગત નેતૃત્વએ તેમને ભારતના અગ્રણી ટેક્સટાઈલ ઉદ્યોગપતિઓમાં એક અલગ ઓળખ આપી છે. હી ઇઝ ક્લોઝ ટૂ માય હાર્ટ. પદ્મશ્રી, પદ્મભૂષણ ડૉ.તેજસ પટેલ મારા ગાઢ મિત્ર છે. એક એવા કાર્ડિયોલોજીસ્ટ જેમના પ્રત્યે મને અસીમ માન છે. તેમના પિતાશ્રી ડૉ.મધુભાઈ પટેલ પ્રમુખસ્વામી મહારાજના કાર્ડિયોલોજીસ્ટ હતા. નાનકડા તેજસ પટેલ બારમા ધોરણમાં ખૂબ ઊંચા માર્ક્સ લાવ્યા હતા અને પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરવા એક વિદ્યાર્થી તરીકે આવ્યા ત્યારે અમારા સંતોની સભામાં તેમનું સન્માન થયું હતું. ત્યારે એમની સાથે જે થોડીઘણી ચર્ચા થઈ હતી ત્યારે ધેર વૉઝ અ ફાયર ફોર નોલેજ ઇન હીઝ આઇઝ એન્ડ પેશન ફોર ટ્રુથ ઇન હીઝ હાર્ટ. એમની આંખમાં મેં જ્ઞાન માટેનું તેજ નિહાળ્યું હતું. તેમનામાં સત્ય માટેની જિજિવિષા છે જે મેં ત્યારે અનુભવી હતી. કાંડાની નસથી એન્જિયોપ્લાસ્ટીને લોકપ્રિય બનાવી. એશિયાના પહેલા ડૉક્ટર છે જેમને USની મેયો ક્લિનિકે વિઝિટિંગ પ્રોફેસર બનાવ્યા હતા. આજે દાયકાઓ બાદ અત્યંત સફળ ડૉક્ટર બન્યા પછી તેમનામાં એ તેજ જણાય છે. હી ઇઝ અ સ્ટુડન્ટ ફોરેવર. તેઓ આજીવન વિદ્યાર્થી છે. ઘણા લોકો ઊંચી પદવી પર આવ્યા પછી બીજાના તારણો પર આગળ વધતા હોય છે. જેમાં ખોટું નથી પણ તેજસ આજીવન વિદ્યાર્થી છે. અનેક ઈલકાબો જીત્યા પછી, દુનિયાભરની હોસ્પિટલોમાં વિઝિટિંગ ડૉક્ટર રહી ચૂક્યા પછી અને હજારો સર્જરીઓ કર્યા પછી પણ તેઓ વિદ્યાર્થી છે. તેઓ ઓપન માઇન્ડેડ છે, દર્દીને સારી ટ્રીટમેન્ટ પર તેમનું ફોકસ રહે છે, મંદિરો માટે સમય મળતો નહીં હોય પણ તેઓ ઊંડા સ્પિરિચ્યુઅલ છે તેજસભાઈ હૃદયથી યુવાન છે, જે એક દૂર્લભ ગુણ છે. હી ઇઝ યંગ એટ હાર્ટ, ક્યુરિયસ એન્ડ કૉન્ફીડન્ટ. જેથી તેઓ સતત આગળ વધતા રહે છે. બીજું મેં તેજસભાઈના જીવનમાં જોયું છે કે તેઓ જ્યાં સુધી શ્રેષ્ઠ આપે નહીં ત્યાં સુધી થાકતા નથી. હી ડઝ નૉટ રેસ્ટ ટીલ હી ગિવ્સ હીઝ બેસ્ટ. જ્યારે ટેલિરોબોટીક સર્જરીની પ્રોસેસ હતી. ઇન્ટરનેટ દ્વારા રોબોટિક માઇલો દૂરથી પોતાની હોસ્પિટલમાં સર્જરી કરવાની હતી ત્યારે તેમણે ગાંધીનગર અક્ષરધામમાં રહીને સર્જરી કરી એમાં પણ તેઓ પર્ફેક્શનિસ્ટ હતા. અને ખૂબ મહેનત કરી. ત્રીજી વાત, તેજસભાઈના લાઇફમાં જોવા મળે છે. હી હેઝ સેવ્ડ થાઉઝન્ડ્સ ઑફ હાર્ટ્સ એન્ડ સેક્રીફાઇસ હીઝ ઑન હાર્ટ ફોર ધ ગુડ ઑફ હ્યુમન પ્રોગ્રેસ. તેઓ મેન ઑફ ફ્યૂ વર્ડ છે અને પોતાના કામમાં ફોકસ્ડ છે. પણ ડીપ કમ્પેશન ધરાવે છે. જરૂરિયાતમંદ લોકો માટે જીવનનો ઘણોબધો સમય આપ્યો છે. તે કોઈ માન કે હોદ્દા માટે નહીં. તેમની પાસે પદ્મશ્રી, પદ્મભૂષણ તો છે જ. તેઓ પૈસા કે નફા માટે નહીં પણ મેડિકલ વર્લ્ડની લીગસી માટે કરે છે. તેમણે પટેલ પ્રોસિડર ઇન્વેન્ટ કરી છે. જેમાં રેડિયલ આર્ટરીમાંથી એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી કરવી. તેજસ ઑપન માઇન્ડેડ છે. અને એટ ધ એન્ડ ઑફ ધ ડે દર્દીને સારામાં સારી ટ્રીટમેન્ટ મળે અને તેમનો અનુભવ સારો રહે એમના પર એમનું ફોકસ હોય છે. તેમની લાઇફસ્ટાઇલમાં ધર્મ કે મંદિરો કે આધ્યાત્મિકતા માટે સમય નહીં મળતો હોય પણ એમના વિચારો ઊંડા સ્પિરિચ્યુઅલ છે. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજને તેમના પર્સનલ કાર્ડિયોલોજીસ્ટ તરીકે ટ્રીટ કરતા અને સ્વામીશ્રી માટે છેક રોબિન્સવિલ જવાનું થયું અને બાપાની ઈચ્છા હતી એટલે તેમણે રીસ્ક લઈને પણ પ્લેનની જર્ની કરી અને ત્યાં અક્ષરધામના ખાતમુહૂર્ત માટે તેમણે સમય આપ્યો હતો. પણ જ્યારે પ્રમુખ સ્વામી મહારાજે અંતિમ શ્વાસ લીધા એ વખતે મેં ફોન કરીને અંતિમ દર્શન માટે કહ્યું તો તેજસે સ્પષ્ટ ના પાડી અને કહ્યું મારા મનમાં પ્રમુખ સ્વામી મહારાજની જે છબી છે એ મને પ્રિઝર્વ કરવા દો. મારે અંતિમ દર્શન કરવા નથી. જે હસતા રમતા, આશીર્વાદ આપતા પ્રમુખ સ્વામી છે એ મારે પ્રિઝર્વ કરવા છે. તો પણ મેં આગ્રહ કર્યો તો એમણે કહ્યું કે મેં ઘણાબધા મોટા માણસોના અંતિમ ચહેરા જોયા છે અને મને બહુ જ આઘાત લાગેલો છે છતાં મનને તૈયાર કરીને સાળંગપુર આવ્યા અને પ્રમુખ સ્વામી મહારાજના દિવ્ય દેહના દર્શન કર્યા તો તેમનું મન બદલાઈ ગયું અને કહ્યું એટલા બધા બ્રાઇટ એટલા ફ્રેશ લાગે છે કે મને લાગે છે હમણાં બોલશે. જો મારે ત્રણ વાક્યમાં તેજસ પટેલના વ્યક્તિત્વનો સાર કહેવો હોય તો કહીશ કે હી ઇઝ અ સ્ટુડન્ટ ફોરેવર, હી હેઝ સેક્રીફાઇસ્ડ હીઝ ઑન હાર્ટ ફોર ધ ગુડ ઑફ મેડિકલ પ્રોફેશન એન્ડ થર્ડ, હી ઇઝ અ કમ્પેશનેટ ડૉક્ટર હુ ફીલ્સ ધ પ્રેઝન્સ ઑફ ડિવિનિટી ઇન હેલ્પિંગ. મને તેમના માટે અત્યંત માન છે કારણ કે જેમના પ્રત્યે મને અત્યંત સ્નેહ છે એવા પ્રમુખ સ્વામી મહારાજની તેમણે કાળજી રાખી હતી. આ જ કારણોસર મને તેજસ પ્રત્યે વિશેષ સ્નેહ છે. લોકશાહીમાં રાજકીય નેતૃત્વ દૃષ્ટિ અને સંકલ્પ પૂરો પાડે છે પણ ફાઇલો તળે છુપાયેલા વિચારોને રાષ્ટ્રવ્યાપી નીતિઓમાં બદલવાનું પડકારજનક કામ વહીવટીતંત્રના ખભે હોય છે. 1981ની બેચના ગુજરાત કેડરના આઇએએસ અધિકારી ડૉ.હસમુખ અઢિયા એવા ઇન્સ્ટિટ્યૂશન બિલ્ડર છે જેમણે પ્રચારથી દૂર રહીને દેશના આર્થિક અને વહીવટી માળખાને નવો ઓપ આપ્યો. ડૉ.અઢિયાનું વહીવટી દર્શન હંમેશાં પ્રોસેસ અને પરિણામલક્ષી રહ્યું છે. વર્ષ 2003થી 2006 દરમિયાન તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ તરીકે તેમણે ભૂકંપ પછીના પુનર્વસન અને ‘વાઇબ્રન્ટ ગુજરાત’ જેવા સંમેલનોમાં પ્રમુખ ભૂમિકા ભજવી હતી. સરકારી તંત્રની માનસિકતા બદલવા માટે તેમણે ‘કર્મયોગી અભિયાન' શરૂ કરાવ્યું, જેણે 5 લાખ કર્મચારીઓને પ્રજાના સેવક બનવાની પ્રેરણા આપી. મંત્રીઓ-અમલદારો વચ્ચે મુક્ત સંવાદ માટે ગેજેટ-મુક્ત ‘ચિંતન શિબિર'ની અનોખી પહેલ પણ તેમણે જ કરી હતી. હસમુખ અઢિયાએ મેનેજમેન્ટમાં યોગની અસર પર પીએચડી પણ કર્યું છે. મહેસૂલ સચિવ તરીકે પારદર્શિતા માટે અંગત ઇ-મેલ એડ્રેસ જાહેર કર્યું હતું. એપ્રિલ 2008થી જાન્યુઆરી 2013 સુધી રાજ્યના શિક્ષણ સચિવ તરીકેનો તેમનો કાર્યકાળ ઐતિહાસિક હતો. તેમના નિર્ણયોને કારણે શાળાઓમાં ડ્રોપઆઉટ રેટ જે 2001માં 205% હતો, જે ઘટીને 2010-11 સુધીમાં માત્ર 2.09% રહી ગયો. વંચિત વિસ્તારોના બાળકો વૈશ્વિક સ્તરે હરીફાઈ કરી શકે તે માટે તેમણે સરકારી અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરાવીને ભાષાકીય ખાઈને પૂરવાનું કાર્ય કર્યું હતું. જીએસટી લાગુ કરવા માટે તેમણે 60 હજાર કર્મચારીને તાલીમ આપી. અરૂણ જેટલીએ તેમની ત્રુટિહીન પ્રમાણિકતાના વખાણ કર્યા હતા નવેમ્બર 2014માં કેન્દ્ર સરકારમાં નાણાકીય સેવા વિભાગના સચિવ તરીકે નિયુક્ત થયા બાદ તેમણે એનપીએથી ઘેરાયેલી બેન્કિંગ સિસ્ટમને બેઠી કરવા જ્ઞાન સંગમ અને ઇન્દ્રધનુષ જેવી વ્યાવસાયિક વ્યૂહરચનાઓ બનાવી. ગરીબોને આર્થિક મુખ્યધારા સાથે જોડવા માટે પ્રધાનમંત્રી જન ધન યોજના, સામાજિક સુરક્ષા વીમા યોજનાઓ, અટલ પેન્શન યોજના અને નાના ઉદ્યોગ સાહસિકો માટે મુદ્રા યોજનાનું સફળ આયોજન તેમના જ માર્ગદર્શન હેઠળ થયું હતું. સપ્ટેમ્બર 2015માં મહેસૂલ સચિવ બન્યા બાદ ડૉ. અઢિયાએ ભારતના કર માળખાનો ઇતિહાસ બદલી નાખ્યો. 1 જુલાઈ 2017ના રોજ દેશમાં 'એક રાષ્ટ્ર, એક કર' એટલે કે જીએસટી લાગુ કરવાનું જટિલ પ્રશાસનિક કાર્ય તેમણે સંભાળ્યું. આ માટે તેમની ટીમે 60,000થી વધુ અધિકારીઓને તાલીમ આપી અને 4,000 થી વધુ વર્કશોપ કરી હતી. આઈઆઈટી બેંગલોરના ગોલ્ડ મેડલિસ્ટ ડૉ. અઢિયા યોગમાં પીએચ.ડી. છે. કર્મયોગમાં માનતા અને લૉ-પ્રોફાઇલ અને અતિ-શિસ્તબદ્ધ અધિકારીએ મોટા આર્થિક તોફાનો વચ્ચે પણ પોતાની માનસિક સ્થિરતા જાળવી રાખી હતી. પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીએ પણ તેમની પ્રખર ક્ષમતા અને ત્રુટિહીન પ્રામાણિકતાના વખાણ કર્યા હતા. નવેમ્બર 2018માં કેન્દ્રીય નાણા સચિવ તરીકે નિવૃત્ત થયા બાદ પણ તેમની સેવાઓ ચાલુ જ છે. તેઓ બેંક ઓફ બરોડાના ચેરમેન રહી ચૂક્યા છે અને હાલમાં ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના ચાન્સેલર, ગિફ્ટ સિટી, જીએસીએલ અને જીએમડીસીના અધ્યક્ષ તેમજ જાન્યુઆરી 2023થી ગુજરાતના મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર તરીકે રાજ્યના વિકાસને નવી વૈશ્વિક ઊંચાઈઓ આપી રહ્યા કેટલાક વેપાર કરે છે, કેટલાક કંપનીઓ બનાવે છે. પણ ઘણા ઓછા એવા હોય છે જે પોતાની આસપાસના લોકોના વિચારોના સ્તરને બદલી દે છે. સુધીરભાઈ મહેતા આવી જ વ્યક્તિ છે. મેં એમને માત્ર મોટાભાઈ તરીકે નહીં પણ માર્ગદર્શક તરીકે જોયા છે. તેમના માટે સફળતા માત્ર આંકડામાં નથી પણ વારસામાં ઝળકે છે. તેઓ એવા લોકોમાં સામેલ છે જે પ્રતિકૂળ સંજોગોમાં પણ શાંત રહી શકે છે. જ્યારે પરિસ્થિતિઓ વિપરીત હોય, બજારમાં અનિશ્ચિતતા હોય, નિર્ણયો જોખમ ભરેલા હોય એવા સંજોગોમાં પણ સુધીરભાઈ ક્યારેય ડગ્યા નથી. તેમને એક જ વિશ્વાસ હોય છે કે નિયત સાફ હોય, મજબૂત તૈયારી હોય અને લાંબી દૃષ્ટિ હોય તો કોઈપણ પડકાર મોટો હોતો નથી. તેઓ સફળતાને અંતિમ લક્ષ્ય માનતા નથી. તેઓ હંમેશા પૂછે છે, ‘હવે પછી શું?, ભાવિ પેઢી માટે આપણે શું છોડીને જઈ રહ્યા છીએ? આ જ કારણોસર ટોરન્ટ માત્ર ઉદ્યોગ સમૂહ નહીં પણ વિશ્વાસપાત્ર નામ બન્યું છે. તેમણે શીખવ્યું છે કે વેપારનું ખરું મૂલ્ય નફો નહીં પણ લોકોનો વિશ્વાસ છે. તેમણે 2024માં આરોગ્ય-શિક્ષણ માટે 5 હજાર કરોડ દાન આપ્યું હતું. 90ના દાયકામાં અમદાવાદ, સુરતની ઇલેક્ટ્રિસિટી કંપની હસ્તગત કરી હતી. સુધીરભાઈને દેખાડો પસંદ નથી. તેમના નિર્ણય દિશા નક્કી કરે છે. તેઓ ક્યારેય પોતાને કેન્દ્રમાં નથી રાખતા પણ દરેક સફળતામાં તેમના વિચાર જરૂર કેન્દ્રમાં હોય છે. તેઓ એ વિશ્વાસનું નામ છે જેણે સાબિત કર્યું છે કે વિનમ્રતા અને દૂરદૃષ્ટિ સાથે-સાથે ચાલી શકે છે અને શાંત લોકો પણ ઈતિહાસ બદલી શકે છે. અને લોકોને મોટું વિચારવાની પ્રેરણા આપે એ જ ખરો પ્રભાવ છે. મોરારીબાપુ એટલે શ્રીરામચરિત માનસનો પર્યાયવાચી શબ્દ. પૂજ્ય બાપુએ સંપૂર્ણ જીવન રામાયણના સ્વાધ્યાયમાં, રામકથાના ગાયનમાં અને રામકથા દ્વારા જનજાગરણ અને જનજનનો ભગવાન રામ પ્રત્યે અનુરાગ વધે એ માટે આપ્યું છે. એક સમય એવો હતો કે કથા-વાર્તા એટલે વિશેષ કરીને વૃદ્ધો અને વડીલો માટે થઈને કરવાની પ્રવૃત્તિ. પરંતુ આજના સમયમાં યુવાનો કથામાં બેસતા હોય છે. રામાયણનો પાઠ કરે છે. હનુમાન ચાલીસા, ભુસુંડી, માનસરામાયણનો પાઠ કે સુંદરકાંડનો પાઠ કરતા થયા છે. યુવાનોમાં કથામંડપ સુધી આવવાનું આકર્ષણ થયું હોય તો એનો બહુ મોટો શ્રેય મોરારીબાપુને ફાળે જાય છે. શરૂઆતમાં શિક્ષક હતા. પછી લોકશિક્ષક બન્યા. કથાના માધ્યમથી દેશ અને વિદેશમાં સતત પ્રવાસ કર્યો અને આજે 79-80 વર્ષની વયે પણ થાક્યા વિના સતત રામકથા દ્વારા સત્ય, પ્રેમ અને કરુણાનો સંદેશ જનજન પહોંચાડી રહ્યા છે. કથા બધા જ સીમાડાઓને ઓળંગી અને ખરા અર્થમાં વિશ્વના ખૂણે ખૂણે પહોંચી છે પૂજ્ય બાપુની પ્રસન્નતા, પૂજ્ય બાપુની મર્યાદા અને એમના વ્યવહારની પરિપક્વતા આ બધી જ બાબતો શીખવા જેવી છે. અમારે ત્યાં સાંદીપનિમાં પણ પૂજ્ય બાપુને મેં પ્રાર્થના કરી એ પછી પૂજ્ય બાપુએ ભગવાન શ્રીહરિના સાનિંધ્યમાં નવ દિવસ રામકથાનું ગાયન કર્યું હતું અને માનસ હરિમંદિર વિષયને લઈને ખુબ જ સુંદર કથન થયું. સાંદીપનિના ઈતિહાસમાં એ પણ એક યાદગાર પ્રસંગ છે. બાપુની સહજતા, બાપુની સરળતા અને એમનું સ્નેહપૂર્ણ વ્યક્તિત્વ સ્વાભાવિક રીતે લોકોને આકર્ષે છે. એક વિનોદની વાત છે. પૂજ્ય બાપુ અને અમે બધા એક જગ્યાએ પ્લાસ્ટિકની ખુરશી પર બેઠા હતા. અમે જ્યાં બેઠા હતા એ જગ્યા ઉબડખાબડ હતી. પૂજ્ય બાપુ જે ખુરશી પર બેઠા હતા એ ખુરશી હલતી હતી. તો કોઈએ બાપુને જરા દૂર ખસી જવા અથવા ખુરશી બદલી નાખો એમ કહ્યું કારણ કે ખુરશી સ્થિર નથી. તો પૂજ્ય બાપુએ વિનોદમાં કહ્યું, ‘હું જ નહીં હલું’. આ વાત નાની વિનોદની છે. પણ એમાં સહજતા અને એમના દ્વારા જે સંદેશ મળે છે એ પણ એટલો જ મહત્ત્વનો છે. પૂજ્ય બાપુ કોઈપણ પરિસ્થિતિમાં હલ્યા કે ડગ્યા નથી. કોરોના વખતે એકપણ શ્રોતા વિના તલગાજરડામાં રામકથા કરી હતી. મોરારીબાપુએ આપત્તિઓ, દુ:ખદ ઘટનાઓ વખતે કરોડોનું દાન પણ કર્યું. કથાકાર મિલન ‘ત્રિવેણી’નું આયોજન થતું હોય છે. એકાદ વર્ષે ત્રિવેણીનું આયોજન સાંદીપનિમાં પણ થયું અને ત્યારે સતત પાંચ દિવસ પૂજ્ય બાપુ સાંદીપનિમાં બધા કથાકાર સાથે રહ્યા હતા. એ ત્રિવેણીમાં પણ પૂજ્ય બાપુનું માર્ગદર્શન સૌને મળ્યું હતું. પૂજ્ય કૃષ્ણશંકરદાદાજી જેવા પરમ ભાગવત પુરુષનું શરીર જ્યારે શાંત થયું અને એમના અંતિમ સંસ્કારમાં બેઠા હતા ત્યારે મેં પૂજ્ય બાપુને પૂછ્યું, ‘બાપુ આ કયો અધ્યાય પૂરો થયો?’ એટલે બાપુના મુખમાંથી સહજતાથી નીકળ્યું, ‘મોક્ષ સન્યાસયોગ’. રામકથા એની એ જ છે. પણ આટલા વર્ષોમાં સતત એ જ કથાના કોઈને કોઈ વિષયને લઈને દરેક કથામાં નવુ ચિંતન પૂજ્ય બાપુ દ્વારા શ્રોતાઓને પ્રાપ્ત થતું રહે છે. અંગ્રેજીમાં જેને આપણે ક્રિએટીવીટી કહીએ. નવું નવું વિચારવાનો નવોન્મેષ. એ અન્યને માટે ખરેખર આદર્શરુપ છે. લોકશિક્ષક તરીકે જનતાને લગતા અનેક પ્રશ્નોનું માર્ગદર્શન કથાઓ દ્વારા સતત પ્રાપ્ત થતું રહે છે. રાષ્ટ્રભક્તિની વાત રામભક્તિ સાથે વણાઈ જતી હોય છે. વાસ્તવમાં કથાકાર પોતાના જીવનમાં જે આપી શકે અને વ્યાસપીઠનું જે પ્રદાન હોય છે અને વ્યાસપીઠની ગરિમા કેવી હોય એ બ્રહ્મલીન પૂજ્ય ડોંગરેજી બાપજી કે પૂજ્ય બાપુ જેવા વક્તાઓના માધ્યમથી સમાજને સમજાય છે. આ મહાપુરુષોની વાણી કોઈપણ પ્રકારના જ્ઞાતિ-જાતિના કે કોમના ભેદ વિના સૌનું કલ્યાણ કરનારી હોય છે. અને એ જ સંતવાણીનું બિરુદ પામે છે. એ સંતત્વને મારા પ્રણામ. જય સિયારામ. જયનું મોટાભાગનું કાર્ય તાત્કાલિક કે ટૂંકાગાળાના પરિણામોની માનસિકતાથી દૂર રહીને ખૂબ લાંબાગાળાનું વિચારવાની અને આજે લેવામાં આવેલા નિર્ણયો વર્ષો પછી રમતને કેવી રીતે પ્રભાવિત કરી શકે છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવા પર છે. આ અભિગમ વિશેની મારી પોતાની સમજ ગુજરાત ક્રિકેટ એસોસિએશનમાં તેમની કામગીરીના આરંભિક વર્ષોથી જોડાયેલી છે, જ્યારે મારા પિતાજી અને તેમણે નજીકથી સાથે કામ કર્યું હતું. તે સમયે પણ માળખાગત સુવિધાઓ વિશેની ચર્ચાઓ સ્ટેડિયમ પૂરતી મર્યાદિત રહેતી હતી. માત્ર 35 વર્ષની વયે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન બન્યા. 2028ની ઓલિમ્પિક્સમાં ક્રિકેટને સામેલ કરવામાં મહત્ત્વની ભૂમિકા. જય શાહની જે વાત મને સૌથી વધારે પ્રભાવિત કરતી હતી તે એ હતી કે તેઓ એવી સમયરેખામાં વિચારતા હતા જે તાકીદના પડકારોથી ઘણી આગળ વધી જતી હતી. આજે જ્યારે ભૂતકાળમાં ડોકિયું કરું છું તો, તેમાંની કેટલીક ચર્ચાઓ તથા પહેલો ખાસ કરીને આ રમત કેવી રીતે વિકસી છે તેના પરિપ્રેક્ષ્યમાં કેટલી બધી સુસંગત લાગે છે. ભારતે 2025માં ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો, ત્યારે બધો શ્રેય યોગ્ય રીતે ખેલાડીઓને પ્રાપ્ત થયો હતો. પરંતુ એ ભૂલવું ન જોઈએ કે, વર્ષોવર્ષ સુધી પથસર્જન, માળખાગત સુવિધાઓના વિકાસ, મહિલા ખેલાડીઓને મળતા એક્સપોઝર અને વિકાસમાં કરાયેલા સાતત્યપૂર્ણ રોકાણનો પણ આટલી ભવ્ય સફળતામાં તેટલું જ યોગદાન છે.એ જ રીતે, પુરુષ અને મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો માટે સમાન મેચ ફી અને પછીથી મહિલા વૈશ્વિક ટૂર્નામેન્ટ માટે ઇનામી રકમ વધારવાના પ્રયાસો જેવા પગલાં, રમતના ભાવિ વિકાસમાં મહિલા ક્રિકેટને વધુ સંપૂર્ણ રીતે એકીકૃત કરવાના વ્યાપક પ્રયાસોને પરાવર્તિત કરે છે. છેલ્લા દાયકામાં મહિલા ક્રિકેટનો વિકાસ આ રમતના વિવિધ સ્તરની ઘણા વ્યક્તિઓના પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે અને જય શાહ તે સ્વરૂપને આકાર આપનારાઓમાં શિરમોર રહ્યા છે. હાયર એજ્યુકેશન ઈકોસિસ્ટમમાં નેતૃત્વને સામાન્ય રીતે રેન્કિંગ, સંસ્થાના વિસ્તાર કે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના આધારે માપવામાં આવે છે. પરંતુ સાચા એજ્યુકેશનલ લીડરની ઓળખ બધાથી અલગ છે. તે એ છે કે એે માણસોને કેટલી સારી રીતે સમજે છે, જટિલ બાબતોને કેટલી સરળ બનાવે છે. પ્રો.ભાસ્કર સિસ્ટમને અને માણસને ખુબજ બારીકાઈથી સમજે છે. અમદાવાદ ઉપરાંત રાયપુર, લખનઉ ત્રણે IIMમાં કામ કરવાનો અનુભવ. પ્રો.ભાસ્કર એઆઇ, સાઇબર સિક્યોરિટી વિશે પણ લખે છે. મેનેજમેન્ટ શિક્ષણના ક્ષેત્રે ભરત ભાસ્કર એવા લીડર્સમાં સામેલ છે જે AIના કારણે આવનારા પરિવર્તનને સ્પષ્ટ રીતે જોઈ રહ્યા છે. પ્રો. ભાસ્કર AIને માત્ર એક ટેક્નોલોજી ટ્રેન્ડ તરીકે નથી જોતા. તેઓ જાણે છે કે AI બિઝનેસ ઓર્ગેનાઈઝેશનની વિચારવાની, હાયરિંગ કરવાની, કામ કરવાની અને નિર્ણયો લેવાની પદ્ધતિને મૂળભૂત રીતે બેદલી રહ્યું છે. આ જ વિઝન IIM અમદાવાદના તાજેતરના નિર્ણયોમાં દેખાય છ. પછી ભલે તે AI-ફોકસ્ડ પ્રોગ્રામ્સ શરૂ કરવાના હોય, ટ્રાન્સલેશનલ AI રિસર્ચ હોય કે મેનેજમેન્ટ શિક્ષણમાં ટેક્નોલોજીકલ થિંકિંગનો સમન્વય કરવાનો હોય. શિક્ષણ, ઔદ્યોગિક સંસ્થાઓ માટે પણ તેમનું માતબર યોગદાન રહ્યું છે, તેમણે માત્ર ઉત્પાદન કરતી કંપની નહીં ફેબ્રિક બ્રાન્ડ સર્જી દીધી જો તમે મને દેશના અગ્રણી ટેક્નોલોજી થિંકર્સના નામ પૂછશો તો તેમાં પ્રો. રજત મૂનાનું નામ ચોક્કસપણે મોખરે હશે. પ્રો. મૂના એવા જૂજ શૈક્ષણિક લીડર્સની યાદીમાં આવે છે જેઓ પોલિસી, ડીપ ટેક્નોલોજી, સંસ્થાકીય પ્રણાલી અને માનવ વિકાસ જેવા તમામ વિષયો પર એકસરખી સહજતાથી વાત કરી શકે છે. રજત મૂનાની સૌથી મોટી તાકાત એ છે કે તેઓ ટેક્નોલોજીના બદલાતા પ્રવાહો મુખ્ય પ્રવાહમાં આવે તે પહેલાં જ તેને પારખી લે છે. મોટાભાગના લોકો પરિવર્તન સામે આવ્યા પછી પ્રતિક્રિયા આપે છે, પરંતુ રજત હંમેશાં સમય કરતાં એક ડગલું આગળ વિચારે છે. પ્રો.રજત મૂનાના નામે 18 પેટન્ટ છે, વિવિધ પુસ્તકો પણ લખ્યા છે. આ જ ફોરવર્ડ-લુકિંગ માઇન્ડસેટ પ્રો. મૂનાના નેતૃત્વમાં આઇઆઇટી ગાંધીનગરના ઝડપી વિકાસમાં સ્પષ્ટપણે દેખાય છે. આજે IIT ગાંધીનગર ભવિષ્યના પડકારો સામે લડવા માટે તૈયાર થઈ રહ્યું છે. કમ્પલસરી AI ફાઉન્ડેશન કોર્સ, ડિજિટલ ડિઝાઇન, ટ્રાન્સલેશનલ AI અને મેરિટાઇમ એન્જિનિયરિંગ જેવા પ્રોગ્રામ્સ આ વાતની સાબિતી છે. પ્રો.મૂના એઆઇને માત્ર િરસર્ચ પૂરતું મર્યાદિત નથી માનતા. પ્રો.મૂના માને છે કે માનવતા અને ટેકનોલોજી વચ્ચે સંતુલન જરૂરી છે. તેમણે પોતાનામાં કૂતુહુલથી પ્રેરાતો વિદ્યાર્થી સતત જીવંત રાખ્યો છે. પ્રો. સામાજિક સમસ્યાઓના ઉકેલમાં ટેકનોલોજી કેવી રીતે મદદરૂપ બની શકે એમ છે તેઓ એ પણ ચકાસે છે. સંસ્થાને ઊભી કરવામાં પ્રો.મૂનાની ક્ષમતા પ્રસંશનીય છે. જ્યારે તમે 17-18 વર્ષના વિદ્યાર્થીઓ સાથે કામ કરી રહ્યા હોવ ત્યારે તમે માત્ર ક્લાસરૂમ નહીં પણ એક ઇકોસિસ્ટ
    Click here to Read More
    Previous Article
    થરૂરે કહ્યું-જમ્મુ અને કાશ્મીરની સ્થિતિમાં સુધારો:ત્યાં મને પોઝિટિવ લાગ્યું, નારાજ કોંગ્રેસે કહ્યું- લોકોને મળીને સાચી હકીકત સમજો
    Next Article
    મહેસાણા આરોગ્ય વિભાગ એક્શન મોડમાં:પ્રિ-મોન્સૂન ચેકિંગમાં 1292 એકમોને નોટિસ; મચ્છરોનો નાશ કરવા જળાશયોમાં ગપ્પી માછલીઓ છોડાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment