Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં પત્નીએ આત્મહત્યા કરતાં પતિ સામે ગુનો:સાત વર્ષ બાદ સમાધાનથી સાસરે પરત ફરેલી પરિણીતાએ ત્રાસથી કંટાળી જીવન ટૂંકાવ્યું

    15 hours ago

    પાટણ શહેરના ખાલકપુરા બોકરવાડા વિસ્તારમાં એક પરિણીતાને તેના પતિ દ્વારા સતત શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતા તેણે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનો મામલો સામે આવ્યો છે. સારવાર દરમિયાન પરિણીતાનું મોત નીપજતાં મૃતકના ભાઈની ફરિયાદના આધારે પાટણ સીટી ‘એ’ ડિવિઝન પોલીસે પતિ વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરિત કરવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. 14 વર્ષ પહેલાં લગ્ન થયા, સંતાનમાં એક પુત્ર ફરિયાદ મુજબ, બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના આંબલુણ ગામના દશરથજી ચંદનજી ઠાકોરની નાની બહેન સોનલબેનના લગ્ન આશરે 14 વર્ષ અગાઉ પાટણના ખાલકપુરા બોકરવાડામાં રહેતા વિજયજી રમેશજી ઠાકોર સાથે સમાજના રીત-રિવાજ મુજબ થયા હતા. લગ્નજીવન દરમિયાન દંપતીને એક પુત્ર પણ થયો હતો. શરૂઆતમાં ઘર સંસાર સુખમય રહ્યો હતો, પરંતુ બાદમાં પતિ-પત્ની વચ્ચે વારંવાર વિવાદ થતા સોનલબેન અનેક વખત પિયર જતી રહેતી હતી. મૃતક પરિણીતા છેલ્લા 7 વર્ષથી પિયરમાં હતી છેલ્લા સાત વર્ષથી સોનલબેન પોતાના પિયર આંબલુણ ગામે રહેતી હતી. આ દરમિયાન સાસરી પક્ષ દ્વારા તેમને પરત લઈ જવાના પ્રયાસો ન થતાં અગાઉ રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ ગત 13 મે, 2026ના રોજ બંને પક્ષો વચ્ચે સમાધાન થતાં સોનલબેનને ફરીથી તેમના સાસરે મોકલવામાં આવ્યા હતા. પતિના ત્રાસથી ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ, સારવાર દરમિયાન મોત આરોપ છે કે શરૂઆતના થોડા દિવસો સુધી સારી રીતે રાખ્યા બાદ પતિ વિજયજી રમેશજી ઠાકોરે ફરીથી શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. સતત હેરાનગતિથી કંટાળીને સોનલબેને 15 જૂન, 2026ના રોજ પોતાના સાસરીના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પરિવારજનો તેમને તાત્કાલિક સારવાર માટે જનતા હોસ્પિટલ, પાટણ ખાતે લઈ ગયા હતા. જોકે સારવાર દરમિયાન 20 જૂન, 2026ના રોજ તેમનું મોત નીપજ્યું હતું. પતિ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો મૃત્યુ બાદ મૃતકના ભાઈ દશરથજી ઠાકોરે પાટણ સીટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી પતિ વિજયજી રમેશજી ઠાકોર સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 173 તેમજ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 85 અને 108 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પાટણ ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ:પર્યાવરણ જાળવણી માટે હોદ્દેદારો અને ગ્રામજનોએ સંકલ્પ લીધો
    Next Article
    મોટા-મોટાના શ્વાસ ફૂલી જાય, ત્યાં તિરંગો લહેરાવ્યો:કાતિલ ઠંડી ને ઓક્સિજનની અછત, જામનગરનો 9 વર્ષનો વિહાન 17,350 ફૂટ ઊંચું શિખર સર કરનાર દેશનો સૌથી નાનો પર્વતારોહક બન્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment