Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરના સણોસરામાં રત્નકલાકાર પર શખસ છરી સાથે તૂટી પડ્યો:લોહી લુહાણ હાલતમાં યુવક તડપતો રહ્યો, પ્રેમલગ્ન કરનારી સંબંધીની છોકરીને કચ્છથી પરત લાવતા પતિએ હુમલો કર્યો

    1 day ago

    ભાવનગર જિલ્લાના હણોલના રત્નકલાકાર યુવક મહાવીર ધોલેતરને રસ્તામાં અટકાવીને પિયુષ રાઠોડ નામનો શખ્સ છરીથી તૂટી પડ્યો હતો. પત્નીની દવા લેવા સણોસરા આવેલા મહાવીરને પડખા અને હાથના ભાગે છરીના અનેક ઘા ઝીંકીને લોહી લુહાણ કર્યો હતો. આરોપીએ અઢી મહિના પહેલા પ્રેમલગ્ન કર્યાં તે યુવતી ભોગ બનનારની સંબંધી હતી. જેના કારણે રત્નકલાકાર અને તેનો પરિવાર આ યુવતીને કચ્છથી પરત લાવ્યા હતા. જેની અદાવતમાં શખસે હુમલો કર્યો હતો. પ્રેમલગ્ન કરનાર યુવતીને ભોગ બનનાર કચ્છથી લાવ્યા હતા આ બનાવ અંગે મળતી વિગતો અનુસાર, પાલીતાણા તાલુકાના હણોલ ગામે રહેતા રત્નકલાકાર મહાવીરભાઈ ઘોલેતર ઉ.વ.36એ સોનગઢ પોલીસ મથકમાં પિયુષ મુકેશભાઈ ઉર્ફે પોપટભાઈ રાઠોડ સામે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ અનુસાર, મહાવીરભાઈના સંબંધીની દીકરી સાથે પિયુષ રાઠોડે અઢી મહિના પહેલા પ્રેમલગ્ન કર્યા હતા. મહાવીરભાઈ અને તેનો પરિવાર આ યુવતીને કચ્છથી લઈ આવ્યા હતા. આ બાબતનું મનદુઃખ રાખી પિયુષ અવારનવાર અપશબ્દો બોલી ધમકીઓ આપતો હતો. જેની અદાવત રાખી 20 જૂને સવારે સાડા નવ વાગ્યે પિયુષે ફરિયાદી પર છરીથી હુમલો કર્યો હતો. આરોપીથી બાઈકને ટક્કર મારી છરીથી હુમલો કર્યો ફરિયાદી મહાવીરભાઈ પોતાના ગામ હણોલથી પત્નીની દવા લેવા સણોસરા ગામે ગયા હતા. આ દરમિયાન એક મેડિકલ સ્ટોરમાં દવા લેવા ગયા ત્યારે જરૂરી દવા ન મળતા બાઈક લઈને અન્ય મેડિકલ સ્ટોર તરફ જઈ રહ્યા હતા. ત્યારે સણોસરા ગામમાં હનુમાનજીની ડેરી સામે આરોપી પિયુષ રાઠોડે ફરિયાદીની બાઈક સાથે અથડાવી હતી. જે બાદમાં છરીથી જીવલેણ હુમલો કર્યો હતો. લોહીલુહાણ હાલતમાં રત્નકલાકાર તડપતો રહ્યો આ હુમલામાં મહાવીરભાઈને છાતીના ભાગે, પડખાના ભાગે તેમજ હાથની ચારેય આંગળીઓ પર એક પછી એક છરીના ઘા માર્યાં હતા. જેના કારણે ફરિયાદીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. હુમલા બાદ ઈજાગ્રસ્ત ઘટનાસ્થળે દર્દમાં કણસતા અને તડપતા જોવા મળ્યા હતા. જે બાદ તેમને સારવાર માટે પ્રથમ સિહોર હોસ્પિટલ અને બાદમાં વધુ સારવાર માટે ભાવનગરની ખાનગી હોસ્પિટલ ખસેડ્યા હતા. જે બાદ ત્યાંથી વધુ સારવાર માટે સર્ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર મુદ્દે સોનગઢ પોલીસે સણોસરાના પિયુષ રાઠોડ સામે ફરિયાદ નોંધી છે. BNS એક્ટની કલમ 118(1), 118(2), 109, 352, 351(2) તેમજ જીપી એક્ટ 135 મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ડાંગ જિલ્લામાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી:આહવા, વઘઈ, સુબીરમાં 'સ્વસ્થ વૃદ્ધાવસ્થા માટે યોગ' થીમ પર કાર્યક્રમો
    Next Article
    સુરતના નૈમિષારણ્ય ક્ષેત્રમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી:વેડરોડ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ યોગાસન કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment