Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિદ્યાર્થિની કોલ લેટર ભૂલી, વલસાડ પોલીસે મદદ કરી:પ્રિન્ટ કઢાવી સમયસર પરીક્ષા કેન્દ્ર પહોંચાડી

    1 day ago

    વલસાડમાં NEET પરીક્ષા દરમિયાન એક વિદ્યાર્થિની પોતાનો કોલ લેટર ઘરે ભૂલી ગઈ હતી. વલસાડ સિટી પોલીસે તાત્કાલિક મદદ કરીને વિદ્યાર્થિનીને સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડી હતી. આ ઘટના આજે જમનાબાઈ હાઈસ્કૂલ ખાતે આવેલા પરીક્ષા કેન્દ્ર પર બની હતી. સુખાલા ગામની એક વિદ્યાર્થિની પરીક્ષા આપવા પહોંચી હતી, ત્યારે તેને જાણ થઈ કે તે પોતાનો કોલ લેટર ઘરે ભૂલી ગઈ છે, જેના કારણે તેને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઘટનાની જાણ થતાં વલસાડ સિટી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે વિદ્યાર્થિનીને પોલીસ સ્ટેશન લઈ જઈ જરૂરી કાર્યવાહી કરીને કોલ લેટરની પ્રિન્ટ કઢાવી આપી હતી. સમયનો વ્યય કર્યા વિના, પોલીસે વિદ્યાર્થિનીને સુરક્ષિત રીતે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડી, જેથી તે પરીક્ષા આપી શકી. વલસાડ સિટી પોલીસની આ કામગીરીની સ્થાનિક લોકોએ પ્રશંસા કરી હતી.
    Click here to Read More
    Previous Article
    પાવીજેતપુરના વસંતગઢમાં આધેડ પર રીંછનો હુમલો:છાતી-ગળામાં ગંભીર ઇજા, સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
    Next Article
    કરજણમાં 1.23 કરોડના વિદેશી દારૂ પર બુલડોઝર ફરી વળ્યું:ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં 24 હજારથી વધુ બોટલોનો બામણગામ પાસે નાશ કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment