Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેડૂતોના 7/12 કોરા કરો:વિરોધીઓએ ચાપાનનો બહિષ્કાર કરીને સત્રમાં વિવિધ મુદ્દા પર આક્રમક બનવાનો સંકેત આપ્યો

    16 hours ago

    સોમવારથી રાજ્ય વિધાનમંડળનું ચોમાસુ સત્ર શરૂ થવાનું છે તેની પૂર્વસંધ્યાએ શાસકો દ્વારા આયોજિત ચાપાનના કાર્યક્રમમાં વિપક્ષે બહિષ્કાર કરીને સત્રમાં વિવિધ મુદ્દા પર સરકારને ભીંસમાં લેવા આક્રમક બનવાનો સંકેત આપ્યો હતો. રાજ્ય સરકારનો કારભાર નિષ્ફળ છે, જનતાના પ્રશ્નો બાબતે સરકાર અસંવેદનશીલ છે એમ કહીને રવિવારે વિપક્ષ દ્વારા ચાપાન કાર્યક્રમનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. મહાવિકાસ આઘાડીના મુખ્ય નેતાઓએ રાજ્યમાં ગંભીર પ્રશ્નો તરફ સરકાર સતત દુર્લક્ષ કરી રહી છે. રાજ્યમાં દુકાળ, ખેડૂતોના પ્રશ્ન, મહિલાઓ પર વધતા અત્યાચાર, કથળેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, વધતું ડ્રગ્સનું નેટવર્ક જેવા અનેક પ્રશ્નો પર સરકાર પાસે કોઈ પણ સંતોષકારક ઉત્તર નથી એમ આઘાડીએ જણાવ્યું હતું. રાજ્યમાં દુકાળનું સંકટ છે. વાવણી લંબાઈ છે. ખેડૂતો સામે મુશ્કેલીઓ વધી રહી છે. સરકારે સૂકો દુકાળ જાહેર કરવો જોઈએ એવી માગણી શિવસેનાના જૂથ નેતા ભાસ્કર જાધવે કરી હતી. સરકારે જાહેર કરેલી કરજમાફી છેતરામણી હોઈ તેમાં ખેડૂતોને શરતોમાં અટકાવવામાં આવ્યા છે. મહાયુતિ સરકારે ખેડૂતોના 7/12 કોરા કરવા જોઈએ, એવી માગણી આઘાડીએ કરી છે. વિધાન પરિષદના કોંગ્રેસ જૂથ નેતા સતેજ પાટીલે આ સરકાર 56 ટકા કમિશન સરકાર હોવાની ટીકા કરી હતી. રાજ્યમાં ઠેકેદારોએ અધિવેશન લઈને કામોનાં બિલો મેળવવા માટે મોટે પાયે કમિશન આપવું પડે છે. ઠેકેદારો એક લાખ કરોડ રૂપિયાથી વધુ બિલો બાકી છે. જળ જીવન મિશનના ભંડોળમાં કપાત થઈ હોઈ અનેક વિકાસકામો રખડી પડ્યાં છે. બીજી બાજુ રાજ્યમાં કરજનો બોજો સાડાનઉ લાખ કરોડ સુધી પહોંચવાથી મહારાષ્ટ્રની આર્થિક સ્થિતિ ચિંતાજનક બની છે એવી ટીકા સતેજ પાટીલે કરી હતી. રાષ્ટ્રવાદીના નેતા જયંત પાટીલે જણાવ્યું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા કથળ્યાં છે. મહિલાઓ પર અત્યાચાર વધ્યા છે. ડ્રગ્સનું પ્રમાણ રાજ્યમાં પ્રચંડ વધ્યું છે. આવા પ્રકરણોમાં નાના લોકોની ધરપકડ કરાય છે. જોકે માસ્ટરમાઈન્ડ ખુલ્લા ફરતા હોય છે. 13 કરોડ જનતાનાં હિતના પ્રશ્નો ઉકેલો જનતાના પ્રશ્નો પર ચર્ચા કરવાની તૈયારી નહીં ધરાવતી સરકાર સાથે ઔપચારિક ચાપાનમાં હાજર રહેવું યોગ્ય નહીં હોવાથી મહાવિકાસ આઘાડીએ આ કાર્યક્રમ પર બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં 13 કરોડ જનતાનાં હિતોના પ્રશ્ન ઉકેલવાની સરકારની ફરજ હોઈ ચોમાસુ સત્રમાં આ બધા મુદ્દા મહાવિકાસ આઘાડી આક્રમક રીતે રજૂ કરશે, એવી ભૂમિકા મહાપાલિકા આઘાડીએ રજૂ કરી હતી. ડ્રગ્સ વેચનારા અને પોલીસનાં હિત ડ્રગ્સ વેચનારા અને પોલીસોનાં હિતો હોવાથી આવી ઘટનાઓ વધી રહી છે. દેવસ્થાનની જમીનના ગોટાળાનો મુદ્દો ગત અધિવેશનમાં ઉઠાવ્યો હતો. જોકે કોઈ કાર્યવાહી નહીં કરાઈ એવી ટીકા પાટીલે કરી હતી. સરકાર વિરોધીઓએ ઉપસ્થિત કરેલા પ્રશ્નો સામે ઉત્તર આપવાને બદલે ફક્ત ઠાલાં આશ્વાસન આપે છે. વિરોધીઓએ આપેલા પત્રના વ્યાકરણની ટીકા કરવાને બદલે તેમાંના દરેક મુદ્દા પર ઉત્તર આપવાની જવાબદારી સરકારની છે, એવી ટીકા જિતેંદ્ર આવ્હાડે કરી હતી.
    Click here to Read More
    Previous Article
    આરોપીમાં એક હરિયાણાનો અને એક મહારાષ્ટ્રનો છે:એરપોર્ટ પર કરોડના ડ્રગ્સ સાથે બે તસ્કરોની ધરપકડ
    Next Article
    Harmanpreet Kaur Throws Fielders Under The Bus As Team India Stare At Shocking Women's T20 World Cup Exit

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment