Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભુવિ જોગી અને ભરત સોનગરાનો લાલપુરનો પ્રવાસ:સંગઠનાત્મક પ્રવાસ દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી

    1 day ago

    જામનગર જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રભારી ભુવિભાઈ જોગી અને મહામંત્રી ભરતભાઈ સોનગરાએ 80 જામજોધપુર-લાલપુર વિધાનસભા મત વિસ્તારનો સંગઠનાત્મક પ્રવાસ કર્યો હતો. આ પ્રવાસનો મુખ્ય હેતુ સંગઠનને મજબૂત બનાવવાનો અને સ્થાનિક કાર્યકરો સાથે સંવાદ સાધવાનો હતો. પ્રવાસની શરૂઆત સીદસર ખાતે જગત જનની માં ઉમિયાજી મંદિરના દર્શનથી થઈ હતી. અહીં તેમણે મંદિરના ટ્રસ્ટી અને પ્રબુદ્ધ નાગરિક ભરતભાઈ અમૃતિયા સાથે શુભેચ્છા મુલાકાત કરી. આ ઉપરાંત, ભાજપના પીઢ નેતા એસ.આર.પી. સાહેબ સાથે પણ સંગઠનાત્મક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. વસંતપુર ગામે “એક પેડ માં કે નામ” કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ, સેઠવડાળા ગામે યોજાયેલા જનકલ્યાણ કેમ્પમાં ઉપસ્થિત રહી વિવિધ સરકારી યોજનાઓની કામગીરીની સમીક્ષા કરી હતી. આ પ્રવાસ દરમિયાન જામજોધપુર શહેર પ્રમુખ રવિભાઈ શિહોરા, તાલુકા પ્રમુખ ભાગ્યેશભાઈ, ઉપપ્રમુખ પ્રતિપાલસિંહ, યુવા ભાજપ આગેવાન હિરેનભાઈ જોશી, હર્ષભાઈ પટેલ સહિત અનેક યુવા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સુરત, નવસારી, વલસાડ અને તાપીમાં ભારે વરસાદ:ગુજરાતમાં અસહ્ય અકળામણ, પારો ગગડવાને બદલે ઊછળ્યો; 23 જૂન આસપાસ ચોમાસું આગળ વધશે
    Next Article
    લાલપુર ટીમે જામનગર ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં મેડલ જીત્યા:ડી.ડી. ગ્રુપના 15 ખેલાડીઓએ વિવિધ કેટેગરીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment