Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    12મા વિશ્વ યોગ દિવસની ઉજવણી:અટલાદરા BAPS સ્વામિનારાયણ મંદિરે લોકોએ સમૂહ યોગાભ્યાસ કર્યો, કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા પણ જોડાયા

    2 days ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સક્ષમ નેતૃત્વ અને સાર્થક પ્રયાસોના કારણે આજે વિશ્વભરમાં આપણી ભારતીય સંસ્કૃતિ અને પરંપરા એવા 'યોગ'નું ગૌરવગાન થઈ રહ્યું છે. આજે વિશ્વભરમાં 12મા આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે અટલાદરા સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા, રાજ્યમંત્રી ડો. મનીષાબેન વકીલ, સાંસદ ડો. હેમાંગ જોશી, અગ્રણી રસિકભાઈ પ્રજાપતિ, કલેક્ટર ડો. અનિલ ધામેલિયા, જિલ્લા વિકાસ અધિકારી આનંદ પાટીલ, સહિત અધિકારીઓ, પદાધિકારીઓ અને નગરજનોએ યોગની સાધના કરી હતી અને ઉપસ્થિત યોગપ્રેમીઓને પ્રોત્સાહિત કર્યા હતા. મંદિરના સાંનિધ્યમાં બાળકથી લઈને વડીલોએ યોગ કર્યાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આ વર્ષની થીમ ‘સ્વસ્થ જીવન માટે યોગ’ રાખવામાં આવી છે. ત્યારે સ્વામિનારાયણ મંદિરના સાંનિધ્યમાં બાળકથી લઈને વડીલો સહિત બહોળી સંખ્યામાં લોકોએ સામૂહિક યોગાભ્યાસ કરીને ‘તંદુરસ્ત વડોદરા’ માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સ્વસ્થ ગુજરાતનું નિર્માણ કરવા સંકલ્પબદ્ધ યોગ દિવસની ઉજવણીના પ્રારંભે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રશિક્ષકો દ્વારા પ્રાર્થના કરાવવામાં આ હતી. ત્યારબાદ યોગ પ્રશિક્ષકોએ આયુષ મંત્રાલયના નિર્ધારિત પ્રોટોકોલ મુજબ યોગ ક્રિયાઓ કરાવી હતી. તાડાસન, ત્રિકોણાસન, પવનમુક્તાસન જેવી યોગની વિવિધ મુદ્રાઓ અને આસનો કરાવતી વખતે યોગ શિક્ષકો દ્વારા તે આસનથી થતા લાભો અને આ યોગ ક્રિયાઓનું શરીર માટે મહત્વ રસપૂર્વક યોગપ્રેમીઓને સમજાવ્યું હતું. ત્યારબાદ કપાલભાતી, ધ્યાન અને પ્રાણાયમ બાદ યોગ શિક્ષકોએ હાજર સર્વેને યોગાભ્યાસને જીવનનો ભાગ બનાવી સ્વસ્થ ગુજરાતનું નિર્માણ કરવા સંકલ્પબદ્ધ કરાવ્યા હતા. શહેર-જિલ્લાના વિવિધ સ્થળે પણ યોગ દિવસની ઉજવણી કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત સર્વોએ 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' નિમિત્તે કોલકાતાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ગાંધીનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વર્ચ્યુઅલ સંબોધનનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.મહત્વનું છે કે, અટલાદરા સ્વામિનારાયણ મંદિર ઉપરાંત વડોદરા જિલ્લાના આઈકોનિક સ્થળો, તમામ તાલુકા મથકો, પ્રવાસન સ્થળો, શાળા-કોલેજો, વિવિધ સંસ્થાઓ, સરકારી કચેરીઓ સહિતના જિલ્લાના વિવિધ સ્થળોએ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શહેર-જિલ્લામાં વિવિધ સ્થળોએ યોગાભ્યાસુઓ ઉજવણીમાં સહભાગી થઈને સામૂહિક યોગાભ્યાસ થકી ‘સ્વસ્થ ગુજરાત’નો ધ્યેય સાકાર કરવાનો સંદેશ આપ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    જામનગર હાઈવે પર કૂવામાંથી મહિલાનો મૃતદેહ મળ્યો:અજાણી મહિલાની ઓળખ અને મોતનું કારણ જાણવા તપાસ શરૂ
    Next Article
    કાર્યવાહી:પોલીસે 32 કિમી સુધી પીછો કરીને ઓગણજથી ભાગેલી દારૂ ભરેલી કાર કાંકરિયાથી પકડી પાડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment