Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026:શિલ્પા શેટ્ટી, અક્ષય કુમાર, શાહિદ કપૂર, શ્રીલીલા સહિતના સ્ટાર્સે યોગાભ્યાસ કર્યો; VIDEO

    1 day ago

    આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026ના અવસરે બોલિવૂડના ઘણા સેલેબ્સે યોગ કાર્યક્રમોમાં ભાગ લીધો અને સોશિયલ મીડિયા દ્વારા લોકોને યોગ અપનાવવાનો સંદેશ આપ્યો. આમાં અક્ષય કુમાર, શાહિદ કપૂર, શ્રીલીલા, શિલ્પા શેટ્ટી, સુનીલ શેટ્ટી, નીલ નિતિન મુકેશ અને જેકી શ્રોફ જેવા સેલેબ્સનો સમાવેશ થાય છે. અક્ષય કુમાર કેન્દ્રીય રમતગમત અને યુવા બાબતોના મંત્રી મનસુખ માંડવિયા સાથે દિલ્હીમાં એક જાહેર યોગ કાર્યક્રમમાં જોડાયો. સોશિયલ મીડિયા પર વીડિયો સામે આવ્યા, જેમાં તે વેલનેસ કોચ અંશુકા પરવાનીના માર્ગદર્શન હેઠળ યોગ કરતો જોવા મળ્યો. શાહિદ કપૂર અને એક્ટ્રેસ શ્રીલીલા મુંબઈમાં યોગ દિવસ કાર્યક્રમમાં જોડાયા. બંને સફેદ એથલીઝર આઉટફિટમાં જોવા મળ્યા. ઇવેન્ટની તસવીરો જુઓ- શિલ્પાએ યોગને ભારતની ભેટ ગણાવી ફિટનેસ આઇકન શિલ્પા શેટ્ટીએ કહ્યું હતું કે, યોગ ભારતની ભેટ છે અને હવે તેને દુનિયાભરના ઘણા દેશો અપનાવી રહ્યા છે. તેણે યોગને દુનિયાભરમાં ઓળખ અપાવવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ આભાર માન્યો હતો. સુનીલ શેટ્ટીએ યોગનું મહત્ત્વ જણાવ્યું સુનીલ શેટ્ટી અને નીલ નિતિન મુકેશે વીડિયો મેસેજ પણ જાહેર કર્યા હતા. નીલ નિતિન મુકેશે જણાવ્યું કે, તેની દીકરીએ સ્ટ્રેચિંગ અને બ્રીધિંગ એક્સરસાઇઝ શરૂ કરી દીધી છે. જ્યારે, સુનીલ શેટ્ટીએ કહ્યું, 'ફિટ રહેવા માટે સૌથી જરૂરી વસ્તુ નિયમિત અભ્યાસ છે. વડાપ્રધાને યોગ દિવસની શરૂઆત કરીને આખી દુનિયાને જણાવ્યું છે કે યોગ આપણો વારસો છે અને હંમેશા આપણો જ રહેશે. યોગ દરેક માટે છે, બાળકો માટે પણ. તેથી તેને પોતાના રોજિંદા જીવનનો ભાગ બનાવવો ખૂબ જ જરૂરી છે.' આયુષ મંત્રાલય દ્વારા શેર કરવામાં આવેલા એક વીડિયોમાં જેકી શ્રોફે પોતાની આગવી શૈલીમાં ફિટ રહેવાના મહત્વ વિશે જણાવ્યું. તેમણે કહ્યું કે, 'શ્વાસ લેવા પર ધ્યાન આપવું, યોગ કરવો અને વૃક્ષારોપણ કરવું સારી તંદુરસ્તી માટે જરૂરી છે.'
    Click here to Read More
    Previous Article
    Why Delhi HC’s upholding of Telegram block has larger implications beyond ‘information’ itself
    Next Article
    GSRTC કંડક્ટર ભરતી, ગોધરામાં ફર્સ્ટ એઇડ તાલીમ માટે ભારે ધસારો:35 ટકાથી વધુ મહિલા ઉમેદવારોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment