Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નર્મદાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક તોફાની બની:દારૂ-ડ્રગ્સ, સિંચાઈ અને જમીન વિહોણાના મુદ્દે સાંસદ, ધારાસભ્યોએ ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા; સાડા ત્રણ કલાક બેઠક

    11 hours ago

    રાજપીપળાના નર્મદા જિલ્લા સેવાસદન ખાતે જિલ્લા સંકલનની બેઠક કલેક્ટર ગંગા સિંગના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ, ધારાસભ્ય ચૈતર વસાવા અને જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. જિલ્લાના મહત્વના અને ગંભીર પ્રશ્નોની પદાધિકારીઓ દ્વારા રજૂઆતો થતાં બેઠક સાડા ત્રણ કલાક ચાલી હતી. લાંબી ચાલેલી આ બેઠકમાં સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ અને ધારાસભ્ય ચૈતર વસાવાએ જિલ્લાના દારૂ-ડ્રગ્સ, સિંચાઈ અને જમીન વિહોણાના લોકો મુદ્દે અનેક મહત્વના પ્રશ્નો ઉઠાવ્યા હતા, જેના કારણે સંકલન બેઠક તોફાની બની હતી. અંતે, જિલ્લા કલેક્ટરે તમામ પ્રશ્નોને આવરી લઈને તાકીદે પૂર્ણ કરવા સૂચના આપી હતી. યુવાનો દારૂના રવાડે ચડ્યાની ફરિયાદ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે નર્મદાના યુવાનો દારૂના રવાડે ચડી જતા હોવા અને તેમના પર કેસ થતા હોવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે દારૂ વેચનારાઓ અને દારૂ-જુગારના અડ્ડા ચલાવનારા બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ ઉપરાંત, નાંદોદના વરખડ ગામેથી પકડાયેલા એમડી ડ્રગ્સ પ્રકરણમાં વપરાતા કેમિકલના મોટા જથ્થા અને તેમાં સંડોવાયેલા આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી કડક કાર્યવાહી કરવા અંગે ઉગ્ર રજૂઆત કરી હતી. તેમણે ખેડૂતોને સિંચાઈ માટે વીજળી મળવી જોઈએ તેવો પ્રશ્ન પણ ઉઠાવ્યો હતો. આરોગ્ય સુવિધાઓ સુધીના પ્રશ્નો ઉઠાવ્યા ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ જમીન વિહોણા લોકોથી લઈને આરોગ્ય સુવિધાઓ સુધીના પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે ખેડૂતોને પ્લોટ, ખાતર અને પીએમ કુસુમ યોજનાના પ્રશ્ને રજૂઆત કરી હતી. નર્મદા જિલ્લાના તમામ છ તાલુકાઓમાં જમીન વિહોણા લોકોનો સર્વે કરીને યોગ્ય લાભાર્થીઓને પ્લોટ ફાળવવાની માંગણી કરી હતી. નર્મદા જિલ્લામાં એમઆરઆઈ, સીટી સ્કેન અને સોનોગ્રાફી જેવી આરોગ્ય સુવિધાઓ શરૂ કરવાની પણ માંગ કરી. તુમડાવાડી ગામમાં પીવાનું પાણી, રોડ-રસ્તા અને શિક્ષણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા તેમજ આશ્રમશાળાના વિદ્યાર્થીઓને સવારે નાસ્તાની સુવિધા આપવા રજૂઆત કરવામાં આવી હતી. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા દુકાનોના ડિમોલિશન મુદ્દે દુકાનદારોના હિતમાં પણ રજૂઆત કરાઈ હતી. કલેક્ટર સહિતએ સકારાત્મક અભિગમ દર્શાવ્યો આ લાંબી ચાલેલી સંકલન બેઠકમાં પદાધિકારીઓએ ઘણા મુદ્દાઓ ઉઠાવ્યા હતા. નર્મદા જિલ્લાના તમામ વિકાસ મુદ્દાઓ પર કલેક્ટર સહિતના અધિકારીઓએ સકારાત્મક અભિગમ દર્શાવ્યો હતો અને તમામ રજૂઆતોના ઝડપી નિરાકરણ માટે જિલ્લા તંત્ર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    દાહોદમાં NEET પરીક્ષા, કોલેજ પાછળનો માર્ગ બંધ:રવિવારે સવારે 9 થી સાંજે 6 સુધી અવરજવર પર પ્રતિબંધ
    Next Article
    શહેરના 45થી વધુ વિસ્તારોમાં પાણી કાપ:શેત્રુંજી ડેમમાં ટેકનિકલ ખામી સર્જાતા આવતીકાલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment