Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોલેરો નીચે છુંદાયેલા મોઢાં સાથે તરફડ્યો, કંપારી છોડાવતો VIDEO:અમદાવાદમાં રોડ ક્રોસ કરતા સગીરને અડફેટે લીધો, રિક્ષા સહિતના વાહનને પણ ટક્કર મારી

    11 hours ago

    અમદાવાદ શહેરમાં 16 સપ્ટેમ્બરે બોલેરો ચાલકે સગીર, રિક્ષા અને અન્ય વાહનને ટક્કર મારી હતી. સરખેજ વિસ્તારમાં સગીર રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે બોલેરો ચાલકે તેને અડફેટે લીધો. જે બાદ સગીર ગાડી નીચે આવી ગયો હતો. એટલું જ નહીં સગીરનું મોઢું પણ છુંદાઈ ગયું હતું. જેના કારણે ગાડી નીચેથી જ બચવા માટે તરફડીયા મારતો હતો જેનો વીડિયો સામે આવ્યો છે. સગીર લોહીલુહાણ હાલતમાં તરફડિયા મારતો રહ્યો સરખેજ ઢાળ ચાર રસ્તા પાસેથી ફતેવાડી પાસે રહેતો 15 વર્ષનો સગીર રોડ ક્રોસ કરી રહ્યો હતો. ત્યારે એક બોલેરો પિકઅપ ગાડીએ પૂર ઝડપે સગીરને ટક્કર મારી હતી. જેના કારણે તે નીચે પડી ગયો હતો. સગીર ગાડીની નીચે ફસાઈ ગયો હતો. અકસ્માતમાં સગીરનું મોઢું છુંદાઈ ગયું અને લોહી લુહાણ થઈ ગયું હતું. આજે જીવરાજ મહેતા હોસ્પિટલમાં સર્જરી કરાશે અકસ્માત બાદ સગીરને આસપાસના લોકોએ સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. જો કે સગીરની હાલત વધુ ગંભીર હોવાથી સગીરને અસારવા સિવિલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી તેને વધુ સારવાર માટે જીવરાજ મહેતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સગીરની આજે મોઢાની સર્જરી કરવામાં આવશે.હાલ સગીરની હાલત સ્થિર છે. સમગ્ર મામલે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે બોલેરો ગાડીના ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    વડનગરના શર્મિષ્ઠા તળાવ પર અમિત શાહની મહાઆરતી:શાહે કહ્યું- PM મોદી ધ્રુવ તારાની જેમ દુનિયામાં ચમકી રહ્યા છે; PMના પરિવારજનો GMERS સેવા કેમ્પમાં
    Next Article
    કોણ નક્કી કરે છે પીએમ મોદીનું જમવાનું, કપડાં, ભાષણ:સવારથી રાત સુધી, મોદીની દિનચર્યા કેવી હોય છે; આજે 76મો જન્મદિવસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment