Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણા પોલીસમાં મોટાપાયે ફેરફાર:252 પોલીસકર્મીઓની સાગમટે બદલી, જુઓ કોને ક્યાં મૂકવામાં આવ્યા?

    1 day ago

    મહેસાણા જિલ્લા પોલીસ તંત્રમાં વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે ફરી એકવાર મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં ફરજ બજાવતા 252 જેટલા પોલીસ કર્મચારીઓની સાગમટે બદલી કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. પોલીસ વડાના આ આકસ્મિક અને મોટા નિર્ણયને પગલે સમગ્ર જિલ્લાના પોલીસ બેડામાં ભારે ચર્ચા જાગી છે. છેલ્લા 1 વર્ષમાં ત્રીજી મોટી બદલી પોલીસ વડા દ્વારા કરવામાં આવેલા આ સામૂહિક બદલીના હુકમમાં મહેસાણા શહેર, વિસનગર, કડી અને ઊંઝા સહિતના જિલ્લાના મુખ્ય અને મહત્વના પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવતા સ્ટાફમાં વ્યાપક ફેરબદલ કરવામાં આવ્યો છે. વહીવટી તંત્ર દ્વારા આ અંગે સ્પષ્ટતા કરતા જણાવવામાં આવ્યું છે કે આ બદલીઓ વહીવટી સરળતા અને જાહેર હિતને ધ્યાને રાખીને કરવામાં આવી છે.જ્યારે કેટલાક કિસ્સાઓમાં કર્મચારીઓની વ્યક્તિગત રજૂઆતના આધારે સ્વખર્ચે પણ બદલી મંજૂર કરવામાં આવી છે. નોંધનીય છે કે મહેસાણા પોલીસ વિભાગમાં છેલ્લા કેટલાક સમયથી વહીવટી ફેરફારનો મોટો દોર ચાલી રહ્યો છે. આ અગાઉ 19 નવેમ્બર 2025 ના રોજ પણ રેકોર્ડબ્રેક 747 જેટલા પોલીસ કર્મીઓની બદલી કરીને વિભાગમાં મોટો ગંજીફો ચીપવામાં આવ્યો હતો. ત્યારબાદ છ માસ અગાઉ 205 કર્મચારીઓની બદલીના આદેશ કરાયા હતા. આમ હવે આજે વધુ 252 પોલીસ કર્મીઓની બદલીનો ગંજીફો ચીપાતા પોલીસ તંત્રમાં ભારે ચર્ચા જાગી છે.
    Click here to Read More
    Previous Article
    સગીરાએ સંબંધ તોડી નાખતા ધરાર પ્રેમીનું પોત પ્રકાશ્યું:રાત્રિના સમયે સાગરીત સાથે મળી સગીરાના માતા-પિતા પર હુમલો કર્યો
    Next Article
    US-Iran War News Live Updates: Trump Issues Threat To Iran As Peace Talks Begin In Switzerland

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment