Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    11 વર્ષ પહેલા સોનીની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો:મહેસાણા LCBએ એક આરોપીને દબોચ્યો, બે વોન્ટેડ

    1 day ago

    બનાસકાંઠા જિલ્લાના ભીલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજથી અગિયાર વર્ષ અગાઉ વર્ષ 2015માં એક સોનીની દુકાનમાંથી સોના-ચાંદીના દાગીનાની મોટી ચોરી થઈ હતી. લાંબા સમયથી વણઉકેલાયેલા આ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ને મોટી સફળતા મળી છે. પોલીસે આ મામલે એક આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે, જ્યારે અન્ય બે સાગરીતોને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે. આરોપીએ અન્ય સાથે મળી 2015માં બનાસકાંઠાના ભીલડીમાં ચોરી કરી હતી મહેસાણા LCBના પોલીસ ઇન્સ્પેક્ટર એ. એમ. કામળીયાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં મિલકત વિરૂદ્ધના ગુનાઓ અને ઘરફોડ ચોરીના બનાવો અટકાવવા તેમજ વણઉકેલાયેલા ગુનાઓ શોધી કાઢવા માટે અલગ-અલગ ટીમો કાર્યરત કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, મહેસાણા રામોસણા બ્રિજ નીચેથી ઊંઝા તરફ જતા રસ્તા પર દર્શન હોટેલ પાસે એક શંકાસ્પદ ઇસમ ઊભો છે. આ ઇસમ આશરે અગિયાર-બાર વર્ષ અગાઉ ડીસા તાલુકાના નવી ભીલડી ખાતે સોનીની દુકાનમાં થયેલી ચોરીની ઘટનામાં સામેલ હતો. બાતમીના આધારે LCBની ટીમે દર્શન હોટેલ આગળથી દીપકકુમાર પ્રતાપજી કલાજી ઠાકોર (ઉંમર વર્ષ 35 રહે. સુભાષચોક, સિંધી કોલોની, ડીસા, જી. બનાસકાંઠા) નામના ઇસમને રૂપિયા 5000ની કિંમતના એક મોબાઈલ ફોન સાથે ઝડપી લીધો હતો. પોલીસની સઘન પૂછપરછ દરમિયાન આરોપી દીપકકુમારે ગુનાની કબૂલાત કરતા જણાવ્યું હતું કે, વર્ષ 2015માં તેણે તેના અન્ય બે મિત્રો કિશોરકુમાર ઉર્ફે કે.કે. કાંતિલાલ પંચાલ (રહે. સુભાષચોક, ડીસા) અને નકુલકુમાર બાબુલાલ ઠક્કર (રહે. સન્મુખ સોસાયટી, રિલાયન્સ પેટ્રોલ પંપની પાછળ, ડીસા) સાથે મળીને નવી ભીલડી ખાતે આવેલી એક સોનીની દુકાનનું શટર તોડ્યું હતું. ત્યારબાદ દુકાનમાં રાખેલા બોક્સમાંથી સોનાની ચૂકો અને ચાંદીના જુડાની ચોરી કરી હતી. ચોરીના ગુનામાં ફરાર 2 આરોપીઓની શોધખોળ આ કબૂલાતના આધારે પોલીસે રેકોર્ડ તપાસતા માલૂમ પડ્યું હતું કે, આ ચોરી અંગે ભીલડી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2016માં ઇ.પી.કો. કલમ 457 અને 380 મુજબ ગુનો નોંધાયો હતો. મહેસાણા LCBએ પકડાયેલા આરોપી દીપકકુમાર ઠાકોર વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને તેને આગળની તપાસ અને કાર્યવાહી માટે મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. આ સાથે જ ચોરીની ઘટનામાં સામેલ અન્ય બે વોન્ટેડ આરોપીઓ કિશોરકુમાર પંચાલ અને નકુલકુમાર ઠક્કરને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    GSRTC કંડક્ટર ભરતી, ગોધરામાં ફર્સ્ટ એઇડ તાલીમ માટે ભારે ધસારો:35 ટકાથી વધુ મહિલા ઉમેદવારોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો
    Next Article
    ભરૂચમાં જિલ્લા કક્ષાએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી:‘યોગ ફોર હેલ્ધી એજિંગ’ થીમ સાથે મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા, જેલના બંદિવાનો-કર્મચારીઓએ અભિયાનમાં ભાગ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment