Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    75 વર્ષીય પીડિતને બે વર્ષથી કુરિયર થકી દવા મોકલતા હતા:ઢોંગી બાબાએ ઈલાજને નામે રૂ. 56 લાખ પડાવ્યા

    14 घंटे पहले

    થાણેના વેપારીને બીમારીઓ માટે હર્બલ ઉપચાર પૂરો પાડવાના બહાને ઢોંગી બાબા અને તેના સાગરીતે રૂ. 56.2 લાખ પડાવી લીધા છે. બંને આરોપીઓ ગયા વર્ષે નવેંબરથી કુરિયર થકી 75 વર્ષીય પીડિતને દવાઓનો પુરવઠો કરતા હતા. જોકે પીડિતને દવાઓ સેવન કર્યા પછી પણ આરોગ્યમાં કોઈ સુધારણા જોવા મળતી નહોતી. આરોપીએ પછી પીડિતને થાણેના ઘોડબંદર રોડ પર ગાયમુખ ચોપાટી ખાતે બોલાવ્યો હતો અને વિવિધ હર્બલ પદાર્થો મિશ્રણ કરેલી દવાઓનું સેવન કરવા માટે તેને મજબૂત કર્યો હતો, એમ કાસારવડવલી પોલીસ સ્ટેશનના અધિકારીએ રવિવારે જણાવ્યું હતું. આરોપીએ આ પછી દાવો કર્યો હતો કે ઉપચારનો ખર્ચ રૂ. 56 લાખ થયો છે અને પીડિતને પૈસા નહીં આપે તો જીવલેણ પરિણામો ભોગવવાં પડશે એવી ધમકી આપી હતી. તેમણે ચેતવણી આપી હતી કે લોકોને નાણાં વસૂલ કરવા માટે તેના ઘરે મોકલવામાં આવશે ને તે બીમાર હતો તે તસવીરો ઓનલાઈન વિતરણ કરાશે, એમ પોલીસે જણાવ્યું હતું. આથી ડરના માર્યા પીડિતે રોકડમાં રૂ. 20,000 ચૂકવ્યા હતા અને બાદમાં વિવિધ રકમ હપ્તામાં ટ્રાન્સફર કરી હતી. આમ કુલ રૂ. 56.2 લાખ લીધા હતા, જે પછી પણ પૈસાની માગણી ચાલુ જ રાખી હતી. પોતે છેતરાયો છે એવું ધ્યાનમાં આવતાં પીડિતે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 308 (2) (ખંડણી), 318 (2), 318 (3) (છેતરપિંડી), 277 (નકલી દવાઓનું વેચાણ અને વિતરણ) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    સિટી એન્કર:પ્રથમ મુંબઈ-બેંગલુરુ વંદે ભારત સ્લીપર પ્રવાસ માટે સજ્જ
    Next Article
    આરોપીમાં એક હરિયાણાનો અને એક મહારાષ્ટ્રનો છે:એરપોર્ટ પર કરોડના ડ્રગ્સ સાથે બે તસ્કરોની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment