Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં જિલ્લા કક્ષાએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી:‘યોગ ફોર હેલ્ધી એજિંગ’ થીમ સાથે મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા, જેલના બંદિવાનો-કર્મચારીઓએ અભિયાનમાં ભાગ લીધો

    1 day ago

    21મી જૂને ભરૂચના જી.એન.એફ.સી. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. ‘યોગ ફોર હેલ્ધી એજિંગ-2026’ થીમ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં જનપ્રતિનિધિઓ, વહીવટી અધિકારીઓ, વિવિધ સંસ્થાઓ, એનજીઓ, શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સામૂહિક યોગાભ્યાસ કર્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મહાનુભાવોએ માણસા ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા રાજ્યસ્તરીય યોગ દિવસ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. મુખ્યમંત્રીએ રાજ્યના નાગરિકોને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોલકાતાથી આપેલા સંબોધનનું પણ લાઈવ ટેલિકાસ્ટ ઉપસ્થિત લોકોએ નિહાળ્યું હતું. જી.એન.એફ.સી. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતેના મુખ્ય કાર્યક્રમમાં યોગ ગુરુ શિશપાલજી દ્વારા માણસાથી કરાયેલી લાઈવ યોગ ક્રિયામાં અધિકારીઓ, પદાધિકારીઓ, ગુજરાત યોગ બોર્ડના સ્વયંસેવકો, વિવિધ સામાજિક સંસ્થાઓ, એનજીઓ અને શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર યોગાસનો કર્યા હતા. આ દ્વારા તેમણે યોગ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે યોગ ભારતની પ્રાચીન સંસ્કૃતિની અમૂલ્ય ધરોહર છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે યોગ માત્ર કસરત નથી, પરંતુ તે સ્વસ્થ શરીર, શાંત મન અને સંતુલિત જીવન તરફ દોરી જતી એક જીવનશૈલી છે. ધારાસભ્ય મિસ્ત્રીએ નાગરિકોને યોગને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવી નિયમિત યોગાભ્યાસ કરવા અપીલ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે વધતી ઉંમર સાથે અનેક આરોગ્ય સમસ્યાઓ ઊભી થતી હોય છે, ત્યારે યોગ દ્વારા આવા અનેક પ્રશ્નોના નિવારણમાં મદદ મળી શકે છે. ‘યોગ ફોર હેલ્ધી એજિંગ’ થીમ અંતર્ગત આયોજિત આ કાર્યક્રમ સ્વસ્થ અને સક્રિય જીવન માટે સંકલ્પબદ્ધ બનવાનો ઉત્તમ અવસર છે. ઉલ્લેખનીય છે કે જિલ્લા કક્ષાના મુખ્ય કાર્યક્રમ ઉપરાંત ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકા મથકો અને નગરપાલિકા કક્ષાએ પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા કલેક્ટર ડૉ. નવનાથ ગવ્હાણે, જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા મહામંત્રી જીગ્નેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, જી.એન.એફ.સી.ના અધિકારીઓ સહિત વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જેલમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ભરૂચ જિલ્લા જેલમાં ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2026ની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક, જેલ અને સુધારાત્મક વહીવટની કચેરીના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. ઇન્ચાર્જ અધિક્ષક એન.પી. રાઠોડના નેતૃત્વમાં યોગ દ્વારા સ્વસ્થ જીવનશૈલી અને માનસિક સંતુલન અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. બંદિવાનો અને કર્મચારીઓએ યોગ-સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો આ પ્રસંગે ગાંધીનગર યોગ બોર્ડના યોગ શિક્ષક નટવરસિંહ રાજપૂત અને માધવી શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે "યોગ વિશે જનજાગૃતિ" અભિયાન અંતર્ગત જેલના તમામ બંદિવાનો તેમજ અધિકારી-કર્મચારીઓને યોગના આરોગ્યલક્ષી ફાયદાઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું. આ દરમિયાન યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનની વિવિધ ક્રિયાઓ કરાવવામાં આવી હતી. કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા જેલના તમામ બંદિવાનો તથા ફરજ પરના અધિકારી-કર્મચારીઓએ ભાગ લીધો હતો. સૌએ યોગને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. યોગ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં તમામ અધિકારી-કર્મચારીઓએ જેલ પરિસરમાં એક કલાક સુધી શ્રમદાન કરી સફાઈ કામગીરી કરી હતી. જેલ તંત્ર દ્વારા યોગ અને સ્વચ્છતાનો સંદેશ આપતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિશેષ આયોજન કરાયું હતું.
    Click here to Read More
    Previous Article
    11 વર્ષ પહેલા સોનીની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો:મહેસાણા LCBએ એક આરોપીને દબોચ્યો, બે વોન્ટેડ
    Next Article
    ભારતી આશ્રમ ખાતે હરિહરાનંદ ભારતી બાપુનો સન્માન સમારોહ:​હરિહરાનંદ બાપુની જૂના અખાડાના અધ્યક્ષ તરીકે નિમણૂક થયા બાદ આજે ભારતી આશ્રમ ખાતે ભવ્ય સન્માન સમારંભ યોજાયો, અઢારે વરણે બાપુનું કર્યું સન્માન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment