Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આરોપીમાં એક હરિયાણાનો અને એક મહારાષ્ટ્રનો છે:એરપોર્ટ પર કરોડના ડ્રગ્સ સાથે બે તસ્કરોની ધરપકડ

    15 hours ago

    મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સની એર ઈન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓએ બેંગકોકથી આવેલા બે તસ્કરને રૂ. 6.65 કરોડના ડ્રગ્સ સાથે ઝડપી લીધો હતો. આરોપીઓમાં હરિયાણાના કરનાલનો રહેવાસી તેજિંદર ગાબા (48) અને મહારાષ્ટ્રના પિંપરી- ચિંચવડના રોહન મહાલે (31)નો સમાવેશ થાય છે. કસ્ટમ્સના અધિકારીઓએ વિશ્વસનીય માહિતીને આધારે બે શકમંદને શનિવારે આંતર્યા હતા. બંને બેંગકોકથી આવ્યા હતા. તેમની પાસે ડ્રગ્સ હોવાની આગોતરી માહિતી મળી હતી. આથી શંકા પરથી બંનેને આંતરીને તેમની તલાશી લેવામાં આવી હતી.ગાબાની ટ્રોલી બેગમાંથી ત્રણ ફૂડ પેકેટ અને છ ડબલ લેયરન વેક્યુમ સીલ્ડ એરટાઈટ પ્લાસ્ટિક પેકેટ્સ મળી આવ્યાં હતાં, જેમાં હાઈડ્રોપોનિક વીડ નામે ડ્રગ્સ હતું. મહાલેની ટ્રોલી બેગમાંથી 11 પેકેડમાંથી ડ્રગ્સ મળી આવ્યું હતું, જે સર્વ એનડીપીએસ ધારા હેઠળ જપ્ત કરાયું હતું. અધિકારીઓએ તેનું વજન કરતાં તે 19 કિલો હોવાનું જણાયું હતું, જેનું મૂલ્ય રૂ. 6.65 કરોડથી વધુ છે. બંનેને તકસ્ટમ્સે નોટિસ ફટકારી છે અને તેમનાં સ્વૈચ્છિક નિવેદન નોંધ્યાં છે. બંનેએ કબૂલ કર્યું કે તેમણે આ ડ્રગ્સ દાણચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમને આ ડ્રગ્સ સફળતાથી નિર્ધારિત જગ્યા પર પહોંચાડતાં મોટું કમિશન મળવાનું હતું.કસ્ટમ્સના અધિકારીએ જણાવ્યું કે આ તસ્કરીમાં વધુ કોણ સંડોવાયેલું છે તેની અમે તપાસ કરી રહ્યા છીએ.
    Click here to Read More
    Previous Article
    75 વર્ષીય પીડિતને બે વર્ષથી કુરિયર થકી દવા મોકલતા હતા:ઢોંગી બાબાએ ઈલાજને નામે રૂ. 56 લાખ પડાવ્યા
    Next Article
    ખેડૂતોના 7/12 કોરા કરો:વિરોધીઓએ ચાપાનનો બહિષ્કાર કરીને સત્રમાં વિવિધ મુદ્દા પર આક્રમક બનવાનો સંકેત આપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment