Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સંકલન સમિતિની બેઠક:ધારાસભ્યોએ પ્રજાના પૂછેલા પ્રશ્નોના કાર્યોની પ્રોગ્રેસ જોવા એપ, સાત કલેક્ટર બદલાયા જમાલપુર ઝોનલ ઓફિસની નવી જગ્યા મળી નહીં

    1 day ago

    અમદાવાદ જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ, પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં કામો, પીવાના તેમજ સિંચાઈના પાણીના પ્રશ્નો, સરકારી પ્લોટની ફાળવણી, નદીમાંથી કાંપ કાઢી તેને ઊંડી કરવી, જમીન માપણી અને રસ્તાના પ્રશ્નો, જમીન સંપાદન અંગે વળતરના પ્રશ્નો, ગામતળની જમીનો, ધાર્મિકસ્થાનોનો વિકાસ અને તેના પર સોલાર પેનલ લગાવવી, નવી પોસ્ટ ઑફિસ, મુનસર તળાવની સફાઈ સહિત પ્રાથમિક અને માળખાકીય સુવિધાઓના પ્રશ્નો ધારાસભ્યો દ્વારા રજુ કરવામાં આવ્યા હતા. બેઠકમાં અનેક અધિકારીઓ હાજર રહ્યા હતા જ્યારે શહેરી વિસ્તારના વિવિધ પ્રશ્નોમાં અશાંતધારો, જમીન માપણીના પ્રશ્નો, GIDC વિસ્તારમાં ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી, વીજળી, ટ્રાફિક, દબાણ, નવા પોલીસ સ્ટેશન માટે જમીન ફાળવણી, ખુલ્લા સરકારી પ્લોટની ફરતે દિવાલ બનાવવી, કાયદો અને વ્યવસ્થા સહિતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં અમદાવાદ જિલ્લાના ધારાસભ્યો કિરીટસિંહ ડાભી, હસમુખ પટેલ, અમિત ઠાકર, કૌશિક જૈન, જીતુ પટેલ, અમૂલ ભટ્ટ, હર્ષદ પટેલ, અમિત શાહ, દિનેશસિંહ કુશવાહ, પાયલ કુકરાણી, ઇમરાન ખેડાવાલા અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂત પ્રશ્નોના નિરાકરણ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી અમદાવાદ અમરાઈવાડીના ધારાસભ્ય હસમુખ પટેલ દ્વારા સરકારી જમીન પરના દબાણો દૂર કરવાની રજૂઆત કરાઈ હતી. ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી દ્વારા ખેતરોમાં વીજપોલ લગાવવામાં લેવલીંગ કરવા મુદ્દે અને ખેડૂત પ્રશ્નોના નિરાકરણ મુદ્દે, GSPC ગેસ પાઇપલાઇન જેવા મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ દ્વારા વરસાદી પાણી ભરાવાના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. ધારાસભ્ય અમિત શાહ દ્વારા અશાંત ધારા અંતર્ગત આવેલી અરજીઓનો નિકાલ કરવા રજૂઆત કરાઈ હતી. 9 ગામોના જમીન માપણીની માંગ કરી છે વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે સંકલન સમિતિની અગાઉની બેઠકમાં ધારાસભ્યો દ્વારા પૂછાયેલા પ્રશ્નોની કામગીરી ટ્રેસ કરવા એક એપ બનાવવા માંગ કરી હતી. જેનો કલેક્ટરે સ્વીકાર કરીને તેની ઉપર કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત તેમના વિસ્તારમાં આવેલ 9 ગામોના જમીન માપણીની માંગ કરી છે, જેથી ખબર પડે કે કઈ જમીન કોર્પોરેશન હસ્તક, કઈ જમીન કલેક્ટર હસ્તક અને કઈ જમીન ખાનગી છે. તે જાણીને વિકાસના કાર્યોનું આયોજન થઈ શકે. સાત કલેક્ટર બદલાઈ ગયા તેમ છત્તા આ પ્રશ્નનું નિરાકરણ આવ્યું નથી કોંગ્રેસના જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાએ જમાલપુરમાં નવી ઝોનલ ઓફિસની માંગ કરી છે. વર્તમાન ઓફિસમાં પ્રજા માટે કોઈ વ્યવસ્થાઓ નથી. સાત કલેક્ટર બદલાઈ ગયા તેમ છત્તા આ પ્રશ્નનું નિરાકરણ આવ્યું નથી. નરોડાના ધારાસભ્ય પાયલ કુકરાણી દ્વારા તેમના વિસ્તારમાં પાકિસ્તાનથી વિસ્થાપિત થયેલા અને વર્ષોથી અહીંયા રહેતા લોકોના મિલકત અંગે અમે અમુક સોસાયટીઓની જમીન માલિકી પ્રશ્ને રજૂઆત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    જામનગર દરેડ GIDCમાં GST વિભાગનું મેગા ઓપરેશન:બોગસ બિલિંગ કૌભાંડમાં કરોડોના ગોટાળાની આશંકા
    Next Article
    ભાવનગર પોક્સો કોર્ટનો મહત્વનો ચુકાદો:4 વર્ષની માસૂમ બાળકી સાથે હેવાનિયત આચરનાર અજય પરમારને 'જીવનના છેલ્લા શ્વાસ સુધી' જેલવાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment