Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફતેહવાડીમાંથી દેશી તમંચા સાથે શખ્સ ઝડપાયો:બે જીવતી કારતૂસ મળી, 'કાલીયા' સાથે બબાલ ચાલતી હતી એટલે હથિયાર રાખ્યાની કબૂલાત

    9 hours ago

    અમદાવાદના વેજલપુર ફતેહવાડીમાં દેશી તમંચો અને જીવતા કારતૂસ સાથે ફરતા શખ્સને ઝોન-7ની લોકલ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યો છે. પોલીસને બાતમી મળી હતી કે ફતેહવાડી પાસે એક શખ્સ ગેરકાયદે હથિયાર સાથે ફરી રહ્યો છે. જેના આધારે LCBની ટીમે વોચ ગોઠવી ઈશાક શેખને ઝડપી પાડ્યો હતો. તેની તલાશી લેતાં એક દેશી તમંચો અને બે જીવતા કારતૂસ મળી આવતા હથિયાર જપ્ત કરી ઈશાકની ધરપકડ કરી હતી. 'કાલીયા' સાથે બબાલ ચાલતી હતી એટલે હથિયાર રાખ્યું ઈશાકને બાબુ ઉર્ફે કાલીયા સાથે બબાલ ચાલતી હોવાનું અને આ અદાવતના કારણે પોતાની સુરક્ષા માટે હથિયાર ખરીદ્યું હોવાનું તેને પોલીસને જણાવ્યું છે. 50 હજારમાં દેશી તમંચો ખરીદ્યો હતો ઈશાકે આશરે એક મહિના પહેલાં સરખેજમાં રહેતા તેના મિત્ર ઈમરાન પઠાણ પાસેથી રૂ.50 હજારમાં દેશી તમંચો ખરીદ્યો હતો. ઈશાકે ખરેખર માત્ર પોતાની સુરક્ષા માટે હથિયાર ખરીદ્યું હતું કે પછી બાબુ ઉર્ફે કાલીયા સાથેની બબાલમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની તૈયારી હતી તેની તપાસ કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    મોરબી માર્કેટ યાર્ડની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરાવાનું શરૂ:14 બેઠકો માટે 9 સપ્ટેમ્બરે મતદાન; લાલિત કગથરા અને મગન વડાવિયાના નિવેદનોથી રાજકીય ગરમાવો
    Next Article
    Russia Air Strike On Kyiv Region Kills 27, Injures 42; Over 380 Evacuated

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment