Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં ખુલ્લી ગટરમાં ગાય ખાબકી:પાલિકાની બેદરકારીથી દસ દિવસથી ખુલ્લી ગટર, સ્થાનિકોએ બચાવી

    22 hours ago

    વેરાવળ શહેરમાં પ્રિ-મોન્સૂન કામગીરી બાદ ગટર ખુલ્લી રાખવાના કારણે પાલિકાની બેદરકારી સામે આવી છે. શહેરની મોટી શાક માર્કેટ નજીક જલારામ મંદિર પાસે એક ખુલ્લી ગટરમાં ગાય ખાબકી હતી. સ્થાનિકોએ ભારે જહેમત બાદ ગાયને સુરક્ષિત બહાર કાઢી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ગટર સફાઈ માટે ખોલવામાં આવેલી આ ગટર છેલ્લા દસ દિવસથી ખુલ્લી પડી હતી. ગાય ગટરમાં પડ્યા બાદ આસપાસ શાકભાજી વેચતા યુવાનો અને સ્થાનિકોએ મદદ કરી હતી. આ ઘટનાનો વીડિયો પણ સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, પાલિકા તંત્રની બેદરકારીને કારણે ગાય અને કૂતરા જેવા અબોલ પશુઓ વારંવાર આ ખુલ્લી ગટરમાં ખાબકી રહ્યા છે. સમયસર લોકોના ધ્યાને આવતાં તેમનો જીવ બચી જાય છે, પરંતુ મોટી દુર્ઘટના ટાળવા માટે તાત્કાલિક કાર્યવાહી જરૂરી છે. સ્થાનિકોએ વધુમાં જણાવ્યું કે ખુલ્લી ગટર માત્ર પશુઓ માટે જ નહીં, પરંતુ રાહદારીઓ, વૃદ્ધો અને બાળકો માટે પણ ગંભીર જોખમરૂપ છે. ખાસ કરીને વરસાદી માહોલમાં પાણી ભરાઈ જતાં ગટર દેખાતી ન હોવાથી અકસ્માતની શક્યતા વધી જાય છે. આ ઘટનાને પગલે સ્થાનિકોએ પાલિકા તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી તાત્કાલિક ખુલ્લી ગટરને સુરક્ષિત રીતે ઢાંકી સલામતી સુનિશ્ચિત કરવાની માંગ કરી છે. આ મુદ્દે નગરપાલિકાના સિનિટેશન ઇન્સ્પેક્ટર યશ બારીયાના જણાવ્યા મુજબ, હાલ પ્રિ મોન્સૂન કામગીરી પ્રગતિમાં છે. જે મોટી ગટર લાઈનો છે તે ખોલવામાં આવી છે. મોટી શાકમાર્કેટ પાસે ગટર પરના ઢાંકણ જર્જરિત સ્થિતિમાં હોવાથી નવા RCCના બનાવી ઢાંકવાના હોવાથી ગટર ખુલ્લી રહી ગઈ છે. પરંતુ આ ગટરને સુરક્ષિત કરવા સૂચના આપી દેવામાં આવી છે. જ્યાં જ્યાં પણ આવા ઢાંકણ ખુલ્લા છે ત્યાં ફરતી સેફ્ટી બેલ્ટ અથવા આડસ ઉભી કરી દેવામાં આવશે, જેથી કોઈ તેમાં પડે નહીં તેમજ શક્ય એટલી ઝડપી આ ગટર ઢાંકી દેવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    જામનગર બાયપાસ પર વીજ પોલ રસ્તા પર પડ્યો:લાલપુર ચોકડી-ખંભાળિયા હાઇવે પર અકસ્માતનું જોખમ
    Next Article
    Busy Morning? Try This High-Protein Tomato Sandwich

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment