Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કલેક્ટર ઓફિસ ખાતે શિક્ષક સંઘના ધરણા:શિક્ષક યોગ્યતા કસોટીને લઈને કલેક્ટરને આવેદન પત્ર અપાયું

    9 hours ago

    ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રતિનિધિઓ, બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર અધિનિયમ, 2009ના અમલીકરણ પહેલાં નિયુક્ત કરાવેલા સેવામાં રહેલા શિક્ષકો માટે શિક્ષક પાત્રતા કસોટી-TET ની લાગુ પાડવા સંબંધિત તાજેતરના સુપ્રિમ કોર્ટના ચૂકાદા તરફ ધ્યાન દોરવા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ભરતી સમયે TET પાસ કરવી ફરજિયાત લાયકાત નહોતી દેશભરમાં હજારો શિક્ષકોની નિમણૂંક રાજ્ય સરકારો દ્વારા તેમની નિમણૂંક સમયે પ્રવર્તમાન ભરતી નિયમો અને પ્રક્રિયાઓ દ્વારા કરવામાં આવી હતી. તેમની ભરતી સમયે TET પાસ કરવી ફરજિયાત લાયકાત નહોતી. તાજેતરના ન્યાયિક વિકાસને કારણે મોટી સંખ્યામાં સેવામાં રહેલા શિક્ષકોની સેવા ચાલુ રાખવા અને ભવિષ્યની સંભાવનાઓ અંગે અનિશ્ચિતતા ઊભી થઈ છે. આ પરિસ્થિતિએ શિક્ષકો અને તેમના પરિવારોમાં વ્યાપક ચિંતા ફેલાવી છે અને ખારા કરીને ગ્રામીણ અને વંચિત વિરતારોમાં શાળાઓના કાર્યને પ્રતિકૂળ અસર કરી શકે છે. શિક્ષકો પર પાત્રતા શરતોનો પાછલી અસરથી અમલ થવો જોઈએ નહી આ સંદર્ભમાં શિક્ષક સંઘ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે RTE કાયદા અને TET માર્ગદર્શિકાના અમલીકરણ પહેલાં નિયુક્ત કરાયેલા રોવામાં રહેલા શિક્ષકો પર પાત્રતા શરતોનો પાછલી અસરથી અમલ થવો જોઈએ નહી. હાલના ભરતી નિયમો હેઠળ યોગ્ય રીતે નિયત કરાવેલા શિક્ષકોના કાયદેસર એવા અધિકારો અને રોજગાર સુરક્ષાનુ સંપૂર્ણ રક્ષણ થવું જોઈએ. સરકાર આવા શિક્ષકોના હિતોનું રક્ષણ કરવા માટે યોગ્ય કાયદાકીય વહીવટી અથવા નીતિગત પગલાં પર વિચાર કરી શકે છે. શિક્ષકોને દંડ કરવાને બદલે શિક્ષણ સમુદાયને મજબૂત બનાવવો જોઈએ સરકારી અને સરકાર સહાયિત શાળાઓમાં ઘણા વર્ષોથી સતત સેવા આપતા શિક્ષકો માટે એક વખતની છૂટ અથવા ખાસ જોગવાઈ રજૂ કરી શકાય છે. TET ની આવશ્યકતાઓ લાગુ થવાને કારણે કોઈપણ શિક્ષકને રોજહાર, પગાર પેન્શનરી લાભો અથવા પ્રમોશનની તકોથી વંચિત ન રાખવું જોઈએ. આ મદ્દો સંસદમાં ઉઠાવી શકાય છે જેથી રાજ્ય સરકારો, શિક્ષક સંગઠનો અને શૈક્ષણિક નિષ્ણાતો સાથે પરામર્શ કરીને વાજબી અને માનવીય ઉકેલ શોધી શકાય. બાળકોના શિક્ષણ માટે વર્ષો સમર્પિત કરનારા શિક્ષકોને દંડ કરવાને બદલે શિક્ષણ સમુદાયને મજબૂત બનાવવો જોઈએ.
    Click here to Read More
    Previous Article
    કોર્ટનો ડંડો વાગ્યો ત્યારે પોલીસ જાગી:ગાંધીનગરમાં 10 લાખની ચોરીની FIR નોંધાવવા શ્રમિકને કોર્ટના પગથિયાં ઘસવા પડ્યા, આખરે નાછૂટકે ગુનો નોંધાયો
    Next Article
    રાજકોટમાં બે સગીરાઓ પર અવારનવાર દુષ્કર્મ:વાવડીમાં 14 વર્ષીય દીકરીને રાત્રિના ઘરેથી ભગાડી ગયો, થોરાડમાં ધો.9માં ભણતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી શરીરસંબંધ બાંધ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment