Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં પ્રાકૃતિક કૃષિ કાર્યશાળાનું આયોજન:ભામૈયા ત્રિમંદિર ખાતે કૃષિ પ્રદર્શનમાં વિવિધ સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બન્યા, નરેન્દ્ર મોદીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ

    1 day ago

    ગોધરા તાલુકાના ભામૈયા સ્થિત દાદા ભગવાન ત્રિ મંદિર ખાતે 'વિકસિત ભારત સંકલ્પ સંમેલન' અંતર્ગત 'પ્રાકૃતિક કૃષિ કાર્યશાળા અને પ્રદર્શન'નું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે આ કાર્યક્રમ યોજાયો હતો. પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ નીરજ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં પંચમહાલ લોકસભાના સાંસદ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમજાવતા જિલ્લા પંચાયત પ્રમુખ નીરજ પટેલે જણાવ્યું હતું કે, વર્ષ 2047 સુધીમાં ભારતને સંપૂર્ણ વિકસિત, આત્મનિર્ભર અને સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવાના વડાપ્રધાનના સંકલ્પને જન-જન સુધી પહોંચાડવાનો છે. તેમણે ઉમેર્યું કે, દેશના સર્વાંગી વિકાસમાં ખેડૂતોની મહત્વપૂર્ણ ભૂમિકાને વધુ મજબૂત બનાવવી અનિવાર્ય છે. પ્રાકૃતિક ખેતી એ માત્ર ખેતીની પદ્ધતિ નથી, પરંતુ એક સ્વસ્થ સમાજ અને સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણનો મજબૂત સ્તંભ છે, તેમ જણાવી તેમણે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા અપીલ કરી હતી. આ પ્રસંગે આયોજિત વિશેષ કૃષિ પ્રદર્શનમાં વિવિધ સરકારી વિભાગોના સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. જેમાં સ્થાનિક પ્રગતિશીલ ખેડૂતો દ્વારા સંપૂર્ણ પ્રાકૃતિક અને ઓર્ગેનિક પદ્ધતિથી ઉત્પાદિત કરાયેલા વિવિધ પાકો, અનાજ, દેશી ફળો તથા શાકભાજીનું સુંદર પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું. ઉપસ્થિત ખેડૂતો અને નાગરિકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક આ પ્રદર્શનનું નિરીક્ષણ કરી પ્રાકૃતિક કૃષિના વિવિધ સફળ મોડેલોની વિસ્તૃત જાણકારી મેળવી હતી. કાર્યક્રમ દરમિયાન પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે ઉત્કૃષ્ટ અને અનુકરણીય કામગીરી કરનાર પ્રગતિશીલ લાભાર્થી ખેડૂતોને મંચસ્થ મહાનુભાવોના હસ્તે સન્માન પ્રમાણપત્ર અને શાલ ઓઢાડીને બહુમાન કરવામાં આવ્યું હતું. આ સાથે જ, પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 23મો હપ્તો સીધો ખેડૂતોના ખાતામાં જમા કરાવવાના અવસરે પશ્ચિમ બંગાળના તારકેશ્વર ખાતેથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ મહાનુભાવો અને મોટી સંખ્યામાં હાજર રહેલા ખેડૂતોએ રસપૂર્વક નિહાળ્યું હતું. આ સંમેલનમાં કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ, જિલ્લા અગ્રણી મયંક દેસાઈ, કિસાન મોરચાના મહામંત્રી કિરણ, ગોધરા તાલુકા પંચાયતના પ્રમુખ લીલાબેન સંજય પટેલ, પ્રાંત અધિકારી નીરવ મોદી સહિત કૃષિ વિભાગ તથા આત્મા પ્રોજેક્ટના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂત ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં NEET 2026 પરીક્ષા માટે ST બસ સુવિધા:વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવા ખાસ વ્યવસ્થા
    Next Article
    રાજકોટના કુવાડવા બ્રિજ, હિરાસર ફ્લાયઓવરનું કામ વર્ષાંતે પૂર્ણ થશે:જસદણ - સુરત રૂટની બસ 15 મીથી આટકોટ સુધી લંબાવાશે : જિલ્લાના 23 માર્ગો પર પેચવર્ક કરાયુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment