Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી માર્કેટ યાર્ડની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરાવાનું શરૂ:14 બેઠકો માટે 9 સપ્ટેમ્બરે મતદાન; લાલિત કગથરા અને મગન વડાવિયાના નિવેદનોથી રાજકીય ગરમાવો

    9 hours ago

    મોરબી માર્કેટ યાર્ડની 14 બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આજે એક જ દિવસમાં ઉમેદવારી પત્રો ભરવામાં આવી રહ્યા છે, જેના કારણે ભાજપ અને કોંગ્રેસના આગેવાનો સહિતના ઉમેદવારો માર્કેટ યાર્ડ ખાતે પહોંચ્યા હતા. 14 બેઠકો માટે 9 સપ્ટેમ્બરે મતદાન યોજાશે તેમજ 10 સપ્ટેમ્બરે મતગણતરી હાથ ધરાશે. આજે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લાલિત કગથરા યાર્ડ ખાતે હાજર રહ્યા હતા. તેમણે ખેડૂતોને સરકારને ભાન કરાવવા અને તેની આંખ ખોલવા માટે ચૂંટણીમાં પરિવર્તન લાવી ભાજપના મૂળિયાં ઉખેડી નાખવા આહવાન કર્યું હતું. બીજી તરફ, સહકાર પેનલ અને ભાજપના આગેવાન મગન વડાવિયાએ જણાવ્યું હતું કે, તેઓ વર્ષોથી સહકારી ક્ષેત્રે સહકારી પેનલથી ચૂંટણી લડી રહ્યા છે. આ યાર્ડમાં અગાઉ 4 ચૂંટણીઓ થઈ છે અને ગત ચૂંટણીમાં ખુદ કોંગ્રેસના ધારાસભ્ય ઊભા રહ્યા હોવા છતાં હારી ગયા હતા. તેમણે દાવો કર્યો કે, બધી જ સહકારી સંસ્થાઓના આગેવાનો તેમની સાથે છે. શનાળા રોડ પર આવેલા માર્કેટ યાર્ડમાં વેપારી પેનલની 4 અને ખેડૂત પેનલની 10, એમ કુલ 14 બેઠકો માટે ચૂંટણી જાહેર થઈ છે. ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા આજે સવારે 11:00 વાગ્યાથી સાંજના 5:00 વાગ્યા સુધી ચાલશે. જિલ્લા રજીસ્ટ્રાર ડો. બિમલ પટેલે જણાવ્યું હતું કે, 30 ઓગસ્ટે ફોર્મની ચકાસણી થશે અને 2 સપ્ટેમ્બર ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ રહેશે. જો 14 બેઠકો માટે 14 કરતાં વધુ ઉમેદવારો હશે, તો 9 સપ્ટેમ્બરે મોરબી માર્કેટ યાર્ડની ચૂંટણી યોજાશે અને 10 સપ્ટેમ્બરે મતગણતરી કરવામાં આવશે. આ ચૂંટણીમાં ખેડૂત પેનલ માટે લગભગ 1500 અને વેપારી પેનલ માટે 51 મતદારો મતદાન કરશે. ઉલ્લેખનીય છે કે, અગાઉની યાર્ડ ચૂંટણીમાં ભાજપે વેપારી પેનલની 4 પૈકી 3 બેઠકો ગુમાવી હતી. હાલમાં મોરબી જિલ્લામાં વીજ કંપની પાસેથી વળતર મુદ્દે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે, અને ગામડે ગામડે ખેડૂતો ભાજપની પ્રવેશબંધીના બેનરો પણ લગાવી રહ્યા છે. આ સ્થિતિમાં ખેડૂતો કોની સાથે રહેશે તેના પર સૌની નજર છે. ગત ચૂંટણીમાં ભાજપને વેપારી પેનલમાં નુકસાન થયું હતું, પરંતુ આ વખતે કોંગ્રેસ તરફથી વેપારી પેનલમાં કોઈ ઉમેદવારી કરવા તૈયાર ન હોવાથી ભાજપને ફાયદો થવાની શક્યતા દેખાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    રીક્ષા પરના 'બાજ' અને 'ઢીંગલી'થી રેપ વીથ મર્ડરનો ભેદ ઉકેલાયો:ત્રણ હત્યા કરી છૂટી ગયેલા આરોપીએ ચોથા ગુનામાં બચવા પ્લાન બનાવ્યો'તો, નંબર પ્લેટ પર લીંબુ-મરચા બાંધી રાખતો
    Next Article
    ફતેહવાડીમાંથી દેશી તમંચા સાથે શખ્સ ઝડપાયો:બે જીવતી કારતૂસ મળી, 'કાલીયા' સાથે બબાલ ચાલતી હતી એટલે હથિયાર રાખ્યાની કબૂલાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment