Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારી હાઇવે પર એક જ દિવસમાં બે અકસ્માત:ડમ્પરે મહિલા મોપેડચાલકનો જીવ લીધો, સ્વિફ્ટ ડિઝાયર કારને ફંગોળી

    11 hours ago

    શનિવારે નવસારી નજીકથી પસાર થતા નેશનલ હાઇવે પર બે અલગ-અલગ અકસ્માત થયા હતા. આ ઘટનાઓમાં એક મહિલાનું મોત થયું હતું, જ્યારે અન્ય એક અકસ્માતમાં સ્વિફ્ટ કારને નુકસાન થયું હતું. ભારે વાહનચાલકોની બેદરકારીને કારણે નિર્દોષ વાહનચાલકો ભોગ બની રહ્યા છે, જેને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. પ્રથમ અકસ્માત બપોરના સમયે આમડપોર ગામ નજીક હાઇવે પર સર્જાયો હતો. એક મહિલા પોતાના મોપેડ પર પસાર થઈ રહી હતી, ત્યારે પુરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરના ચાલકે મોપેડને ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે મહિલા ડમ્પરના વ્હીલ નીચે આવી ગઈ હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે હાઇવે પર લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યાં હતાં અને ટ્રાફિક જામ થયો હતો. આમડપોર અકસ્માત બાદ થોડા સમયમાં જ હાઇવે પર બીજો અકસ્માત થયો હતો. ઉન ગામ નજીક નેશનલ હાઇવે પર આવેલા ઉદય પેલેસ સામે એક બેફામ ડમ્પર ચાલકે આગળ જઈ રહેલી સ્વિફ્ટ ડિઝાયર કારને પાછળથી ટક્કર મારી હતી. ડમ્પરની ટક્કર વાગતા જ કાર હાઇવે પર ફંગોળાઈ ગઈ હતી અને તેને ભારે નુકસાન થયું હતું. સદનસીબે, આ ઘટનામાં કાર સવારોનો બચાવ થયો હતો. નવસારી શહેરને અડીને આવેલા નેશનલ હાઇવે નંબર 48 પર છેલ્લા કેટલાક સમયથી અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. સ્થાનિક લોકોના મતે, હાઇવે પર દોડતા ડમ્પર અને ભારે ટ્રકના ડ્રાઇવરો બેફામ અને ઓવરસ્પીડમાં વાહનો ચલાવે છે, જેના કારણે નાના વાહનચાલકો અકસ્માતનો ભોગ બને છે. આજના બે અકસ્માતોને પગલે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો અને મુસાફરો દ્વારા ટ્રાફિક પોલીસ અને આરટીઓ તંત્ર દ્વારા આવા બેફામ ડમ્પર ચાલકો સામે ઓવરસ્પીડિંગ અને ફિટનેસ અંગે કડક ઝુંબેશ ચલાવવા અને હાઇવે પર પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સોલા સિવિલમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી:GMERS મેડિકલ કોલેજ ખાતે ચાર દિવસીય યોગ શિબિર યોજાઈ
    Next Article
    ચોમાસા પૂર્વે PGVCL સજ્જ:કુદરતી આપત્તિ વચ્ચે પણ અવિરત વીજ પુરવઠો આપવા આયોજન, 542 ફીડરોનું સમારકામ પૂર્ણ; 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment