Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારતી આશ્રમ ખાતે હરિહરાનંદ ભારતી બાપુનો સન્માન સમારોહ:​હરિહરાનંદ બાપુની જૂના અખાડાના અધ્યક્ષ તરીકે નિમણૂક થયા બાદ આજે ભારતી આશ્રમ ખાતે ભવ્ય સન્માન સમારંભ યોજાયો, અઢારે વરણે બાપુનું કર્યું સન્માન

    1 day ago

    ​શ્રી પંચ દશનામ જૂના અખાડા-જૂનાગઢના નવા અધ્યક્ષ તરીકે મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતી બાપુની સર્વાનુમતે નિમણૂક થયા બાદ, આજે જૂનાગઢ ભારતી આશ્રમના આંગણે બાપુના સ્વાગત અને આદર સત્કાર માટે એક ભવ્ય સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતી આશ્રમના સ્થાપક અને જૂના અખાડાના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ મહામંડલેશ્વર વિશ્વંભરભારતી બાપુ બ્રહ્મલીન થયા પછી આ સર્વોચ્ચ પદ ખાલી હતું, જેના માટે થોડા સમય પહેલાં નાસિક ખાતે જૂના અખાડાના વરિષ્ઠ સાધુ-સંતોની ખાસ બેઠકમાં પૂજ્ય હરિહરાનંદ બાપુની વરણી કરી દેવામાં આવી હતી. આ નિયુક્તિ બાદ આજે યોજાયેલા ભવ્ય સત્કાર સમારોહને પગલે સમગ્ર સનાતન ધર્મ પ્રેમીઓ અને સેવક સમુદાયમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ​જૂનાગઢ, સરખેજ, કેવડીયા અને વાંકિયા જગ્યાના મહંત પૂજ્ય હરિહરાનંદભારતી બાપુના આજના સન્માન સમારોહ પ્રસંગે ભારતી આશ્રમના ટ્રસ્ટી મનોજ જોબનપુત્રા સહિતના ટ્રસ્ટીઓ સમગ્ર ગુજરાત ભરમાંથી બાપુના અસંખ્ય સેવકો, શિષ્યો, ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ મોટી સંખ્યામાં જૂનાગઢ ખાતે ઉમટી પડ્યા હતા. જૂનાગઢ શહેરના અલગ-અલગ જ્ઞાતિ-સમાજના આગેવાનોએ પૂજ્ય બાપુને હૃદયપૂર્વક હારતોરા કરી, પુષ્પગુચ્છ અર્પણ કરીને તથા સાલ ઓઢાડીને ભાવભીનું સન્માન કર્યું હતું. આ ભવ્ય અને ઐતિહાસિક સદભાવના સમારોહમાં અઢારે વરણના લોકો સહપરિવાર ઉપસ્થિત રહ્યા હતા અને બાપુના આશીર્વાદ મેળવ્યા હતા. ​આજના આ પ્રસંગ અંગે જૂનાગઢ રઘુવીર સેનાના પ્રમુખ અને બિલખા લોહાણા મહાજનના પ્રમુખ હિતેશભાઈ કંટારિયાએ જણાવ્યું હતું કે બ્રહ્મલીન ભારતી બાપુના સમયથી આ પવિત્ર ભવનાથની સંત ભૂમિ પર પ્રસાદ, ભક્તિ અને શિક્ષણનો જે અનોખો મહિમા હતો, તેને હરિહરાનંદ બાપુ ખૂબ સરસ રીતે આગળ ધપાવી રહ્યા છે. આશ્રમના ટ્રસ્ટી મનોજભાઈ જોબનપુત્રાના સહયોગથી આ જગ્યાની અંદર અત્યારે ખૂબ જ પ્રગતિ થઈ રહી છે અને નવું કન્સ્ટ્રક્શન પણ મોટા પાયે ચાલી રહ્યું છે. બાપુ ભૂખ્યાને ભોજન, ગૌસેવા અને શિક્ષણ જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે ઊંડાણપૂર્વક જોડાયેલા છે. ગિરનાર ક્ષેત્રમાં ભારતી આશ્રમનું બહુ મોટું નામ છે અને અવિરતપણે હરિહરાનંદ બાપુ આ ગરિમાને વધુ ઊંચાઈ પર લઈ જશે તેવી દ્રઢ આશા સાથે અઢારે વરણના લોકોએ આજે આયોજિત સન્માન સમારોહમાં બાપુને ખૂબ ખુશીથી વધાવ્યા છે. ​અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેનાના મહામંત્રી જગદીશભાઈ જોબનપુત્રાએ આજના પ્રસંગને જૂનાગઢ આંગણે એક ઉત્સવની શ્રેષ્ઠ ઘડી ગણાવી હતી. તેમણે ઉમેર્યું હતું કે મોટા ભારતી બાપુની પહેલેથી એક મુખ્ય પ્રાથમિકતા એ હતી કે તેમને શિક્ષણ પ્રત્યે ખૂબ લગાવ હતો અને તેના પર ખૂબ ધ્યાન આપતા હતા. આજે પૂજ્ય હરિહરાનંદ બાપુ પણ બરાબર એ જ માર્ગે ચાલી રહ્યા છે અને ગૌસેવા, શિક્ષણ તેમજ આશ્રમની પ્રવૃત્તિઓ અને અનુયાયીઓનો વ્યાપ કેમ વધે તેના માટે સતત કાર્યરત છે. આવા સમર્થ ગાદીપતિ મળવાથી લોહાણા સમાજ સહિત તમામ અઢારે વરણના લોકોમાં ખૂબ લાગણી છે અને આજના આ સન્માન સમારોહના માધ્યમથી સર્વે સમાજે આ નિમણૂકને હૃદયપૂર્વક આવકારી છે. ​આ ધાર્મિક પ્રસંગ અને આજના આયોજન અંગે ખુશી વ્યક્ત કરતા શ્રી પંચ દશનામ જૂના અખાડાના સ્વામી અવધેશાનંદ ભારતીએ જણાવ્યું હતું કે જૂના અખાડાના તમામ વરિષ્ઠ સંતો અને પદાધિકારીઓએ સાથે મળીને પૂજ્ય ગુરુ મહારાજ શ્રી મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતી બાપુને આ સર્વોચ્ચ જવાબદારી સોંપી દીધી હતી. બાપુને આ પદ મળ્યા બાદ આજે આશ્રમ ખાતે યોજાયેલા સન્માન સમારોહથી તમામ સેવકો અને શિષ્યો ગર્વ અને હર્ષની લાગણી અનુભવે છે. આજે અઢારે વરણના લોકોએ મોટી સંખ્યામાં અહીં આવીને બાપુ પ્રત્યે જે આદર, પ્રેમ અને અજોડ શ્રદ્ધા વ્યક્ત કરી છે તેનાથી આખો ભારતી આશ્રમ પરિવાર ધન્ય બન્યો છે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં જિલ્લા કક્ષાએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી:‘યોગ ફોર હેલ્ધી એજિંગ’ થીમ સાથે મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા, જેલના બંદિવાનો-કર્મચારીઓએ અભિયાનમાં ભાગ લીધો
    Next Article
    પેપર લીક વિવાદ બાદ આજે NEET UG રી-એક્ઝામ:નવસારીના 9 કેન્દ્ર પર 2,658 વિદ્યાર્થી પરીક્ષા આપી રહ્યા છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment