Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'નશાવાળો પ્રસાદ' આપી ભુવાએ યુવતી પર દુષ્કર્મ આચર્યું:માતાજીના આશીર્વાદ લેવા માટે હોટલમાં બોલાવી હતી, અવનવી રિલ્સ બનાવી લોકોને આકર્ષતો

    22 hours ago

    સુર શહેરમાં ધાર્મિક આસ્થાની આડમાં એક ભુવા દ્વારા એક યુવતીને બ્લેકમેલ કરી વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો મામલો સામે આવ્યો છે. ભુવાના બ્લેકમેલથી ત્રસ્ત યુવતી દ્વારા ફરિયાદ નોંધાવવામા આવતા પોલીસે આરોપી ભુવાની ધરપકડ કરી લીધી છે. પીડિતાના ઘરે ભૂતકાળમાં યોજાયેલા એક ધાર્મિક પ્રસંગ દરમિયાન ભુવા અને પીડિતાનો સંપર્ક થયો હતો. ત્યારબાદ યુવતીને માતાજીના આશીર્વાદ લેવા માટે હોટલમાં બોલાવી હતી. જ્યાં પીડિતાને નશાકારક પદાર્થ ભેળવીને પ્રસાદ આપ્યો હતો. જે ખાધા બાદ પીડિતા બેભાન થઈ જતા ભુવાએ દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચર્યા બાદ પીડિતાના વાંધાજનક સ્થિતિમાં ફોટોગ્રાફ પાડી લીધા હતા. જેના આધારે પીડિતાનું બ્લેકમેઈલીંગ શરૂ કરાયું હતું. આરોપી ભુવો સોશિયલ મીડિયા પર અલગ અલગ રીલ્સ બનાવી લોકોને આકર્ષતો હોવાનું સામે આવ્યું છે. સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલી રીલ્સમાં ધાર્મિક કાર્યક્રમ દરમિયાન લોકો ભુવા પર પૈસાનો વરસાદ કરતા પણ જોવા મળી રહ્યા છે. ધાર્મિક વિધિ સમયે ભુવાની પીડિતા પર નજર પડી હતી થોડા સમય પહેલા પીડિતાના ઘર પર તેના પરિવાર દ્વારા એક ધાર્મિક વિધિનું આયોજન કરાયું હતું. જેમાં આરોપી નરેશ ચૌહાણ ઉર્ફે નરેશ ભુવાને વિધિ માટે બોલાવવામાં આવ્યો હતો. ઘરે વિધિ કરતી વખતે જ નરેશ ભુવાની નજર આ યુવતી પર બગડી હતી અને તેણે યુવતી સાથે પરિચય કેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. ઘરની મુલાકાત બાદ આરોપીએ સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર યુવતીનું પ્રોફાઇલ શોધી કાઢ્યું હતું અને તેને મેસેજ મોકલવાનું શરૂ કર્યું હતું. વાતો-વાતોમાં વિશ્વાસ જીતીને અને માતાજીના નામે ડરાવી કે લલચાવીને આરોપીએ યુવતીનો પર્સનલ મોબાઈલ નંબર મેળવી લીધો હતો. નંબર મળ્યા બાદ બંને વચ્ચે ફોન પર વાતચીત શરૂ થઈ હતી, જેમાં આરોપી સતત પોતાને માતાજીનો સેવક અને ચમત્કારી પુરુષ તરીકે રજૂ કરતો રહ્યો હતો. માતાજીના આશીર્વાદ લેવા હોટલ પર બોલાવી દુષ્કર્મ આચર્યું મોબાઈલ નંબર મેળવ્યા બાદ આરોપી નરેશ ભુવાએ પોતાનો અસલી ખેલ શરૂ કર્યો હતો. એક દિવસ તેણે યુવતીને ફોન કર્યો અને જણાવ્યું કે, માતાજીના ખાસ આશીર્વાદ લેવા માટે તેણે આવવું પડશે. આરોપીએ યુવતીને સુરતના સિંગણપોર ચાર રસ્તા પાસે આવેલી 'યોગ હોટલ' ખાતે બોલાવી હતી. ભુવા પ્રત્યેની ધાર્મિક આસ્થા અને માતાજીના આશીર્વાદ મેળવવાની શ્રદ્ધા સાથે યુવતી હોટલ પર પહોંચી ગઈ હતી. હોટલના રૂમમાં આરોપી નરેશ ભુવાએ યુવતીને એક પ્રસાદી ગ્રહણ કરવા માટે આપી હતી. યુવતીને બિલકુલ અંદાજ નહોતો કે આ પ્રસાદમાં કોઈ ઘેનની કે નશાકારક દવા ભેળવવામાં આવી છે. તેણે પવિત્ર ભાવે એ પ્રસાદ ખાઈ લીધો. પ્રસાદ ખાધાના થોડા જ સમયમાં યુવતીની તબિયત બગડવા લાગી હતી. તેનું માથું ભારે થવા લાગ્યું અને અસહ્ય દુખાવો શરૂ થયો હતો. ધીમે-ધીમે દવાના ઘેનને કારણે તેને તીવ્ર નિંદર આવવા લાગી અને તે સંપૂર્ણપણે બેભાન જેવી સ્થિતિમાં આવી ગઈ. યુવતીને અસહાય અને બેભાન અવસ્થામાં જોઈ નરેશ ભુવાએ પોતાની માનવતા નેવે મૂકી તેની સાથે બળજબરીપૂર્વક મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. નરાધમ ભુવાએ માત્ર દુષ્કર્મ આચરીને ભવિષ્યમાં યુવતીને પોતાની જાળમાં ફસાવી રાખવા માટે એક ઘૃણાસ્પદ કાવતરું ઘડ્યું હતું. જ્યારે યુવતી અર્ધબેભાન અવસ્થામાં હતી, ત્યારે આરોપીએ પોતાના મોબાઈલ ફોનમાં યુવતીના વાંધાજનક ફોટાઓ પાડી લીધા હતા. યુવતી ભાનમાં આવી તો પગ નીચેથી જમીન સરકી ગઈ જ્યારે યુવતી હોશમાં આવી ત્યારે તેને પોતાની સાથે થયેલા અન્યાયની ખબર પડી. તેણે જ્યારે આ બાબતે વિરોધ કર્યો અને પરિવારને વાત કરવાની ચીમકી આપી, ત્યારે આરોપી નરેશ ભુવાએ પોતાનું અસલી સ્વરૂપ બતાવ્યું. તેણે યુવતીને મોબાઈલમાં પાડેલા ન્યુડ ફોટા બતાવ્યા અને ધમકી આપી કે જો તે કોઈને પણ આ વિશે કહેશે, તો આ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરીને તેને બદનામ કરી દેશે. આ સાથે જ તેણે યુવતીને અને તેના પરિવારને જાનથી મારી નાખવાની પણ ક્રૂર ધમકી આપી હતી. બદનામી અને જાનથી મારી નાખવાની ધમકીના ડરથી પીડિત યુવતી સંપૂર્ણપણે ભાંગી પડી હતી. આ ડરનો ફાયદો ઉઠાવીને આરોપી નરેશ ચૌહાણ ઉર્ફે નરેશ ભુવા અવારનવાર યુવતીને ડરાવી-ધમકાવીને સિંગણપોર ચાર રસ્તા પાસે આવેલી એ જ યોગ હોટલમાં બોલાવતો હતો અને તેની મરજી વિરૂધ્ધ વારંવાર શારીરિક સંબંધો બાંધી દુષ્કર્મ આચરતો રહ્યો હતો. લાંબા સમય સુધી આ માનસિક અને શારીરિક સતામણી સહન કર્યા બાદ, આખરે યુવતીના સહન કરવાની સીમા આવી ગઈ હતી. સતત બ્લેકમેઈલીંગ કંટાળેલી યુવતીએ પરિવારને આપવીતી જણાવી સતત બ્લેકમેલિંગ અને શારીરિક શોષણથી કંટાળેલી યુવતીએ આખરે આ નરકમાંથી બહાર નીકળવાનો નિર્ણય કર્યો. તેણે ડર બાજુ પર મૂકીને પોતાના પરિવારને વિશ્વાસમાં લીધો અને સમગ્ર આપવીતી જણાવી દીધી. પરિવારના સાથ અને હિંમત મળતા જ યુવતી સીધી પોલીસ સ્ટેશને પહોંચી હતી. તેણે સિંગણપોર પોલીસ સ્ટેશનમાં આરોપી નરેશ ચૌહાણ વિરુદ્ધ વિગતવાર ફરિયાદ નોંધાવી હતી. ધાર્મિક આસ્થાના નામે યુવતી પર દુષ્કર્મ અને બ્લેકમેઈલીંગની આ ગંભીર ફરિયાદ મળતા જ સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી. પોલીસે તાત્કાલિક ગુનો નોંધીને અલગ-અલગ ટીમો બનાવી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે ગણતરીના કલાકોમાં જ ગેરમાર્ગે દોરનારા ઢોંગી નરેશ ભુવાની ધરપકડ કરી લીધી હતી. ભુવાની અવનવી રીલ્સ સોશિયલ મીડિયામાં વાઈરલ આરોપી ભુવાની સોશિયલ મીડિયામાં કેટલીક રીલ્સ વાઈરલ થઈ છે. જેમાં ધાર્મિક કાર્યક્રમ દરમિયાન લોકો તેના પર પૈસાનો વરસાદ કરતા જોવા મળી રહ્યો છે. કેટલીક રીલ્સમાં નરેશ ભુવો સ્મોકીંગ કરતો જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    વુમન્સ T-20 વર્લ્ડકપ: ભારતની ચોથી વિકેટ પડી:મંધાના, શેફાલી, યસ્તિકા અને જેમિમા આઉટ; સાઉથ આફ્રિકા સામે સ્કોર-101/4
    Next Article
    અમદાવાદના ટ્રાફિકથી ધમધમતા રિલીફ રોડ પર હત્યા:રૂપિયાની લેતી-દેતી બાબતે બોલાચાલી બાદ ખિસ્સામાંથી છરી કાઢી યુવકને ઉપરાછાપરી ઘા માર્યા, રસ્તા પર લોહીના રેલા ચાલ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment