Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોમાસા પૂર્વે PGVCL સજ્જ:કુદરતી આપત્તિ વચ્ચે પણ અવિરત વીજ પુરવઠો આપવા આયોજન, 542 ફીડરોનું સમારકામ પૂર્ણ; 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત

    10 hours ago

    જૂનાગઢ સહિત રાજ્યમાં ચોમાસું શરૂ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે કુદરતી આપત્તિઓ સામે લડવા PGVCL સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગઈ છે. જૂનાગઢ જિલ્લો હવે વાવાઝોડા કે ભારે વરસાદની કોઈપણ ગંભીર પરિસ્થિતિનો સામનો કરવા માટે હાઈ-એલર્ટ મોડ પર છે. તંત્ર દ્વારા કોઈપણ ભોગે જનતાને અવિરત વીજ પુરવઠો આપવાનો કડક નિર્ધાર કરવામાં આવ્યો છે. આગામી આપત્તિઓને પહોંચી વળવા માટે 1 જૂન 2026થી જ 24 કલાક કાર્યરત રહે તેવો સ્પેશિયલ કંટ્રોલ રૂમ ધમધમતો કરી દેવાયો છે, જેમાં ત્રણ શિફ્ટમાં એન્જિનિયર્સ અને ક્લેરિકલ સ્ટાફ રાત-દિવસ પરિસ્થિતિ પર બાજ નજર રાખી રહ્યા છે. વરસાદ સમયે ગ્રાહકોને અંધારામાં ન રહેવું પડે તે માટે આયોજન ​વીજ કંપનીએ ચોમાસા પૂર્વે જ જૂનાગઢ જિલ્લાના 542 ફીડરોમાં આશરે 6000 કિલોમીટર લાંબી વીજ લાઇન અને 3400 ટ્રાન્સફોર્મરનું સઘન સમારકામ પૂરું કરી દીધું છે, જેથી ચોમાસા દરમિયાન કોઈ મોટો અકસ્માત કે વહીવટી ભંગાણ ન સર્જાય. જૂનાગઢના તમામ 22 સબ-ડિવિઝન હેઠળ આવતા ગ્રાહકોને અંધારામાં ન રહેવું પડે તે માટે વીજ કંપનીએ અત્યારથી જ લોખંડી આયોજન ગોઠવી દીધું છે. ચોમાસા દરમિયાન વીજ લાઈનો તૂટે કે કોઈ અકસ્માત થાય તો તાત્કાલિક એક્શન લેવા માટે PGVCLની પોતાની 33 ટીમ અને 102 કર્મચારીઓ સજ્જ છે, તો બીજી તરફ કોન્ટ્રાક્ટરની વધુ 56 ટીમો અને 207 જેટલા માણસોને પણ સ્ટેન્ડબાય રાખવાનો આદેશ આપી દેવાયો છે. દરેક સબ-સ્ટેશનમાં 1355 સિમેન્ટના થાંભલા ગોઠવાયા ​વરસાદ અને વાવાઝોડામાં ક્યાંક ઝાડ પડે કે થાંભલા જમીનદોસ્ત થાય, તો પણ સમારકામ અટકશે નહીં. થાંભલાના ખાડા કરવા માટે ખાસ 16 PED મશીન અને 4 ભારે ટ્રકોને પણ ઘટનાસ્થળે તાબડતોબ પહોંચવા માટે સ્ટેન્ડબાય ઓર્ડર આપી દેવાયો છે. થાંભલાની અછત ન સર્જાય તે માટે અત્યારથી જ દરેક સબ-સ્ટેશનમાં 1355 જેટલા સિમેન્ટના થાંભલાઓ ગોઠવી દેવાયા છે અને કટોકટી માટે વધારાના 4000 થાંભલાઓનો સ્ટોક પણ રેડી રાખવામાં આવ્યો છે. તમામ સ્ટાફને રેડ એલર્ટ પર મૂકી દેવાયો છે. ટાવર લેડર, પોલ ઇરેક્શન મશીન, ટ્રક અને બોલેરો સહિતની તમામ મેન-મશીનરી સજ્જ છે, જેથી ગમે તેવી ગંભીર પરિસ્થિતિમાં પણ ઓછામાં ઓછા સમયમાં વીજ પુરવઠો પૂર્વવત કરી શકાય. ​3 શિફ્ટમાં 1 એન્જિનિયર, 1 ક્લેરિકલ સ્ટાફને ફરજ પર આ સમગ્ર આયોજન અંગે જૂનાગઢ PGVCL વર્તુળ કચેરીના અધીક્ષક ઈજનેર એસ. એચ. રાઠોડે જણાવ્યું હતું કે ચોમાસાની ઋતુની શરૂઆત થઈ ચૂકી હોવાથી અત્રેની વર્તુળ કચેરી હેઠળ તારીખ 1-6-2026 થી એક ખાસ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવેલો છે. આ કંટ્રોલ રૂમની અંદર ત્રણ શિફ્ટમાં 1 એન્જિનિયર અને 1 ક્લેરિકલ સ્ટાફને ફરજ પર રાખવામાં આવ્યા છે, જેઓ સતત મોનિટરિંગ કરી રહ્યા છે. 56 ટીમ અને 207 માનવબળ સ્ટેન્ડબાય જૂનાગઢ જિલ્લામાં ચોમાસા પૂર્વે જ ટોટલ 542 ફીડરોમાં આશરે 6000 કિલોમીટર જેટલી વીજ લાઈન અને 3400 જેટલા ટ્રાન્સફોર્મરનું જરૂરી મરામત અને સમારકામ પૂરું કરી લેવામાં આવ્યું છે. ટોટલ 22 સબ-ડિવિઝન હેઠળ આવતા તમામ ગ્રાહકોને અવિરત વીજ પુરવઠો મળી રહે તેવું આગોતરું આયોજન પણ ગોઠવી દેવાયું છે. ચોમાસા દરમિયાન ઇમરજન્સી કામગીરી માટે વીજ કંપનીની ટોટલ 33 ટીમ અને 102 માનવબળ તેમજ કોન્ટ્રાક્ટરની 56 ટીમ અને 207 માનવબળ સ્ટેન્ડબાય રાખવામાં આવેલા છે, જેથી કરીને કોઈ ઇમરજન્સી પરિસ્થિતિ ઊભી થાય તો તાત્કાલિક નિવારણ લાવી શકાય. 16 PED મશીન તૈયાર , ​4 ટ્રક પણ સ્ટેન્ડબાય તેમણે માળખાકીય સુવિધાઓ વિશે વાત કરતા જણાવ્યું હતું કે વાવાઝોડા કે ભારે વરસાદમાં ક્યાંય પણ જો થાંભલા ડેમેજ થાય અથવા ઝાડ પડવાને લીધે વીજ લાઈન તૂટે, તો તેના માટે 16 PED મશીન તૈયાર રાખવામાં આવ્યા છે, જે થાંભલાના ખાડા કરવામાં ખૂબ ઉપયોગી સાબિત થાય છે અને સાથે 4 ટ્રક પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. 4000 જેટલા થાંભલાઓનો બફર સ્ટોક આ ઉપરાંત, આગોતરી વ્યવસ્થાના ભાગરૂપે સબ-ડિવિઝનને લાગુ પડતા દરેક સબ-સ્ટેશનની અંદર 1355 જેટલા સિમેન્ટના થાંભલાઓ ગોઠવી દેવાયા છે અને વધારાના 4000 જેટલા થાંભલાઓનો બફર સ્ટોક પણ કરી દેવાયો છે, જેથી કરીને વાવાઝોડા જેવી કુદરતી આપત્તિ આવે તો પણ થાંભલાની ક્યાંય શોર્ટેજ ઊભી ન થાય. તમામ ટેકનિકલ અને વહીવટી સ્ટાફને રેડ એલર્ટ ઉપર રાખવામાં આવેલા છે. કોઈપણ ગંભીર પરિસ્થિતિ ઉત્પન્ન થાય તો પણ વીજ કંપનીની ટીમ તમામ જગ્યાએ પહોંચવા કટિબદ્ધ છે. ગ્રાહકોને અવિરત વીજ પુરવઠો પૂરો પાડવા અને ઓન-ફીલ્ડ ટેકનિકલ હેલ્પ માટે તમામ મેન મશીનરી, ટાવર લેડર, પોલ ઇરેક્શન મશીન, ટ્રક અને બોલેરો જેવા વાહનોને સજ્જ કરી દેવામાં આવ્યા છે, જેથી કરીને ક્યાંય પણ નુકસાન થાય તો ઓછામાં ઓછા સમયમાં વીજ પુરવઠો પૂર્વવત કરી લોકોને મોટી રાહત આપી શકાય.
    Click here to Read More
    Previous Article
    નવસારી હાઇવે પર એક જ દિવસમાં બે અકસ્માત:ડમ્પરે મહિલા મોપેડચાલકનો જીવ લીધો, સ્વિફ્ટ ડિઝાયર કારને ફંગોળી
    Next Article
    Ambalal Patel VS Jayant Pandya | જયંત પંડ્યા VS અંબાલાલ પટેલની LIVE ડિબેટ | News 18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment