Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોટા-મોટાના શ્વાસ ફૂલી જાય, ત્યાં તિરંગો લહેરાવ્યો:કાતિલ ઠંડી ને ઓક્સિજનની અછત, જામનગરનો 9 વર્ષનો વિહાન 17,350 ફૂટ ઊંચું શિખર સર કરનાર દેશનો સૌથી નાનો પર્વતારોહક બન્યો

    18 hours ago

    જામનગરના માત્ર 9 વર્ષ અને 4 મહિનાના બાળ પર્વતારોહક વિહાન ચેતરીયાએ હિમાચલ પ્રદેશના કુલ્લુ-મનાલીમાં આવેલા 5,289 મીટર (આશરે 17,350 ફૂટ) ઊંચા ટેકનિકલ ફ્રેન્ડશીપ શિખરને સફળતાપૂર્વક સર કરીને ભારતનો સૌથી નાની વયનો પર્વતારોહક બનવાનો નવો રાષ્ટ્રીય કીર્તિમાન સ્થાપ્યો છે. અગાઉના 10 વર્ષ અને 2 મહિનાના રેકોર્ડને તોડીને પ્રતિકૂળ સંજોગો વચ્ચે મેળવેલી આ અભૂતપૂર્વ સિદ્ધિએ દેશભરમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. સાહસ અને વિશેષ તાલીમની અનિવાર્યતા ટેકનિકલ દ્રષ્ટિએ અત્યંત પડકારજનક અને જોખમી ગણાતા ફ્રેન્ડશીપ શિખર પર વિજય મેળવવો એ સામાન્ય ટ્રેકિંગ નથી. આ પર્વતારોહણ માટે વિહાનને બરફ અને હિમનદી એટલે કે ગ્લેસિયર વિસ્તારમાં ચાલવાની કઠિન તાલીમ આપવામાં આવી હતી. અતિ વિષમ પરિસ્થિતિઓમાં દોરડા, આઈસ એક્સ અને ક્રેમ્પોન્સ જેવા વિશેષ પર્વતારોહણ સાધનોનો કુશળ ઉપયોગ કરીને તેણે પોતાની અસાધારણ ક્ષમતાનો પરિચય આપ્યો હતો. કાતિલ ઠંડી અને કુદરતી પડકારોનો સામનો આ કપરા મિશન દરમિયાન વિહાને માઇનસ ડિગ્રી તાપમાન, હાડ થીજવતી કાતિલ ઠંડી અને ઓક્સિજનની ઓછી માત્રા જેવા જીવલેણ પડકારોનો હિંમતભેર સામનો કર્યો હતો. બરફથી ઢંકાયેલા જોખમી માર્ગો અને પ્રતિકૂળ હવામાન વચ્ચે પણ અડગ મનોબળ રાખીને તે આગળ વધતો રહ્યો અને અંતે શિખરની ટોચ પર પહોંચીને ગર્વભેર ભારતનો રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. અન્ય બાળકો અને યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બન્યો ખૂબ જ નાની ઉંમર હોવા છતાં વિહાન હિમાલય ક્ષેત્રના અનેક મુશ્કેલ પર્વતીય પ્રવાસો અને અન્ય શિખરો પણ સફળતાપૂર્વક પૂર્ણ કરી ચૂક્યો છે. બાળ પર્વતારોહણ ક્ષેત્રે સતત નવી ઊંચાઈઓ સર કરી રહેલો વિહાન આજે દેશના અન્ય બાળકો અને યુવાનો માટે સાહસ અને દ્રઢ સંકલ્પનું ઉત્કૃષ્ટ પ્રેરણાસ્ત્રોત બન્યો છે. સમગ્ર ગુજરાતમાં ખુશીનો માહોલ વિહાનની આ ઐતિહાસિક અને રાષ્ટ્રીય સ્તરની સિદ્ધિ બદલ જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં ભારે હર્ષની લાગણી વ્યાપી ગઈ છે. તેની અદભુત સિદ્ધિને બિરદાવવા માટે રાજ્યની વિવિધ સામાજિક, શૈક્ષણિક અને રમતગમત સંસ્થાઓ તેમજ અગ્રણી નાગરિકો દ્વારા તેના પર અવિરત અભિનંદન અને શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે. આ પણ વાંચો ધ્રોલના યુવાને હિમાલયનું 14,000 ફૂટ ઊંચું શિખર સર કર્યું:ગુજરાતના 70માંથી 16 યુવાનોએ સિદ્ધિ મેળવી 1 મહિના પહેલા ધ્રોલના યુવાન દિનેશ અરજણભાઈ ચાવડાએ હિમાચલ પ્રદેશમાં આવેલું 14,500 ફૂટ ઊંચું શિખર એક જ દિવસમાં સર કરીને ભારતનો ધ્વજ ફરકાવ્યો હતો. ગુજરાતના 70 યુવાનોમાંથી માત્ર 16 યુવાનો જ આ લક્ષ્ય હાંસલ કરી શક્યા હતા. (સંપૂર્ણ અહેવાલ માટે અહીં ક્લીક કરો) આ પણ વાંચો ઈડરના અર્ચ પટેલે માઉન્ટ ફ્રેન્ડશિપ સર કર્યું:17,350 ફૂટ ઊંચા શિખર પર સફળતાપૂર્વક સમિટ પૂર્ણ કરી ત્રણ દિવસ પહેલા સાબરકાંઠા જિલ્લાના ઈડરના યુવા પર્વતારોહક અર્ચ પટેલે હિમાચલ પ્રદેશમાં આવેલા 17,350 ફૂટ ઊંચા માઉન્ટ ફ્રેન્ડશિપ શિખર પર સફળતાપૂર્વક આરોહણ કરીને શહેર અને ઉત્તર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. તેમણે પોતાની હિંમત, સહનશક્તિ અને અડગ સંકલ્પશક્તિનું પ્રદર્શન કર્યું હતું. (સંપૂર્ણ અહેવાલ માટે અહીં ક્લિક કરો)
    Click here to Read More
    Previous Article
    પાટણમાં પત્નીએ આત્મહત્યા કરતાં પતિ સામે ગુનો:સાત વર્ષ બાદ સમાધાનથી સાસરે પરત ફરેલી પરિણીતાએ ત્રાસથી કંટાળી જીવન ટૂંકાવ્યું
    Next Article
    Food Authority Issues Notices To Food Brands Over No 'Added Sugar', 'Natural' And Health Claims

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment