Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોડાદરા વિસ્તારને નશામુક્ત કરવાની માગ સાથે વિરોધ પ્રદર્શન:બજરંગ સેનાના કાર્યકર્તાઓએ ગોડાદરા પોલીસ સ્ટેશન પહોંચી સૂત્રોચ્ચાર કર્યા, ગુનાખોરી વધી હોવાનો આક્ષેપ

    11 hours ago

    સુરત શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા અને શ્રમિકોની મોટી વસ્તી ધરાવતા ગોડાદરા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાના આક્ષેપ સાથે આજે ભારે હોબાળો મચી ગયો હતો. ગોડાદરા વિસ્તારમાં દિનપ્રતિદિન વધતી જતી ગુનાખોરી, જાહેરમાં લૂંટફાટ અને માદક પદાર્થોના ખુલ્લેઆમ વેચાણથી સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ ગંભીર મુદ્દે સ્થાનિક જનતાના આક્રોશને વાંચા આપવા માટે આજે બજરંગ સેનાના સેંકડો કાર્યકર્તાઓએ ગોડાદરા પોલીસ મથકે એક વિશાળ મોર્ચો કાઢ્યો હતો અને પોલીસ પ્રશાસન વિરુદ્ધ ઉગ્ર નારેબાજી કરીને હોબાળો મચાવ્યો હતો. એક નશાખોરને જાતે પકડીને પોલીસ મથકે લાવ્યા કાર્યકર્તાઓ આ વિરોધ પ્રદર્શન દરમિયાન બજરંગ સેનાના કાર્યકર્તાઓ ગોડાદરા વિસ્તારમાંથી જ એક નશાયુક્ત હાલતમાં ઘૂમતા અસામાજિક તત્વને રંગેહાથ પકડી લાવ્યા હતા. આ નશાખોરને સીધો ગોડાદરા પોલીસ મથકની બહાર લાવીને કાર્યકર્તાઓએ પોલીસની ઢીલી કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. કાર્યકર્તાઓનો આક્ષેપ હતો કે, જે કામ પોલીસે પેટ્રોલિંગ કરવાનું હોય છે, તે કામ આજે જનતા અને સંગઠનોએ જાતે કરવું પડી રહ્યું છે. નશાખોરને પોલીસ સ્ટેશન સમક્ષ હાજર રાખીને કાર્યકર્તાઓએ કલાકો સુધી પોલીસ મથકની બહાર કાયદો અને વ્યવસ્થાના કડક અમલ માટે સૂત્રોચ્ચારો કર્યા હતા. દારૂ, ડ્રગ્સ અને ગાંજાના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધની માંગ બજરંગ સેનાના પદાધિકારીઓએ પોલીસ સમક્ષ લેખિત અને મૌખિક રજૂઆત કરતા જણાવ્યું હતું કે, ગોડાદરા અને તેની આસપાસના વિસ્તારોમાં દેશી-વિદેશી દારૂની સાથે-સાથે ડ્રગ્સ અને ગાંજા જેવા જીવલેણ માદક પદાર્થોનું નેટવર્ક ખૂબ જ સક્રિય બન્યું છે. યુવાધન આ નશાના રવાડે ચઢીને પોતાનું ભવિષ્ય બરબાદ કરી રહ્યું છે. જો નશાના આ ગેરકાયદેસર અડ્ડાઓ અને પેડલરો પર તાત્કાલિક ધોરણે કડક કાર્યવાહી કરીને તેને કાયમ માટે બંધ કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, ગોડાદરા વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ એટલો વધી ગયો છે કે સામાન્ય નાગરિકો, ખાસ કરીને મહિલાઓ અને વેપારીઓ રાત્રિના સમયે બહાર નીકળતા ડરી રહ્યા છે. મોર્ચા દરમિયાન આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, નશાના બંધાણીઓ પોતાના નશાની આદત પૂરી કરવા માટે પૈસા મેળવવા ગમે તે હદ સુધી જઈ રહ્યા છે. રાહદારીઓને જાહેરમાં ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયારો બતાવીને ધમકાવવા, નાની-નાની વાતોમાં મારામારી કરવી, સોનાના ચેઈન કે મોબાઈલની સ્નેચિંગ કરવી તેમજ સામાન્ય લોકો પાસેથી લૂંટફાટ કરવી જેવી ઘટનાઓ રોજીંદી બની ગઈ છે. ગુનેગારોમાં પોલીસનો કોઈ ડર જ રહ્યો ન હોય તેવો માહોલ સર્જાયો છે. બજરંગ સેનાના એક કાર્ય કરે જણાવ્યું હતું કે, હું અહીં પોલીસ પ્રશાસનને અનુરોધ કરું છું, વિનંતી કરું છું કે ગોડાદરાની જનતાને કૃપા કરીને આપ સૌ આ નશાના દૂષણથી મુક્ત કરાવો અને જેટલું બની શકે, જેટલું જલ્દી થાય આની પર કડક કાર્યવાહી કરો.
    Click here to Read More
    Previous Article
    મહેસાણા-અમદાવાદ હાઈ-વે પર સ્ટેટ મોનીટરીંગ સેલની રેડ:29 લાખથી વધુના મુદ્દામાલ સાથે એક ઝડપાયો, સાત ફરાર
    Next Article
    ખેડૂત સાથે ઓનલાઈન છેતરપિંડી:ખેરાલુના ચાડા ગામે ખેડૂતના મોબાઈલનો એક્સેસ મેળવી ક્રોપ લોનના 2.30 લાખ સાયબર ગઠિયાઓ ઉપાડી ગયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment