Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગર હાઈવે પર કૂવામાંથી મહિલાનો મૃતદેહ મળ્યો:અજાણી મહિલાની ઓળખ અને મોતનું કારણ જાણવા તપાસ શરૂ

    2 days ago

    જામનગર-ખંભાળિયા હાઈવે પર ટી-પોસ્ટ સામે આવેલા એક અવાવરું કૂવામાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. સ્થાનિકોએ આ ઘટનાની જાણ તાત્કાલિક પોલીસ અને ફાયર વિભાગને કરી હતી. માહિતી મળતા જ જામનગર ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ મહિલાના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢ્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતાં જામનગર શહેર પોલીસ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પંચનામું કર્યું હતું અને તેને પોસ્ટમોર્ટમ માટે જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. હાલ પોલીસ મૃતક મહિલાની ઓળખ સ્થાપિત કરવા પ્રયાસ કરી રહી છે. આ ઉપરાંત, મૃત્યુનું કારણ અકસ્માત, આત્મહત્યા કે હત્યા છે તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. મહિલાની ઓળખ થયા બાદ જ ઘટના પાછળનું સાચું કારણ જાણી શકાશે.
    Click here to Read More
    Previous Article
    ચંદ્રદેવને સસરા પ્રજાપતિ દક્ષે આપ્યો ક્ષય રોગનો શ્રાપ:માત્ર રોહિણીને પ્રેમ ને 26 પત્નીઓની ઉપેક્ષા કરતા દંડ મળ્યો, જાણો સોમનાથ મહાદેવે કેવી રીતે રોગ મુક્ત કર્યા
    Next Article
    12મા વિશ્વ યોગ દિવસની ઉજવણી:અટલાદરા BAPS સ્વામિનારાયણ મંદિરે લોકોએ સમૂહ યોગાભ્યાસ કર્યો, કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા પણ જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment