Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રીક્ષા પરના 'બાજ' અને 'ઢીંગલી'થી રેપ વીથ મર્ડરનો ભેદ ઉકેલાયો:ત્રણ હત્યા કરી છૂટી ગયેલા આરોપીએ ચોથા ગુનામાં બચવા પ્લાન બનાવ્યો'તો, નંબર પ્લેટ પર લીંબુ-મરચા બાંધી રાખતો

    9 hours ago

    રાજકોટમાં 19 ઓગસ્ટે 76 વર્ષીય વૃદ્ધા પર દુષ્કર્મ આચરી હત્યા નિપજાવનાર આરોપી ઝડપાયા બાદ 8 દિવસના રિમાન્ડ પર છે. પોલીસ પૂછપરછમાં ચોંકાવનારી વિગત સામે આવી છે. ભૂતકાળમાં ત્રણ-ત્રણ હત્યા નિપજાવી છૂટી ગયેલા રમેશ વૈધુકીયાએ ચોથો ગુનો આચરતી સમયે પણ ફૂલપ્રુફ પ્લાન બનાવ્યો હતો. પરંતુ, જે રિક્ષામાં વૃદ્ધાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવામાં આવ્યું તે રિક્ષા પર લાગેલા 'બાજ' અને પાછળના ભાગે લાગેલા ઢીંગલીના બે ફોટોના કારણે પોલીસ આરોપી સુધી પહોંચવામાં સફળ રહી. રિક્ષામાં બેસેલી વ્યકિત ક્યાંય CCTVમાં ન આવે તે માટે બંને તરફ પડદા રાખવામાં આવ્યા'તા અને નંબર CCTVમાં નંબર ન આવે તે માટે પ્લેટ પર લીંબુ મરચા બાંધી રાખતો. સૌ પ્રથમ જાણીએ, શું હતો સમગ્ર મામલો? રાજકોટના આજી ડેમના કાંઠે આવેલા મોગર માતાજીના મંદિર પાછળથી 21 ઓગસ્ટે 76 વર્ષીય વૃદ્ધાની લાશ મળી આવી. ફોરેન્સિક PMમાં શરીર પર ચાર મોટી ઈજાના નિશાન મળ્યા. પોલીસે તપાસ કરતા લાશની ઓળખ થઈ અને સાત હનુમાન મંદિર પાસેથી 19 ઓગસ્ટે ગુમ થયાનું ખૂલ્યું. પોલીસે આસપાસના CCTV તપાસતા 19 ઓગસ્ટે બપોરના 3:53એ એક શખસ વૃદ્ધાને રિક્ષામાં બેસાડી જતો જોવા મળ્યો. પોલીસે રિક્ષાની ઓળખ માટે નંબર પ્લેટ તપાસી તો નંબર ન દેખાય તે માટે તેના પર જ લીંબુ મરચા લગાવ્યા હોવાનું સામે આવ્યું. રિક્ષા પર લાગેલા 'બાજ' અને 'ઢીંગલી'ની મદદથી શોધખોળ શરૂ કરવામાં આવી આરોપીએ પોલીસથી બચવા પહેલા જ પ્લાન બનાવી નંબરને લીંબું મરચાથી ઢાંકી દીધા હતા. જેથી પોલીસની નજર વૃદ્ધાને જે રિક્ષામાં લઈ જવામાં આવ્યા હતા તે રિક્ષા પર લાગેલા 'બાજ' પર પડી. રિક્ષાના આખા નંબર વંચાતા ન હતા પરંતુ, સિરિઝ GJ08-A હોવાની ઓળખ થઈ. જેથી પોલીસે આ સિરિઝના નંબરના આધારે તપાસ આગળ ધપાવી અને તપાસ કરતા કરતા રમેશ વૈધુકીયા સુધી પહોંચી. વૃદ્ધા પર રિક્ષામાં દુષ્કર્મ આચરી હત્યા કર્યાની કબૂલાત 19 ઓગસ્ટે વૃદ્ધાને તેના ઘરે પહોંચાડવાનું કહી રમેશે રિક્ષામાં બેસાડ્યા'તા. અલગ અલગ જગ્યાએ રિક્ષા ઉભી રાખી વૃદ્ધા પર ધોકાના ઘા મારી અર્ધબેભાન કરી દીધા. ત્યારબાદ આજી ડેમના કિનારે લઈ જઈ રિક્ષામાં જ દુષ્કર્મ આચરી હત્યા નિપજાવી. પુરાવાનો નાશ કવા લાશ પર કપડું વીંટાળીને ડેમ કાંઠે ફેંકી નાસી છૂટ્યો હતો. આરોપી રમેશ 8 દિવસના રિમાન્ડ પર રમેશની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાતા 8 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા. ગુનામાં વપરાયેલી રિક્ષા કબજે કરી લેવામાં આવી છે. ગુના સમયે પોલીસને રિક્ષા પર જે ચિહ્નો મળ્યા'તા તે તમામ રિક્ષા પર મળી આવ્યા છે. ભૂતકાળમાં ત્રણ ગંભીર ગુનામાં છુટી ગયેલો રમેશ આ ગુનામાં ન છટકી જાય તે માટે રાજકોટ પોલીસે ચોકસાઈપૂર્વક આગળ વધી રહી છે. આ સમાચાર પણ વાંચોઃ વૃદ્ધાના રેપ બાદ હત્યા કરનારો સાઈકો કિલર ઝડપાયો
    Click here to Read More
    Previous Article
    iPhone Storage Full? Follow These 10 Steps To Free Up Space
    Next Article
    મોરબી માર્કેટ યાર્ડની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરાવાનું શરૂ:14 બેઠકો માટે 9 સપ્ટેમ્બરે મતદાન; લાલિત કગથરા અને મગન વડાવિયાના નિવેદનોથી રાજકીય ગરમાવો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment