Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    GSRTC કંડક્ટર ભરતી, ગોધરામાં ફર્સ્ટ એઇડ તાલીમ માટે ભારે ધસારો:35 ટકાથી વધુ મહિલા ઉમેદવારોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો

    1 day ago

    ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) કંડક્ટર ભરતી પ્રક્રિયા અંતર્ગત ગોધરામાં ફર્સ્ટ એઇડ તાલીમ માટે ઉમેદવારોનો ભારે ઘસારો જોવા મળ્યો છે. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પુરુષ ઉમેદવારોની સાથે 35%થી વધુ મહિલા ઉમેદવારોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો છે. કંડક્ટરની નોકરી માટે પ્રાથમિક સારવાર (ફર્સ્ટ એઇડ) તાલીમ અનિવાર્ય છે. આ ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં ઉમેદવારો ગોધરા સ્થિત રેડ ક્રોસ સોસાયટી ખાતે ઉમટી પડ્યા છે. ઉમેદવારોની ભારે ભીડને પહોંચી વળવા માટે, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા BRGF ભવન ખાતે ફર્સ્ટ એઇડ તાલીમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ વ્યવસ્થા દ્વારા તમામ ઉમેદવારોને સુવ્યવસ્થિત રીતે તાલીમ મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે. આ ભરતીમાં મહિલા ઉમેદવારોનો ઉત્સાહ નોંધપાત્ર છે. એક મહિલા ઉમેદવારે જણાવ્યું હતું કે મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે અને GSRTCમાં જોડાઈને તેમને સરકારના મહિલા સશક્તિકરણના વિઝનને સાકાર કરવાની તક મળી છે. અત્યાર સુધીમાં 4,000 થી વધુ ઉમેદવારોએ ફર્સ્ટ એઇડની તાલીમ મેળવી લીધી છે, જ્યારે 2,000 થી વધુ નવા ઉમેદવારોએ તાલીમ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ગોધરા ખાતે ચાલી રહેલી આ કામગીરીને કારણે એસ.ટી. નિગમની ભરતીને લઈને સ્થાનિક યુવાધનમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રેડ ક્રોસ સોસાયટી દ્વારા વધારાના ટ્રેનરોનું આયોજન કરીને ઝડપી કામગીરી કરવામાં આવી રહી છે, જેથી તમામ ઉમેદવારોને સમયસર પ્રમાણપત્રો મળી રહે.
    Click here to Read More
    Previous Article
    આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026:શિલ્પા શેટ્ટી, અક્ષય કુમાર, શાહિદ કપૂર, શ્રીલીલા સહિતના સ્ટાર્સે યોગાભ્યાસ કર્યો; VIDEO
    Next Article
    11 વર્ષ પહેલા સોનીની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો:મહેસાણા LCBએ એક આરોપીને દબોચ્યો, બે વોન્ટેડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment