Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટના કુવાડવા બ્રિજ, હિરાસર ફ્લાયઓવરનું કામ વર્ષાંતે પૂર્ણ થશે:જસદણ - સુરત રૂટની બસ 15 મીથી આટકોટ સુધી લંબાવાશે : જિલ્લાના 23 માર્ગો પર પેચવર્ક કરાયુ

    1 day ago

    રાજકોટ જિલ્લાનો કુવાડવા બ્રિજ અને હિરાસર ફ્લાય ઓવરનું કામ ડિસેમ્બર 2026 સુધીમાં પૂર્ણ થશે તેવું આજે 20 જૂનના કલેક્ટર ડો. ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં મળેલી જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠકમાં જાહેર કરાયું હતું. આ બેઠકમાં લોકપ્રતિનિધિઓએ માર્ગો, આરોગ્ય સેવાઓ, ફ્લાયઓવર અને ટ્રાફિક સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા. જેમાં કુવાડવા બ્રિજનું 50 ટકા કામ પૂર્ણ થયું હોવાનું અને ડિસેમ્બર 2026 સુધીમાં કામ પૂર્ણ કરવાની યોજના હોવાનું જણાવવામાં આવ્યુ હતુ. જ્યારે જિલ્લામાં 23 માર્ગોનું પેચવર્ક પૂર્ણ થયું છે જ્યારે બાકીના 6 માર્ગોનું કામ આગામી 10 દિવસમાં પૂર્ણ થશે. આ ઉપરાંત સિવિલમાં નવો પોસ્ટમોર્ટમ રૂમ બનાવવા એજન્સીની નિમણૂક કરી દેવામાં આવી હોવાનું સિવિલના તબીબી અધિક્ષક તરફથી જણાવાયું હતું. રાજકોટ-જેતપુર હાઈવે પર જ્યાં જરૂર જણાય ત્યાં સર્વિસ રોડની કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી. પદ્મકુંવરબા હોસ્પિટલમાં સઘન સ્વચ્છતા કરવામાં આવી છે અને મચ્છરોના ત્રાસ માટે નિયમિત ફોગિંગ કરવામાં આવે છે. સાંસદ રામ મોકરીયા તરફથી પી.જી.વી.સી.એલ. ની પ્રીમોન્સુન કામગીરી તેમજ અયોધ્યા સૂચિત સોસાયટીનો પ્રશ્ન રજૂ થયો હતો. જેમાં શહેરમાં તમામ ફિડરોમાં પ્રી મોન્સુન કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવાનું જણાવાયું હતું. જ્યારે અયોધ્યા સહિતની સૂચિત સોસાયટીના વિવિધ પ્રશ્નો હલ કરવા સમિતિની રચના કરીને આગળ કાર્યવાહી કરવા કલેકટરે સૂચના આપી હતી.આ ઉપરાંત સાંસદ પરશોત્તમ રૂપાલા અને મંત્રી કુંવરજી બાવળીયા તરફથી આવેલા વિવિધ પ્રશ્નોને ચર્ચામાં લઈને, તેના ઉકેલ માટે યોગ્ય કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી. મંત્રી તરફથી જસદણ-સુરત રૂટની એસ.ટી. બસને આટકોટ સુધી લંબાવવાની આવેલી રજૂઆત અંગે જણાવાયું હતું કે, આ બસ સેવા 15મી જૂનથી શરૂ કરી દેવામાં આવી છે. મનપા દ્વારા માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોગાભ્યાસ, 4000 લોકો યોગ કરશે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે 21 જૂને રાજકોટમાં વિવિધ સ્થળોએ યોગ કાર્યક્રમો યોજાશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સવારે 6 વાગ્યે માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે અને મહિલાઓ માટે સવારે 8 વાગ્યે લોકમાન્ય તિલક સ્નાનાગાર ખાતે વિશેષ યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રેસકોર્સ ફૂટબોલ ગ્રાઉન્ડમાં 4 હજારથી વધુ નાગરિકો સાથે યોગાભ્યાસ યોજાશે. ભાગ લેનારાઓને QR કોડ દ્વારા ડિજિટલ સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. RMC ના નવા શોર્ટ કોડ નંબર 155304 પર કોલ કરો અને 43 વિભાગની સેવાઓનો લાભ મેળવો રાજકોટ મહાનગરપાલિકાએ નાગરિકોની ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા વધુ સરળ બનાવી છે. હવે શહેરવાસીઓ માત્ર શોર્ટ કોડ નંબર 155304 પર કોલ કરીને 43 વિભાગોની સેવાઓ સંબંધિત ફરિયાદ નોંધાવી શકશે. ઉપરાંત www.rmc.gov.in, RMC Citizen App અને WhatsApp Chat-Bot મારફતે પણ ઓનલાઈન ફરિયાદ કરી શકાશે. ચોમાસા દરમિયાન ડ્રેનેજ અને પાણી ભરાવાની સમસ્યાઓ માટે ફ્લડ કંટ્રોલ રૂમ અને ફાયર બ્રિગેડના ખાસ સંપર્ક નંબર પણ જાહેર કરાયા છે. શેરી ફેરિયાઓ માટે 29,30 જૂને PM સ્વનિધિ લોન કેમ્પ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા PM SVANidhi યોજના હેઠળ શેરી ફેરિયાઓને સિક્યોરિટી વિના લોન મેળવવામાં સહાય માટે 29 અને 30 જૂને લોક કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે યોજાનારા કેમ્પમાં નવી અરજીઓ તેમજ પેન્ડિંગ અરજીઓનો નિકાલ કરવામાં આવશે. યોજનામાં પ્રથમ તબક્કે ₹15 હજાર, બીજા તબક્કે ₹25 હજાર અને ત્રીજા તબક્કે ₹50 હજાર સુધીની વર્કિંગ કેપિટલ લોન ઉપલબ્ધ છે.
    Click here to Read More
    Previous Article
    ગોધરામાં પ્રાકૃતિક કૃષિ કાર્યશાળાનું આયોજન:ભામૈયા ત્રિમંદિર ખાતે કૃષિ પ્રદર્શનમાં વિવિધ સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બન્યા, નરેન્દ્ર મોદીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ
    Next Article
    જામનગર દરેડ GIDCમાં GST વિભાગનું મેગા ઓપરેશન:બોગસ બિલિંગ કૌભાંડમાં કરોડોના ગોટાળાની આશંકા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment