Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાહોદમાં NEET પરીક્ષા, કોલેજ પાછળનો માર્ગ બંધ:રવિવારે સવારે 9 થી સાંજે 6 સુધી અવરજવર પર પ્રતિબંધ

    9 hours ago

    દાહોદ જિલ્લામાં 21 જૂન, 2026ના રોજ NEET (UG) પરીક્ષા યોજાશે. આ પરીક્ષા શાંતિપૂર્ણ અને અવરોધમુક્ત વાતાવરણમાં સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ વ્યવસ્થાના ભાગરૂપે, દાહોદ સ્થિત સરકારી ઈજનેરી કોલેજની પાછળના ગામ તરફ જતા માર્ગ પર સામાન્ય અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે. એમ. રાવલ દ્વારા આ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-33(1)(ખ) હેઠળ જારી કરાયેલા આ આદેશ મુજબ, રવિવારે સવારે 09:00 કલાકથી સાંજે 06:00 કલાક સુધી આ માર્ગ વાહનવ્યવહાર અને સામાન્ય અવરજવર માટે સંપૂર્ણપણે બંધ રહેશે. પરીક્ષા કેન્દ્રની આસપાસ સુરક્ષા જાળવવા અને પરીક્ષાર્થીઓને અગવડતા ન પડે તે હેતુથી આ નિર્ણય લેવાયો છે. જાહેરનામાનું ચુસ્તપણે પાલન થાય તે માટે તંત્ર દ્વારા કડક સૂચના આપવામાં આવી છે. આ આદેશનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223 તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 131 હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે. પોલીસ કોન્સ્ટેબલથી લઈને ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓને ફરિયાદ દાખલ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને આ માર્ગનો ઉપયોગ ટાળવા અને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. આ પગલું પરીક્ષાના સુચારૂ સંચાલન અને વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે તે માટે મહત્વપૂર્ણ છે.
    Click here to Read More
    Previous Article
    ભારતે અફઘાનિસ્તાનને 9 વિકેટથી હરાવ્યું:સિરીઝ 3-0થી જીતી; ત્રીજી વન-ડેમાં જયસ્વાલની સેન્ચુરી, રોહિતની ફિફ્ટી, પ્રસિદ્ધની 5 વિકેટ
    Next Article
    નર્મદાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક તોફાની બની:દારૂ-ડ્રગ્સ, સિંચાઈ અને જમીન વિહોણાના મુદ્દે સાંસદ, ધારાસભ્યોએ ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા; સાડા ત્રણ કલાક બેઠક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment