Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગર દરેડ GIDCમાં GST વિભાગનું મેગા ઓપરેશન:બોગસ બિલિંગ કૌભાંડમાં કરોડોના ગોટાળાની આશંકા

    1 day ago

    જામનગરના ઔદ્યોગિક હબ ગણાતા દરેડ જીઆઈડીસી વિસ્તારમાં સ્ટેટ GST વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. બોગસ બિલિંગ કૌભાંડમાં કરોડોના ગોટાળાની આશંકાને પગલે આ મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આજે વહેલી સવારથી શરૂ થયેલી આ કાર્યવાહીમાં ૨૨થી વધુ વાહનોના કાફલા સાથે GST અધિકારીઓ પહોંચ્યા હતા. આ ઓપરેશનને કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પ્રાથમિક અહેવાલો મુજબ, બહારગામથી આવેલા કેટલાક તત્વોએ દરેડમાં માત્ર ભાડાના શેડ રાખીને બોગસ GST નંબર મેળવ્યા હતા. આ એકમો દ્વારા કાગળ પર ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) ઉભી કરીને સરકારી તિજોરીને કરોડોનો ચૂનો લગાવવામાં આવ્યો હોવાની શંકા છે. આ કૌભાંડના મૂળિયાં ઊંડા હોવાથી, GST વિભાગ દ્વારા આગામી ૮ થી ૧૦ દિવસ સુધી સતત તપાસ ચાલુ રહેવાની શક્યતા છે. એક તરફ વૈશ્વિક મંદી અને મોંઘવારીનો સામનો કરી રહેલા જામનગરના બ્રાસપાર્ટ ઉદ્યોગકારો માટે આ કાર્યવાહી મુશ્કેલીરૂપ બની છે. સઘન તપાસ અને દરોડાના ભયને લીધે કાચા અને તૈયાર માલની સ્થાનિક હેરફેર હાલમાં સંપૂર્ણપણે અટકી ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટના કુવાડવા બ્રિજ, હિરાસર ફ્લાયઓવરનું કામ વર્ષાંતે પૂર્ણ થશે:જસદણ - સુરત રૂટની બસ 15 મીથી આટકોટ સુધી લંબાવાશે : જિલ્લાના 23 માર્ગો પર પેચવર્ક કરાયુ
    Next Article
    જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સંકલન સમિતિની બેઠક:ધારાસભ્યોએ પ્રજાના પૂછેલા પ્રશ્નોના કાર્યોની પ્રોગ્રેસ જોવા એપ, સાત કલેક્ટર બદલાયા જમાલપુર ઝોનલ ઓફિસની નવી જગ્યા મળી નહીં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment