Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતના નૈમિષારણ્ય ક્ષેત્રમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી:વેડરોડ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ યોગાસન કર્યા

    2 days ago

    વિશ્વભરમાં આજે 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સુરતના વેડરોડ પર આવેલા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના નૈમિષારણ્ય ક્ષેત્રમાં પણ વિશ્વ યોગ દિવસ નિમિત્તે એક ભવ્ય અને શિસ્તબદ્ધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુરુકુલના સેંકડો વિદ્યાર્થીઓએ યોગાચાર્ય અને મહાનુભાવોની નિશ્રામાં વિવિધ આસનો કરીને સ્વાસ્થ્ય અને એકાગ્રતાનો સંદેશ આપ્યો હતો. 1040 વિદ્યાર્થીઓ અને 170 શિક્ષકો એકસાથે યોગના રંગે રંગાયા કાર્યક્રમ દરમિયાન પ્રખર યોગ ગુરુ પૂજ્ય યોગદર્શન સ્વામીજીએ વિદ્યાર્થીઓને જીવનમાં યોગનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, "યોગ માત્ર શારીરિક સ્વાસ્થ્ય જ નહીં, પરંતુ માનસિક તનાવ ઓછો કરવામાં પણ અત્યંત મદદરૂપ સાબિત થાય છે." તેમના માર્ગદર્શન હેઠળ ગુરુકુલના બંને આચાર્યશ્રીઓ, 170 શિક્ષકમિત્રો અને 1040 જેટલા વિદ્યાર્થીઓએ એકસાથે મળીને એકાગ્રતા, શારીરિક તંદુરસ્તી અને માનસિક શાંતિ માટેના વિવિધ આસનો અને પ્રાણાયામ કર્યા હતા. આ સામૂહિક આયોજને એવો પ્રેરણાદાયી સંદેશ આપ્યો કે યોગ એ માત્ર એક દિવસની પ્રવૃત્તિ નથી, પરંતુ સ્વસ્થ જીવનશૈલીનો અભિન્ન ભાગ છે. ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને ભાજપના પ્રદેશ યુવા મહામંત્રી ડૉ. ભાવિનભાઈ શિરોયા વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને નિયમિત યોગાભ્યાસ દ્વારા સ્વસ્થ શરીર, સશક્ત મન અને ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવા પ્રોત્સાહિત કર્યા હતા. આ ઉપરાંત, ભારતભરમાં યોગ ક્ષેત્રે અનેક ગોલ્ડ મેડલો મેળવનાર અને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવનાર ગુરુકુલના જ તેજસ્વી ભૂતપૂર્વ વિદ્યાર્થી શુભમ પટોળિયા પણ હાજર રહ્યા હતા, જેમણે પોતાના ક્ષેત્રના અનુભવો વહેંચીને સૌને પ્રેરણા આપી હતી. યોગ દિવસનો ભવ્ય ઇતિહાસ અને પૃષ્ઠભૂમિ આ પ્રસંગે શ્રી પ્રભુ સ્વામીએ પ્રાસંગિક પ્રવચન આપતા જણાવ્યું હતું કે, ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતે માત્ર 12 વર્ષની નાની ઉંમરે ગોપાળ યોગી પાસે એક વર્ષ સુધી કઠિન યોગાભ્યાસ કર્યો હતો. આપણી આ મહાન ભારતીય સંસ્કૃતિને વિશ્વ ફલક પર લાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 27 સેપ્ટેમ્બર 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્ર (UN) માં 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિન તરીકે મનાવવાની દરખાસ્ત મૂકી હતી. જેને માત્ર 90 દિવસથી ઓછા સમયમાં (11 ડિસેમ્બર 2014) મંજૂરી મળી હતી અને વિશ્વના 193 દેશોએ આ પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું, જેમાં 47 મુસ્લિમ દેશો સહિત 12 દેશોમાં આજે પણ તેની ભવ્ય ઉજવણી થાય છે. સમગ્ર કાર્યક્રમ અત્યંત ઉત્સાહ, અદ્ભુત શિસ્ત અને ભક્તિમય-યોગમય વાતાવરણ વચ્ચે સંપન્ન થયો હતો. આ ઉજવણીએ વિદ્યાર્થીઓ
    Click here to Read More
    Previous Article
    ભાવનગરના સણોસરામાં રત્નકલાકાર પર શખસ છરી સાથે તૂટી પડ્યો:લોહી લુહાણ હાલતમાં યુવક તડપતો રહ્યો, પ્રેમલગ્ન કરનારી સંબંધીની છોકરીને કચ્છથી પરત લાવતા પતિએ હુમલો કર્યો
    Next Article
    જામનગરમાં NEET-UG પરીક્ષા શરૂ, શાંતિપૂર્ણ માહોલ:બપોરે 2 વાગ્યાથી પરીક્ષાનું આયોજન, તંત્ર દ્વારા વ્યવસ્થા ગોઠવાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment