Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ:પર્યાવરણ જાળવણી માટે હોદ્દેદારો અને ગ્રામજનોએ સંકલ્પ લીધો

    14 hours ago

    પાટણ જિલ્લાના મેમણ ગામે ૨૧ જૂન, ૨૦૨૬ના રોજ ભારતીય જનતા પાર્ટી પાટણ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. પર્યાવરણની જાળવણી અને પ્રકૃતિના જતન હેતુ આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વૃક્ષો વાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ 'એક પેડ મા કે નામ' અભિયાન અંતર્ગત યોજાયો હતો. ઉપસ્થિત હોદ્દેદારો અને ગ્રામજનોએ વાવેલા વૃક્ષોના ઉછેર માટે સંકલ્પ લીધા હતા. આ પ્રસંગે જિલ્લા મોરચા પ્રમુખ અશોકભાઈ પરમાર, પ્રદેશ ભાજપ કિસાન મોરચાના મંત્રી ભીખાભાઈ ખેર, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભાનુમતીબેન વી. મકવાણા અને મહામંત્રી મહેશભાઈ જાદવ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કૌશિકભાઈ સાધુ, કેતનભાઈ પરમાર, સંજયભાઈ બારોટ, વિજયકુમાર મકવાણા સહિત તાલુકા મોરચાના પ્રમુખો, મહામંત્રીઓ, પક્ષના કાર્યકર્તાઓ અને મેમણ ગામના અગ્રણીઓ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન આગેવાનોએ ગ્લોબલ વોર્મિંગ જેવી વૈશ્વિક સમસ્યાઓ સામે લડવા માટે વૃક્ષારોપણને ઉત્તમ ઉપાય ગણાવ્યો હતો. તેમણે માત્ર વૃક્ષ વાવવા પૂરતું સીમિત ન રહેતા તેના યોગ્ય જતન પર પણ ભાર મૂક્યો હતો. પક્ષના કાર્યકર્તાઓ અને સ્થાનિક ગ્રામજનોના સહયોગથી આ કાર્યક્રમ સફળ રહ્યો હતો. આ પ્રસંગે સમગ્ર ગામને હરિયાળું બનાવવાનો દ્રઢ સંકલ્પ કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    સૌરાષ્ટ્રના ડેમોમાં 2 દિવસમાં નર્મદાના પાણી પહોંચશે:કોળી સમાજ સર્વસંમતિથી પ્રમુખ પદ સોંપશે તો જ હું સ્વીકારીશ, ચૂંટણી નહીં લડું : કુંવરજીભાઈ બાવળિયા
    Next Article
    પાટણમાં પત્નીએ આત્મહત્યા કરતાં પતિ સામે ગુનો:સાત વર્ષ બાદ સમાધાનથી સાસરે પરત ફરેલી પરિણીતાએ ત્રાસથી કંટાળી જીવન ટૂંકાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment