Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી:તિથલ સ્વામિનારાયણ મંદિરે 'યોગ ભગાડે રોગ' સંદેશ, મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો

    2 days ago

    વલસાડના તિથલ રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિર હોલ ખાતે ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્ર, વલસાડ દ્વારા સંયુક્ત રીતે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. રાજ્ય મંત્રી ઈશ્વરભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ અને પ્રદેશ ભાજપ મંત્રી સહિત મોટી સંખ્યામાં નગરજનો આ ઉજવણીમાં જોડાયા હતા. "સ્વસ્થ જીવન માટે યોગ" ની થીમ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં વલસાડના પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનોએ એકસાથે યોગાસનો કર્યા હતા. આ પ્રસંગે 'યોગ ભગાડે રોગ' નો સંદેશ આપવામાં આવ્યો હતો. રાજ્ય મંત્રી ઈશ્વરભાઈ પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોને બિરદાવતા જણાવ્યું હતું કે, ૨૦૧૪ માં પ્રધાનમંત્રીએ સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં યોગ દિવસનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને વૈશ્વિક સ્તરે સ્વીકૃતિ મળતા ૨૦૧૫ થી વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણી શરૂ થઈ છે. તેમણે ઉમેર્યું કે, આજના વ્યસ્ત જીવનમાં યોગ દ્વારા માનસિક અને શારીરિક તંદુરસ્તી પ્રાપ્ત થાય છે અને તણાવ દૂર થાય છે. તેમણે દરેક નાગરિકને રોજિંદા જીવનમાં યોગ અપનાવી નિરોગી રહેવા અપીલ કરી હતી. વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલ પટેલે જણાવ્યું હતું કે, યોગ માત્ર શરીરને જ નહીં, પરંતુ મનને પણ શાંતિ આપે છે. આજના તણાવપૂર્ણ વાતાવરણમાં શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક શાંતિ પણ એટલી જ જરૂરી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, જો આપણે માનસિક રીતે સ્વસ્થ રહીશું, તો આપણા ઘર અને આસપાસના વાતાવરણને પણ સુખદ અને નિરોગી રાખી શકીશું. પ્રદેશ ભાજપ મંત્રી સોનલબેન સોલંકીએ કાર્યક્રમની સફળતા અંગે વાત કરતા જણાવ્યું કે, આ કાર્યક્રમમાં તમામ પદાધિકારીઓ, વહીવટી અધિકારીઓ સહિત ભાઈઓ-બહેનો અને બાળકોએ પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સૌએ સાથે મળીને યોગના વિવિધ આસનો અને પ્રાણાયામનું શિક્ષણ લીધું હતું તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આશીર્વચનો શ્રવણ કર્યા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ નાગરિકોએ પોતાના દૈનિક જીવનમાં યોગને સ્થાન આપી દેશને તંદુરસ્ત અને સશક્ત બનાવવાનો સંકલ્પ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    ભાવનગરમાં ચાની લારીની અદાવતમાં ધોકા-છરી ઉછળ્યાં, VIDEO:પિતા-બે પુત્રએ યુવકને ખુરશી-મુક્કાથી માર્યો; દંડો ખેંચતા દાદા ગોથું ખાઈ નીચે પટકાયા
    Next Article
    રાજકોટમાં કારચાલકે સ્પીડ બ્રેકર કૂદાવી વૃદ્ધને મોપેડ સાથે ઉછાળ્યાં, CCTV:ભાગવા જતા વધુ બે વાહનને ઉડાવી કાર સોસાયટીના બોર્ડમાં અથડાવી; લોકો પકડે તે પહેલા ફરાર, સગીરની આશંકા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment