Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદના ટ્રાફિકથી ધમધમતા રિલીફ રોડ પર હત્યા:રૂપિયાની લેતી-દેતી બાબતે બોલાચાલી બાદ ખિસ્સામાંથી છરી કાઢી યુવકને ઉપરાછાપરી ઘા માર્યા, રસ્તા પર લોહીના રેલા ચાલ્યા

    23 hours ago

    અમદાવાદના ભારે ટ્રાફિકવાળા રિલીફ રોડ પર ધોળા દિવસે હત્યા થઈ છે. એક શખ્સને ધારદાર હથિયારના ઘા મારીને હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી ગઇ છે. આ હત્યાને કારણે રસ્તા પર લોહીના રેલાઓ વહ્યા હતા. આ ઘટનાને પગલે કારંજ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યા હતો અને મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલ્યો છે. આ ઉપરાંત પોલીસે હત્યા કરનારા શખ્સની ધરપકડ કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે. હાટકેશ્વરમાં જયશંકર રાજપૂત પરિવાર સાથે રહેતો હતો. તેને ઘણા સમયથી રૂપિયાની લેતી-દેતી બાબતે વટવાના સલીમ શેખ સાથે માથાકૂટ ચાલતી હતી.રવિવારે સલીમ શેખે જયશંકરને રૂપિયાની વાતચીત કરવા માટે પથ્થરકૂવા પાસે બોલાવ્યો હતો. જેથી જયશંકર ત્યાં પહોચ્યો હતો. જ્યાં બંને વચ્ચે રૂપિયાની બાબતે ફરીથી બોલાચાલી બાદ ઝઘડો થયો હતો. આ દરમ્યાન ઉશ્કેરાયેલા સલીમે પેન્ટના ખિસ્સામાંથી છરી કાઢીને જયશંકરને ઉપરાછાપરી ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો. કારંજ પોલીસે સલીમ સામે હત્યાનો ગુનો નોધવાની તજવીજ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    'નશાવાળો પ્રસાદ' આપી ભુવાએ યુવતી પર દુષ્કર્મ આચર્યું:માતાજીના આશીર્વાદ લેવા માટે હોટલમાં બોલાવી હતી, અવનવી રિલ્સ બનાવી લોકોને આકર્ષતો
    Next Article
    કરણગઢમાં જિલ્લા પંચાયત પ્રમુખના નિવાસસ્થાને માંડવો યોજાયો:ભાજપ જિલ્લા પ્રમુખ હાર્દિક ટામલિયા સહિતના આગેવાનો હાજર રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment