Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સગીરાએ સંબંધ તોડી નાખતા ધરાર પ્રેમીનું પોત પ્રકાશ્યું:રાત્રિના સમયે સાગરીત સાથે મળી સગીરાના માતા-પિતા પર હુમલો કર્યો

    1 day ago

    ભાવનગર શહેરમાં રહેતી એક સગીરાને યુવક સાથે અગાઉ પ્રેમ સંબંધ હોય પરંતુ સગીરા આ સંબંધ રાખવા માંગતી ન હોય જે વાતને લઈને પ્રેમીએ સાગરીત સાથે સગીરાના ઘરમાં ઘૂસી સગીરાના માતા-પિતા પર લાકડાના ધોકા ધારીયા વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા જે મામલે માતાએ બન્ને શખ્સો સામે ઘોઘરોડ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે. સગીરાના ઘરે પહોંચી સગીરાના માતાપિતા પર હુમલો કર્યો આ બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર, ભાવનગર શહેરમાં રહેતી એક માતાએ ઘોઘારોડ પોલીસ મથકમાં ઉમંગ ઉર્ફે પિંગો મનોજભાઈ સોલંકી અને પરેશ જોગી બન્ને રહે.ભાવનગર સામે ફરિયાદ નોંધાવી હતી કે, તેણીની 17 વર્ષીય દીકરીને ઉમંગ ઉર્ફે પીગો મનોજ સોલંકી સાથે છેલ્લા બે વર્ષથી પ્રેમસંબંધ હોય પરંતુ દીકરી આ સંબંધ રાખવા માંગતી ન હોય આથી તેણે બે દિવસ પહેલા ઉમંગ સાથે વાતચીત બંધ કરી પ્રેમસંબંધ પર પૂર્ણવિરામ મૂકી દેતા આ વાતને લઈને રોષે ભરાયેલ ઉમંગ ગતરાત્રે તેના મિત્ર પરેશ જોગીને લઈને સગીરાના ઘરે ગયો હતો અને ઉગ્ર ઝઘડો કરી ઉમંગ તથા પરેશે સગીરાની માતા તથા પિતા પર લાકડાના ધોકા તેમજ ધારિયા વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા સગીરાએ જન રક્ષક 112 વાનને કોલ કરતાં ઉમંગનો મિત્ર પરેશ ફરાર થઇ ગયો હતો જયારે ઘોઘારોડ પોલીસે ઉમંગની ધરપકડ કરી હતી અને ઈજાગ્રસ્ત દંપતીને સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સગીરાના માતાએ બંને સામે ફરિયાદ નોંધાવી સમગ્ર મામલે સગીરાની માતાની ફરિયાદના અનુસંધાને ઘોઘારોડ પોલીસે બન્ને શખસો સામે BNS એક્ટ 118(1), 115(2), 352, 351(3), 54 તેમજ જીપી એક્ટ 135 મુજબ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    “પ્રેક્ટિસ 2030” સેમિનારને ડૉક્ટરોનો જબરદસ્ત પ્રતિસાદ:200થી વધુ તબીબો અને હોસ્પિટલ સંચાલકોની ઉપસ્થિતિ
    Next Article
    મહેસાણા પોલીસમાં મોટાપાયે ફેરફાર:252 પોલીસકર્મીઓની સાગમટે બદલી, જુઓ કોને ક્યાં મૂકવામાં આવ્યા?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment