Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કરજણમાં 1.23 કરોડના વિદેશી દારૂ પર બુલડોઝર ફરી વળ્યું:ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં 24 હજારથી વધુ બોટલોનો બામણગામ પાસે નાશ કરાયો

    1 day ago

    વડોદરા જિલ્લા કરજણ પોલીસ ડિવિઝન હેઠળ આવતા કરજણ અને વલણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા કેટલાક સમય દરમિયાન જપ્ત કરવામાં આવેલા 1 કરોડ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થાનો બામણગામ પાસે બુલડોઝર ફેરવીને સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો છે. નામદાર કોર્ટમાંથી કાયદેસરની મંજૂરી મેળવ્યા બાદ ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં આ નિકાલની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. 7 ગુનાઓમાં જપ્ત કરાઈ હતી 24,210 બોટલો આ અંગે વિગતો આપતા ડીવાયએસપી (DySP) પી. એન. પટેલે જણાવ્યું હતું કે, 1 માર્ચ, 2026થી લઈને 21 જૂન, 2026 સુધીના ટૂંકા સમયગાળા દરમિયાન કરજણ ડિવિઝન પોલીસ દ્વારા વિદેશી દારૂના કુલ 7 જેટલા મોટા ગુનાઓ નોંધવામાં આવ્યા હતા. આ સફળ દરોડાઓ દરમિયાન પોલીસ દ્વારા જુદી-જુદી બ્રાન્ડની નાની-મોટી કુલ 24,210 બોટલો જપ્ત કરવામાં આવી હતી. આ જપ્ત કરાયેલા ગેરકાયદેસર મુદ્દામાલની કુલ કિંમત 1,23,18,300 જેટલી થવા જાય છે. કોર્ટની મંજૂરી બાદ બામણગામ ખાતે એક્શન નિયમ અનુસાર જપ્ત કરાયેલા દારૂના જથ્થાનો નિકાલ કરવા માટે નામદાર કોર્ટમાંથી જરૂરી મંજૂરી મેળવવામાં આવી હતી. કોર્ટનો આદેશ મળતાની સાથે જ આજે બામણગામ ખાતે નિયત કરવામાં આવેલી ખુલ્લી જગ્યા પર આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જ્યાં તમામ બોટલો રોડ પર ગોઠવી તેના પર ભારે વજનદાર બુલડોઝર ફેરવી દેવાયું હતું. ઉચ્ચ અધિકારીઓની પ્રત્યક્ષ હાજરીમાં પ્રક્રિયા સંપન્ન સરકારના નીતિ-નિયમો અને ચુસ્ત પારદર્શિતા સાથે દારૂના આ મસમોટા જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન કરજણ પ્રાંતના SDM, નશાબંધી અને આબકારી વિભાગના અધિકારીઓ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ જવાબદાર અધિકારીઓની પ્રત્યક્ષ હાજરીમાં અને સુપરવિઝન હેઠળ કાયદેસરની કાર્યવાહી આટોપી લેવાઈ હતી. વડોદરા ગ્રામ્ય પોલીસની આ કામગીરીથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
    Click here to Read More
    Previous Article
    વિદ્યાર્થિની કોલ લેટર ભૂલી, વલસાડ પોલીસે મદદ કરી:પ્રિન્ટ કઢાવી સમયસર પરીક્ષા કેન્દ્ર પહોંચાડી
    Next Article
    સલાબતપુરામાં આતંક મચાવનારા આસિફ ગાંડાની સાન ઠેકાણે આવી:સાગરિતો સાથે સંબંધીના ઘરે જઈ બેફામ ગાળાગાળી અને દરવાજો તોડવાનો પ્રયાસ કર્યો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment