Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    થરૂરે કહ્યું-જમ્મુ અને કાશ્મીરની સ્થિતિમાં સુધારો:ત્યાં મને પોઝિટિવ લાગ્યું, નારાજ કોંગ્રેસે કહ્યું- લોકોને મળીને સાચી હકીકત સમજો

    1 day ago

    કોંગ્રેસ સાંસદ શશિ થરૂર પોતાના નિવેદનને કારણે ફરી એકવાર પોતાની જ પાર્ટીના નિશાના પર આવી ગયા છે. ખરેખરમાં, થરૂરે 21 જૂને શ્રીનગર પ્રવાસ દરમિયાન જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા સાથે મુલાકાત કરી હતી. આ પછી તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું- અમે જમ્મુ-કાશ્મીરની સ્થિતિ અને તેમાં આવી રહેલા સુધારા વિશે વાત કરી. પડકારો હજુ પણ છે, પરંતુ આ પ્રવાસ પછી મને પહેલા કરતા વધુ સકારાત્મક લાગ્યું. થરૂરની આ પોસ્ટને લઈને કોંગ્રેસની અંદર જ વિરોધ શરૂ થઈ ગયો. જમ્મુ-કાશ્મીર કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રવિંદર શર્માએ કહ્યું કે થરૂરને કાશ્મીરના લોકોને પણ મળવું જોઈતું હતું, જેથી તેઓ જમીની પરિસ્થિતિને વધુ સારી રીતે સમજી શક્યા હોત. થરૂરનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે કોંગ્રેસ સતત કેન્દ્ર સરકાર પર જમ્મુ-કાશ્મીરમાં સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત ન કરી શકવાનો આરોપ લગાવતી રહી છે. પાર્ટી જમ્મુ-કાશ્મીરના રાજ્યનો દરજ્જો સમાપ્ત કરીને તેને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાનો પણ વિરોધ કરતી આવી છે. જ્યારે ભાજપે થરૂરના નિવેદનનું સમર્થન કરતા કોંગ્રેસ પર નિશાન સાધ્યું. પાર્ટી પ્રવક્તા અભિજીત જસરોટિયાએ કહ્યું કે કલમ 370 હટાવ્યા પછી પથ્થરમારાની ઘટનાઓ લગભગ બંધ થઈ ગઈ છે અને સરકારી આંકડાઓ અનુસાર છેલ્લા 18 મહિનામાં કોઈ પણ કાશ્મીરી યુવાન આતંકવાદી સંગઠનોમાં સામેલ થયો નથી.
    Click here to Read More
    Previous Article
    બંગાળમાં પૂર્વ TMC ધારાસભ્ય પર લોકોએ ઇંડા ફેંક્યા:પોલીસ સ્ટેશનની બહાર 'ચોર-ચોર'ના નારા લાગ્યા; પોલીસ કર્ણાટકથી પકડીને હુગલી લાવી
    Next Article
    ગુજરાતના 50 પ્રભાવશાળી ચહેરા!:રાજ્યના ઈતિહાસમાં પ્રથમવાર 25 પ્રભાવશાળી વ્યક્તિએ અન્ય 25 પ્રભાવશાળી વ્યક્તિત્વોના અજાણ્યા અને પ્રેરણાદાયી પાસા રજૂ કર્યા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment