Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોપાલ ઈટાલિયા સંકલન સમિતિની બેઠકમાં ગેરહાજર:વિકાસકાર્યો, જનહિતના પ્રશ્નો અને પ્રવાસન ક્ષેત્રે ચર્ચા;વહીવટીતંત્રને જરૂરી માર્ગદર્શન અપાયું

    12 hours ago

    અમરેલી જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં ઊર્જા અને કાયદો રાજ્યમંત્રી કૌશિક વેકરીયા ઉપસ્થિત રહ્યા હતા. જોકે, લોક સાહિત્યકાર રાજભા ગઢવી મુદ્દે અગાઉ સંકલનમાં પ્રશ્નો પૂછનાર MLA ગોપાલ ઈટાલિયા આ બેઠકમાં ગેરહાજર રહ્યા હતા. રાજ્યમંત્રી કૌશિક વેકરીયાએ જિલ્લાના વિકાસકાર્યોને વધુ ગતિ આપવા તેમજ જનહિતના પ્રશ્નોના સમયબદ્ધ અને અસરકારક નિરાકરણ માટે જિલ્લા વહીવટીતંત્રને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. બેઠક દરમિયાન, જિલ્લા પંચાયતના પ્રમુખ દક્ષાબેન ચોડવડિયા, સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્ય મહેશ કસવાલા અને ધારી-બગસરા-ખાંભા મતવિસ્તારના ધારાસભ્ય જે.વી. કાકડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમની હાજરીમાં જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા અમલી વિકાસલક્ષી યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. માર્ગ અને મકાન, પાણી પુરવઠા, આરોગ્ય, ગૌચર, વીજળી, કૃષિ, ગ્રામ વિકાસ સહિતના વિવિધ ક્ષેત્રોમાં ચાલી રહેલા કામો અંગે ચર્ચા કરવામાં આવી હતી. પ્રજાલક્ષી કાર્યો સમયસર પૂર્ણ થાય અને આંતરિક વિભાગોના સંકલન દ્વારા પ્રશ્નોનું નિરાકરણ આવે તે માટે જરૂરી સૂચનાઓ અપાઈ હતી. રાજ્યમંત્રીએ નાગરિકો દ્વારા રજૂ થતા પ્રશ્નો અને ફરિયાદો પ્રત્યે સંવેદનશીલ અભિગમ અપનાવી, દરેક પ્રશ્નનો યોગ્ય અને ઝડપી ઉકેલ લાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે અને નાગરિકોને કચેરીઓના ધક્કા ન ખાવા પડે તે માટે વિભાગીય અધિકારીઓએ સંકલનપૂર્વક કાર્ય કરવું જરૂરી છે. બેઠકમાં અમરેલી જિલ્લામાં ઓપન વાઇલ્ડલાઇફ સફારી પાર્કની સંભાવનાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ અંગે યોગ્ય સ્થળની પસંદગી, પ્રાણીઓની સુરક્ષા સાથે પ્રવાસન વિકાસ અને કેન્દ્ર તથા રાજ્ય સરકારની મંજૂરીઓ જેવા મુદ્દાઓ પર વિચારણા થઈ હતી. રાજ્યમંત્રી કૌશિક વેકરીયાએ આરએન્ડબી, વનવિભાગ અને વીજતંત્રના સંકલિત પ્રશ્નો માટે રાજ્ય સરકાર કક્ષાએથી નિરાકરણ લાવવા માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે જિલ્લા પ્રવાસન વિકાસ સમિતિની બેઠક પણ યોજાઈ હતી. જેમાં અમરેલી જિલ્લાના ઐતિહાસિક, ધાર્મિક, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક પ્રવાસન સ્થળોની સંભાવનાઓને વધુ ઉજાગર કરવા અંગે વિસ્તૃત વિચારણા કરવામાં આવી હતી. પ્રવાસન ક્ષેત્રના વિકાસ થકી સ્થાનિક રોજગારી અને આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળે તે દિશામાં જરૂરી આયોજન કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ઇ.ચા. કે.જે. જાડેજા, પોલીસ અધિક્ષક સંજય ખરાત, નાયબ વનસંરક્ષક ધારી ગીર પૂર્વ, નાયબ વનસંરક્ષક વિકાસ યાદવ, વન્યજીવ વિભાગ પાલીતાણા, નાયબ વનસંરક્ષક ચિરાગ અમીન, અમરેલી, પ્રાંત અધિકારી અમરેલી, સાવરકુંડલા, બગસરા, ધારી, લાઠી ઉપરાંત જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ તથા સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજભા ગઢવી મુદ્દે સંકલનમાં પ્રશ્નો ગોપાલ ઇટાલિયાએ મુકવામાં આવ્યા હતા ધારી ગીર પૂર્વમાં માલધારી તરીકે રાજભા ગઢવીને મંજૂરી આપતા વિવાદો સર્જાયા હતા કેટલાક માલધારીઓએ વિરોધ નોંધાવ્યા બાદ વિસાવદર ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાએ અમરેલી સંકલનમાં પ્રશ્નો મુકવામાં આવતા હતા કેવી રીતે મંજૂરી આપી આજ સુધી કેટલાને આપી વિવિધ બાબતે ડીસીએફને હાજર રહેવા જિલ્લા કલેકટરએ લેખિતમાં સૂચના આપ્યા બાદ ધારાસભ્ય ગોપાલ ઈટાલીયા અમરેલી સંકલનમાં હાજર રહેવાના હતા પરંતુ હાજર રહ્યા નહીં જૂનાગઢ સંકલનમાં હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલમાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ:કલેક્ટર કચેરીમાં જનપ્રતિનિધિઓના પ્રશ્નોના નિરાકરણ પર ભાર
    Next Article
    ચુડાના છલાળામાં બોગસ ડોક્ટર ઝડપાયો:SOGએ ડિગ્રી વગર એલોપેથીક દવા આપતા શખ્સને પકડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment