Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સલાબતપુરામાં આતંક મચાવનારા આસિફ ગાંડાની સાન ઠેકાણે આવી:સાગરિતો સાથે સંબંધીના ઘરે જઈ બેફામ ગાળાગાળી અને દરવાજો તોડવાનો પ્રયાસ કર્યો હતો

    1 day ago

    સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ડહોળવાનો પ્રયાસ કરનારા અસામાજિક તત્વો સામે સુરત પોલીસે લાલ આંખ કરી છે. શહેરના સલાબતપુરા વિસ્તારમાં ગતરાત્રિએ એક ફરિયાદીના ઘરમાં ઘૂસી, ચપ્પુ બતાવી, બિભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપનાર કુખ્યાત રીઢા ગુનેગાર આસીફ ઉર્ફે આસીફ ગાંડા અને તેની ટોળકીના અન્ય ત્રણ સાગરીતોને સલાબતપુરા પોલીસ ટીમે ગણતરીના કલાકોમાં જ દબોચી લીધા છે. પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અડધી રાત્રે ઘરમાં ઘૂસી આતંક મચાવ્યો મળતી માહિતી મુજબ, આ ઘટના 20 જૂન, 2026ના રોજ મોડી રાત્રે બની હતી. સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા ફરિયાદી પોતાના ઘરે હાજર હતા, તે સમયે અચાનક જ તે વિસ્તારનો રીઢો ગુનેગાર આસીફ ગાંડો તેના ત્રણ સાગરીતો સાથે ફરિયાદીના ઘરે ધસી આવ્યો હતો. આરોપીઓએ કોઈ પણ કારણ વગર ફરિયાદીના ઘર પાસે આવી જાહેરમાં બિભત્સ ગાળો બોલવાનું શરૂ કર્યું હતું. જ્યારે ફરિયાદીએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે આસીફ ગાંડાએ પોતાની પાસે રહેલું તીક્ષ્ણ ચપ્પુ કાઢી ફરિયાદીને બતાવી, હવામાં લહેરાવી આતંક મચાવ્યો હતો. આરોપીઓએ ફરિયાદીને જાહેરમાં જાનથી મારી નાખવાની ગંભીર ધમકી આપી હતી. અડધી રાત્રે બનેલી આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અને પરિવારમાં ભયનો માહોલ વ્યાપી ગયો હતો. આરોપીઓ ધમકી આપીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.આ ઘટના અંગે ભયભીત થયેલા ફરિયાદીએ તાત્કાલિક સલાબતપુરા પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો અને સમગ્ર આપવીતી જણાવી ગુનાહિત ટોળકી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ઉચ્ચ અધિકારીઓએ સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું હતું કે, પોલીસ સ્ટેશન વિસ્તારની શાંતિ ભંગ કરનારા અને નાગરિકોમાં ભય ફેલાવનારા ઇસમો વિરૂદ્ધ દાખલારૂપ અને કડક કામગીરી કરવી, જેથી ભવિષ્યમાં કોઈ આવું સાહસ ન કરે. પોલીસે આસિફ ગાંડા અને તેના સાગરિતોને ઝડપી પાડ્યા પોલીસ ટીમે સંયુક્ત રીતે અલગ-અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. બાતમીદારો અને સ્થાનિક કડીઓ મેળવીને, પોલીસે ગુનો નોંધાયાના ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી આસીફ ગાંડા અને તેની સાથે સામેલ અન્ય તમામ ત્રણ સાગરિતોને અલગ-અલગ જગ્યાએથી કોર્ડન કરીને ઝડપી પાડ્યા હતા. પોલીસની આ ત્વરિત અને આક્રમક કામગીરીને કારણે ગુનેગારોને ભાગવાનો કોઈ મોકો મળ્યો ન હતો. સલાબતપરા પોલીસે BNSની કલમ મુજબ કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    કરજણમાં 1.23 કરોડના વિદેશી દારૂ પર બુલડોઝર ફરી વળ્યું:ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં 24 હજારથી વધુ બોટલોનો બામણગામ પાસે નાશ કરાયો
    Next Article
    વઢવાણ સુરસાગર ડેરીમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી:'યોગ ફોર વન અર્થ, વન હેલ્થ' થીમ હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં ડેરીના અધિકારીઓ, કર્મચારીઓએ યોગ કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment