Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોર્ટનો ડંડો વાગ્યો ત્યારે પોલીસ જાગી:ગાંધીનગરમાં 10 લાખની ચોરીની FIR નોંધાવવા શ્રમિકને કોર્ટના પગથિયાં ઘસવા પડ્યા, આખરે નાછૂટકે ગુનો નોંધાયો

    8 hours ago

    રાજ્યના પાટનગર ગાંધીનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરતો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સેક્ટર-21 પોલીસ સ્ટેશનની હદમાં એક સામાન્ય શ્રમિક પરિવારના બંધ મકાનમાંથી રૂપિયા 10 લાખની માલમત્તા ચોરાઈ ગઈ હોવા છતાં, પોલીસે સમયસર ફરિયાદ નોંધવાની તસદી લીધી નહોતી. પીડિત પરિવાર મહિનાઓ સુધી પોલીસ સ્ટેશનના ધક્કા ખાતો રહ્યો, પરંતુ કોઈ ઉકેલ ન આવતાં આખરે ન્યાય માટે કોર્ટના દ્વાર ખખડાવવા પડ્યા હતા. કોર્ટના આકરા વલણ અને આદેશ બાદ, ઘટનાના મહિનાઓ પછી સેક્ટર-21 પોલીસે નાછૂટકે ગુનો દાખલ કરવો પડ્યો છે. ગાંધીનગર એસપી (SP) એ પણ આ ગંભીર બેદરકારીની નોંધ લીધી છે. ભજનના કાર્યક્રમમાં ગયા અને પાછળથી ઘરમાં 10 લાખનો હાથફેરો મૂળ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગોકુળપુરા ગામના વતની અને હાલ અરવલ્લીના તેનપુર ખાતે રહી ઇલેક્ટ્રિક સબ-કોન્ટ્રાક્ટનો ધંધો કરતા 42 વર્ષીય મગનભાઇ હરિભાઇ ઠાકોર, અગાઉ છેલ્લા વીસ વર્ષથી ગાંધીનગર જીઇબી પાવર હાઉસ સામે કાચા છાપરામાં પરિવાર સાથે રહેતા હતા. ગત તારીખ 19 ઓગસ્ટ, 2025ના રોજ મગનભાઇના મામા સસરાની પુણ્યતિથિ નિમિત્તે બાયડ રોડ પર આવેલા ડાભા ગામે ભજનનો કાર્યક્રમ હતો. આ પ્રસંગમાં હાજરી આપવા માટે મગનભાઇ તેમના પત્ની મીનાબેન અને બે દીકરીઓ સાથે સાંજે ડાભા ગયા હતા. ઘરની સુરક્ષા માટે તેમણે ભત્રીજા સુરેશભાઇ ઠાકોરની પત્ની કિરણબેનને રાત્રે ઘરે સૂઈ જવા માટે જણાવ્યું હતું. જોકે, રાત્રે સવા દસ વાગ્યાની આસપાસ ભત્રીજા સુરેશભાઇએ ફોન કરીને ચોરી થઈ હોવાની જાણ કરતાં પરિવાર મધ્યરાત્રિએ ઘરે દોડી આવ્યો હતો. ઘરમાં જઈને જોયું તો મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું હતું અને સામાન વેરવિખેર હતો. તસ્કરોએ લોખંડના પતરાના ટંકનું તાળું તોડીને અંદર રાખેલા સોના-ચાંદીના દાગીના તેમજ રૂ. 2.70 લાખ રોકડ મળીને કુલ 10 લાખની મત્તા પર હાથફેરો કરી લીધો હતો. કોર્ટના હુકમ બાદ નોંધાઈ FIR આ ઘટના ઓગસ્ટ 2025માં બની હોવા છતાં સેક્ટર-૨૧ પોલીસે આ મામલે કોઈ નક્કર કાર્યવાહી કરી નહોતી. ફરિયાદી મગનભાઈએ વારંવાર અરજીઓ આપવા છતાં પોલીસે ગંભીર ઢીલાશ અને બેદરકારી દાખવી હતી. આખરે કંટાળીને ફરિયાદીએ કોર્ટમાં ધા નાખવી પડી હતી. કોર્ટે આ મામલાની ગંભીરતા સમજીને કડક આદેશ આપતાં, આખરે સેક્ટર-21પોલીસ સ્ટેશનમાં એફ.આઈ.આર. (FIR) નોંધવામાં આવી છે. પાટનગરમાં સામાન્ય નાગરિકો માટે ન્યાય ક્યાં? આ ઘટના પોલીસની કામગીરી પર મોટો સવાલ ઊભો કરે છે. જો રાજ્યના પાટનગરમાં જ એક સામાન્ય નાગરિકની લાખો રૂપિયાની ચોરીની ફરિયાદ નોંધવા માટે કોર્ટના હુકમની રાહ જોવી પડતી હોય, તો સામાન્ય જનતાનો પોલીસ પરથી વિશ્વાસ કેમ ન ઊઠે? ઘટનાના આટલા મહિનાઓ પછી એફ.આઇ.આર. નોંધાતા હવે ચોરીના પુરાવા મેળવવામાં અને તસ્કરો સુધી પહોંચવામાં પોલીસને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. ગાંધીનગર એસપીએ આ બેદરકારીની ગંભીર નોંધ લીધી હોવાથી હવે જવાબદાર પોલીસકર્મીઓ સામે પણ પગલાં લેવાય તેવી શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    Parbhani Temple Roof Collapsed: महाराष्ट्र के परभणी में गिरी मंदिर की छत? CCTV वीडियो दंग कर देगा!
    Next Article
    કલેક્ટર ઓફિસ ખાતે શિક્ષક સંઘના ધરણા:શિક્ષક યોગ્યતા કસોટીને લઈને કલેક્ટરને આવેદન પત્ર અપાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment