Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કરણગઢમાં જિલ્લા પંચાયત પ્રમુખના નિવાસસ્થાને માંડવો યોજાયો:ભાજપ જિલ્લા પ્રમુખ હાર્દિક ટામલિયા સહિતના આગેવાનો હાજર રહ્યા

    1 day ago

    સુરેન્દ્રનગર જિલ્લાના કરણગઢ ગામે જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખ રંજનબેન ભુસડીયાના નિવાસસ્થાને આદ્યાશક્તિ માતાજીનો નવરંગો માંડવો યોજાયો હતો. આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટામલિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે માતાજીના દર્શન કરી પ્રદેશની સુખાકારી, સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. ઉપસ્થિત સૌએ મા આદ્યાશક્તિ સૌના જીવનમાં નવી શક્તિ અને સફળતા લાવે તેવી પ્રાર્થના કરી હતી. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન નીખિલભાઈ ચાંપાનેરી, અજયભાઈ સામદ, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ અને સંગઠનના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન કરણગઢ ગામના વિવિધ સમાજના યુવા આગેવાનો દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટામલિયાનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. આ શુભેચ્છા મુલાકાતમાં ભાજપ શહેર પ્રમુખ દેવાંગભાઈ રાવલ અને એસએમસી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નીખિલભાઈ ચાંપાનેરી સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદના ટ્રાફિકથી ધમધમતા રિલીફ રોડ પર હત્યા:રૂપિયાની લેતી-દેતી બાબતે બોલાચાલી બાદ ખિસ્સામાંથી છરી કાઢી યુવકને ઉપરાછાપરી ઘા માર્યા, રસ્તા પર લોહીના રેલા ચાલ્યા
    Next Article
    ट्रंप ने छोड़ दिया मैदान, बातचीत का जिम्मा छोड़ दिया ईरान पर; जंग टली मगर बदला कुछ नहीं

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment