Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    “પ્રેક્ટિસ 2030” સેમિનારને ડૉક્ટરોનો જબરદસ્ત પ્રતિસાદ:200થી વધુ તબીબો અને હોસ્પિટલ સંચાલકોની ઉપસ્થિતિ

    1 day ago

    આરોગ્ય ક્ષેત્રે આવી રહેલા આધુનિક બદલાવો અને ભવિષ્યના પડકારો સામે તબીબોને સજ્જ કરવાના હેતુથી અમદાવાદમાં એક અનોખા શૈક્ષણિક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA) અને ઈસ્ટર્ન મેડિકલ ફોરમ (EMF)ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા “પ્રેક્ટિસ 2030– નેવિગેટિંગ ધ ફ્યુચર ઓફ મેડિકલ પ્રેક્ટિસ” નામના આ સેમિનારને ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (QCI), NABH અને NABLનો પણ વિશેષ સહયોગ સાંપડ્યો હતો. આ કાર્યક્રમમાં અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાંથી 200થી વધુ જાણીતા ડૉક્ટરો, હોસ્પિટલ સંચાલકો અને હેલ્થકેર લીડર્સે ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પોતાની જાતનો પ્રથમ એવો કાર્યક્રમ હતો જેમાં હોસ્પિટલ વિકાસ, ક્વોલિટી એક્રેડિટેશન અને નૈતિક હેલ્થકેર માર્કેટિંગ જેવા ગંભીર વિષયો પર ચાર અલગ-અલગ વૈજ્ઞાનિક સત્રોમાં વિસ્તૃત ચર્ચાઓ યોજાઈ હતી. ચાર મહત્વપૂર્ણ સત્રોમાં નિષ્ણાતોનું માર્ગદર્શન: મેડિકલ પ્રેક્ટિસનું બદલાતું મોડેલ: પ્રથમ સત્ર “ફ્યુચર ઓફ મેડિકલ પ્રેક્ટિસ – સોલો પ્રેક્ટિસ, ગ્રુપ પ્રેક્ટિસ કે એન્ટરપ્રાઇઝ?” વિષય પર હતું. જેમાં નિષ્ણાતોએ પરંપરાગત સિંગલ (સોલો) પ્રેક્ટિસના બદલે હવે સહયોગી અને કોર્પોરેટ એન્ટરપ્રાઇઝ આધારિત મોડેલ્સ તરફ વધી રહેલા વૈશ્વિક વલણ અંગે તબીબોને માર્ગદર્શન આપ્યું હતું. દર્દીની સુરક્ષા અને એક્રેડિટેશનનું મહત્વ: બીજા સત્રમાં QCIના સહયોગથી NABH અને NABL એક્રેડિટેશન પર ચર્ચા થઈ હતી. નિષ્ણાતોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ગુણવત્તાના ધોરણો અને દર્દીઓની સુરક્ષા જાળવવામાં આ માન્યતાઓ ખૂબ જરૂરી છે. તે હોસ્પિટલ અને લેબોરેટરીની કાર્યક્ષમતા વધારવાની સાથે દર્દીઓનો વિશ્વાસ જીતવામાં મોટી ભૂમિકા ભજવે છે. હોસ્પિટલ બિઝનેસ અને ટકાઉપણું: ત્રીજા સત્ર “ધ બિઝનેસ ઓફ હોસ્પિટલ્સ – ગ્રોથ, એક્સપાન્શન એન્ડ સસ્ટેનેબિલિટી”માં હોસ્પિટલના આર્થિક અને વહીવટી વિકાસ, સંચાલન ક્ષમતા, નાણાકીય સ્થિરતા અને ભવિષ્યલક્ષી બિઝનેસ મોડેલ્સ કઈ રીતે તૈયાર કરવા તે અંગે પ્રેક્ટિકલ ચર્ચા કરવામાં આવી હતી. ડૉક્ટર્સ માટે એથિકલ માર્કેટિંગ: છેલ્લા સત્રમાં “માર્કેટિંગ ફોર ડૉક્ટર્સ” વિષય હેઠળ સોશિયલ મીડિયા, ડિજિટલ પ્રેઝન્સ, બ્રાન્ડિંગ અને દર્દીઓ સાથેના સંવાદના નૈતિક ઉપયોગ અંગે ચર્ચા થઈ હતી. તબીબી વ્યવસાયની મર્યાદા અને નૈતિકતા જાળવી રાખીને પણ કઈ રીતે લોકોમાં વિશ્વાસ ઊભો કરી શકાય તે અંગે ઉપયોગી ટિપ્સ અપાઈ હતી. ડૉક્ટરોએ હવે ક્લિનિકલની સાથે વ્યૂહાત્મક રીતે તૈયાર થવું પડશે સમગ્ર સેમિનાર અંગે વાત કરતા AMAના પ્રમુખ ડૉ. જિજ્ઞેશ શાહે જણાવ્યું હતું કે, "આરોગ્ય ક્ષેત્ર ખૂબ જ ઝડપથી બદલાઈ રહ્યું છે. આજના સમયમાં ડૉક્ટરોને માત્ર તબીબી સારવાર (Clinical) પૂરતું જ નહીં, પરંતુ હોસ્પિટલ મેનેજમેન્ટ અને વ્યૂહાત્મક (Strategic) રીતે પણ અપગ્રેડ થવાની જરૂર છે. ‘પ્રેક્ટિસ 2030’નો મુખ્ય ઉદ્દેશ્ય જ ડૉક્ટરોને ભવિષ્યની તકો અને ટકાઉ વિકાસના ધોરણો વિશે માર્ગદર્શન આપવાનો છે." બીજી તરફ, EMFના પ્રમુખ ડૉ. મુકેશ પટેલે સેમિનારને મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદને બિરદાવ્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, મેડિકલ ક્ષેત્રના આગામી પડકારોનો સામનો કરવા માટે સમગ્ર મેડિકલ સમુદાયે સંગઠિત થઈને આવા શૈક્ષણિક અને ટેકનિકલ કાર્યક્રમો અવારનવાર કરતા રહેવું પડશે.
    Click here to Read More
    Previous Article
    મોડાસા-રાજેન્દ્રનગર હાઈવે મુદ્દે યુથ કોંગ્રેસનો વિરોધ:ચાર વર્ષથી બિસ્માર માર્ગની કામગીરી ઝડપી પૂર્ણ કરવા માગ, ઉગ્ર આંદોલનની ચીમકી
    Next Article
    સગીરાએ સંબંધ તોડી નાખતા ધરાર પ્રેમીનું પોત પ્રકાશ્યું:રાત્રિના સમયે સાગરીત સાથે મળી સગીરાના માતા-પિતા પર હુમલો કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment