Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સચિન-કોહલીના ક્લબમાં સામેલ થઈ શકે છે રોહિત શર્મા:વન-ડેમાં 12 હજાર રનથી 73 રન દૂર; આજે ભારત-વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે બીજી મેચ

    8 hours ago

    ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે 3 મેચની વન-ડે સિરીઝની બીજી મેચ આજે રમાશે. મેચ બપોરે 2 વાગ્યાથી ગુવાહાટીમાં રમાશે. ઓપનર રોહિત શર્મા 12 હજાર વન-ડે રનથી 73 રન દૂર છે. રોહિત આ આંકડા સુધી પહોંચતા જ આવું કરનાર ત્રીજો ભારતીય બેટર બની જશે. તેનાથી પહેલા સચિન તેંડુલકર અને વિરાટ કોહલી આ સિદ્ધિ હાંસલ કરી ચૂક્યા છે. તિરુવનંતપુરમમાં રમાયેલી સિરીઝની પહેલી મેચમાં વિરાટ કોહલીએ વન-ડેમાં સૌથી ઝડપી 15 હજાર રન પૂરા કર્યા હતા. ભારતે આ મેચ 8 વિકેટે જીતીને સિરીઝમાં 1-0થી લીડ મેળવી હતી. રોહિત-કોહલીએ 2018માં આ જ મેદાન પર સદી ફટકારી હતી ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં 2 વન-ડે મેચ રમાઈ છે. 2018માં પણ ભારત-વેસ્ટ ઇન્ડીઝ વન-ડે મેચ અહીં રમાઈ હતી. વેસ્ટ ઇન્ડીઝે 323 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ભારતે રોહિત અને કોહલીની સદીઓની મદદથી 8 વિકેટ બાકી રહેતા જીત મેળવી હતી. રોહિતે 117 બોલમાં અણનમ 152 રન બનાવ્યા હતા. જ્યારે કોહલીએ 107 બોલમાં 140 રનની ઈનિંગ રમી હતી. રોહિત-કોહલીએ 2018માં બીજી વિકેટ માટે 246 રનની ભાગીદારી કરીને ભારતને જીત અપાવી હતી. કુલદીપ 200 વન-ડે વિકેટથી 2 ડગલાં દૂર વેસ્ટ ઇન્ડીઝ સામે છેલ્લી 12 વન-ડેમાં ભારત માત્ર 1 મેચ હાર્યું વેસ્ટ ઇન્ડીઝ સામે રમાયેલી છેલ્લી 12 વન-ડે મેચમાં ભારતે 11 મેચ જીતી છે. જ્યારે વેસ્ટ ઇન્ડીઝ માત્ર 1 મેચ જીતી શક્યું. બંને ટીમ વચ્ચે કુલ 143 વન-ડે રમાઈ છે. ભારતે 73 મેચ જીતી, જ્યારે વેસ્ટ ઇન્ડીઝે 64 મેચ પોતાના નામે કરી છે. ગિલે આ વર્ષે 95ની એવરેજથી રન બનાવ્યા શુભમન ગિલ આ વર્ષે વન-ડેમાં ભારતનો ટૉપ સ્કોરર રહ્યો છે. તેણે 10 વન-ડેમાં 671 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 95.85ની બેટિંગ એવરેજથી બેટિંગ કરી. વિરાટ કોહલીએ પણ 7 મેચમાં 523 રન બનાવ્યા છે. તેણે આ વર્ષે 87.16ની એવરેજથી રન બનાવ્યા છે. બોલિંગમાં પ્રસિદ્ધ ક્રિષ્નાએ 8 મેચમાં 15 વિકેટ લીધી છે. તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 23 રન આપીને 5 વિકેટ રહ્યું. આ વર્ષે વેસ્ટ ઇન્ડીઝના ટૉપ વન-ડે પ્લેયર્સ કેસી કાર્ટીએ આ વર્ષે 8 વન-ડેમાં 234 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઈક રેટ 64.64 અને બેસ્ટ સ્કોર 95 રન છે. અલ્ઝારી જોસેફે 8 મેચમાં 9 વિકેટ લીધી છે. તેની ઇકોનોમી 5.21 છે. તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 4/41 રહ્યું છે. ભારત પ્રથમ વન-ડેમાં 3 ઓલરાઉન્ડર્સ સાથે રમ્યું હતું ભારતે પહેલી વન-ડેમાં ત્રણ ઓલરાઉન્ડર્સ સાથે ટીમ ઉતારી હતી. જેમાં નીતિશ કુમાર રેડ્ડી, રવીન્દ્ર જાડેજા અને નમન ધીર સામેલ હતા. ભારત પાસે ઝડપી બોલિંગમાં પ્રસિદ્ધ ક્રિષ્ના, ગરનૂર બ્રાર અને મોહમ્મદ સિરાજના વિકલ્પો છે. પ્રથમ વન-ડેમાં સિરાજ પ્લેઇંગ-11નો ભાગ નહોતો. જો સિરાજને તક મળે છે, તો ભારત ઓલરાઉન્ડર્સમાંથી એકને બહાર કરી શકે છે. વેસ્ટ ઇન્ડીઝ શેરફેન રધરફોર્ડને તક આપી શકે છે વેસ્ટ ઇન્ડીઝના બેટર્સે છેલ્લી મેચમાં સારી શરૂઆત કરી હતી. જ્હોન કેમ્પબેલ અને જસ્ટિન ગ્રીવ્સની ઓપનિંગ જોડીએ 19.2 ઓવરમાં 135 રન જોડ્યા હતા. ત્યારબાદ ઇનિંગ ધીમી પડી ગઈ હતી અને ટીમ 300 રનનો આંકડો પણ સ્પર્શી શકી નહોતી. મજબૂત ફિનિશિંગ માટે ટીમ શેરફેન રધરફોર્ડને રમાડી શકે છે. ગુવાહાટીમાં દરેક ઇનિંગમાં 300+ સ્કોર બન્યો બારસાપારા સ્ટેડિયમમાં અત્યાર સુધી 2 વન-ડે રમાઈ છે. આ ચારેય ઇનિંગ્સમાં 300થી વધુ રનનો સ્કોર બન્યો છે. ગુવાહાટીમાં આજે મેચ દરમિયાન હવામાન ગરમ અને ભેજવાળું રહી શકે છે. તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસથી ઉપર રહેવાનો અંદાજ છે. હવામાન વિભાગ દ્વારા વાવાઝોડા સાથે વરસાદની (થંડરસ્ટોર્મ) શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11 ભારત (IND): શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, ઋતુરાજ ગાયકવાડ, કેએલ રાહુલ (વિકેટકીપર), નમન ધીર, નીતિશ કુમાર રેડ્ડી, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, ગરનૂર બ્રાર, પ્રસિદ્ધ ક્રિષ્ના. વેસ્ટ ઇન્ડીઝ (WI): શાઈ હોપ (કેપ્ટન અને વિકેટકીપર), જ્હોન કેમ્પબેલ, જસ્ટિન ગ્રીવ્સ, કેસી કાર્ટી, અમીર જાંગૂ, શેરફેન રધરફોર્ડ/જ્વેલ એન્ડ્રુ, રોસ્ટન ચેઝ, મેથ્યુ ફોર્ડ, ગુડાકેશ મોતી, અલ્ઝારી જોસેફ અને જેયડન સીલ્સ.
    Click here to Read More
    Previous Article
    ડૉક્ટરની ડાયરી:કોઈ આંખ જો ભીની થઈ તો, કોઈ આંગળી રૂમાલ થઈ ગઈ
    Next Article
    Delhi Gets 3 Underpasses Today: Faster Travel Between Nehru Place, GK

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment