Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાવીજેતપુરના વસંતગઢમાં આધેડ પર રીંછનો હુમલો:છાતી-ગળામાં ગંભીર ઇજા, સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

    1 day ago

    પાવીજેતપુર તાલુકાના વસંતગઢ ડેમ સાઈડ વિસ્તારમાં રવિવારે વહેલી સવારે એક આધેડ પર રીંછે હુમલો કર્યો હતો. આ હુમલામાં આધેડને છાતી અને ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જે બાદ તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, વસંતગઢ ડેમ સાઈડ વિસ્તારમાં રહેતા ૫૨ વર્ષીય બળવંતસિંહ મથુરસિંહ રાઠવા રવિવારે સવારે લગભગ પાંચ વાગ્યે પોતાના ઘરની બહાર લઘુશંકા માટે નીકળ્યા હતા. તે સમયે નજીકના જંગલ વિસ્તારમાંથી અચાનક એક રીંછ બહાર આવ્યું અને તેમના પર હુમલો કર્યો. રીંછના હુમલામાં બળવંતસિંહને છાતીના ભાગે અને ગળાની ઉપર જમણી બાજુ ગંભીર ઇજાઓ થઈ હતી. તેમની બૂમાબૂમ સાંભળીને પરિવારજનો અને આસપાસના લોકો દોડી આવ્યા હતા. લોકોનો અવાજ સાંભળીને રીંછ જંગલ તરફ ભાગી ગયું હતું. ઘટનાની જાણ થતાં જ ઇજાગ્રસ્ત બળવંતસિંહને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા બોડેલી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. વધુ સારવાર અને રેબીસ વેક્સિન માટે તેમને પાવીજેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. વસંતગઢ અને આસપાસના વિસ્તારો જંગલને અડીને આવેલા હોવાથી રીંછ સહિતના જંગલી પ્રાણીઓ માનવ વસાહત નજીક આવી ચડવાની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે. આ ઘટનાને પગલે ગ્રામજનોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. સ્થાનિક લોકોએ વન વિભાગ દ્વારા વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવા અને જંગલી પ્રાણીઓને ગામમાં પ્રવેશતા અટકાવવા માટે અસરકારક પગલાં ભરવાની માંગ કરી છે. ગ્રામજનો વહેલી સવારે અને મોડી સાંજે એકલા બહાર નીકળવામાં પણ ગભરાટ અનુભવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    Kajol on her love for fish and chips: Dietitian advises eating it every few weeks ‘as part of a healthy diet’
    Next Article
    વિદ્યાર્થિની કોલ લેટર ભૂલી, વલસાડ પોલીસે મદદ કરી:પ્રિન્ટ કઢાવી સમયસર પરીક્ષા કેન્દ્ર પહોંચાડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment