Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં NEET-UG પરીક્ષા શરૂ, શાંતિપૂર્ણ માહોલ:બપોરે 2 વાગ્યાથી પરીક્ષાનું આયોજન, તંત્ર દ્વારા વ્યવસ્થા ગોઠવાઈ

    2 days ago

    જામનગર જિલ્લામાં આજે બપોરે 2 વાગ્યાથી NEET-UG 2026 પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના વિવિધ પરીક્ષા કેન્દ્રો ખાતે આ પરીક્ષા શાંતિપૂર્ણ, પારદર્શક અને નિષ્પક્ષ માહોલમાં સંપન્ન થાય તે માટે કલેક્ટર પી.બી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રો પર સમયસર પહોંચવામાં સરળતા રહે તે માટે એસટી બસ સ્ટેન્ડ ખાતેથી વિશેષ સુવિધા પૂરી પાડવામાં આવી છે. ઉમેદવારોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે કેન્દ્રો પર માર્ગદર્શન, બેઠક વ્યવસ્થા, પીવાના પાણી, આરોગ્ય સુવિધા અને વીજ પુરવઠો જેવી આવશ્યક સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ઉમેદવારોના પ્રવેશ અને દસ્તાવેજ ચકાસણીની પ્રક્રિયા નિયમોનુસાર હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ શિક્ષણ, પોલીસ અને આરોગ્ય સહિતના સંબંધિત વિભાગોએ પરસ્પર સંકલન સાધીને કામગીરી કરી છે. પરીક્ષા કેન્દ્રો ખાતે પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને કાયદો તથા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ જરૂરી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પરીક્ષા દરમિયાન વીજ પુરવઠો, ટ્રાફિક વ્યવસ્થા, તાત્કાલિક આરોગ્ય સેવાઓ અને અન્ય આવશ્યક સેવાઓ કાર્યરત રહે તે માટે સંબંધિત વિભાગોને સૂચનાઓ આપવામાં આવી છે. જિલ્લા તંત્ર દ્વારા સમગ્ર પરીક્ષા પ્રક્રિયા પર સતત નજર રાખવામાં આવી રહી છે. જામનગર જિલ્લામાં કુલ પાંચ કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ રહી છે. આ કેન્દ્રોમાં વાલસુરા, જવાહર નવોદય વિદ્યાલય અલિયાબાડા, કેન્દ્રીય વિદ્યાલય-1 એરફોર્સ સ્ટેશન-1, કેન્દ્રીય વિદ્યાલય-2 જેલ રોડ અને ડીકેવી કોલેજનો સમાવેશ થાય છે. પરીક્ષા બપોરે 2:00 વાગ્યાથી સાંજે 5:15 વાગ્યા સુધી ચાલશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરીક્ષાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચવા અને પરીક્ષાના નિયમોનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. સમગ્ર તંત્ર NEET-UG પરીક્ષાનું આયોજન સુચારુ અને સફળતાપૂર્વક સંપન્ન થાય તે માટે સતર્કતાપૂર્વક કામગીરી કરી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    સુરતના નૈમિષારણ્ય ક્ષેત્રમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી:વેડરોડ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ યોગાસન કર્યા
    Next Article
    Hormuz Strait LIVE Update | યુદ્ધ પૂર્ણ, ભારતમાં ઘટશે પેટ્રોલ - ડીઝલના ભાવ? | India | Crude | N18G

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment